________________
[૬] સીતાત્યાગ અને રામને શેક
લટકતા લમ્બસ–દડા, ચન્દ્રવા, ચામર, દર્પણ, રંગબેરંગી વસ્ત્રો યુકત, શ્રેષવિમાન સરખી શેલાવાળી શિબિકા ત્યાં તરત મંગાવી. મોટા અગ્રેસરેથી પરિવરેલી તે જનકપુત્રી શિબિકામાં આરૂઢ થઈ, કમની આ વિચિત્રતા કેવી છે? એમ વિચારતી માગ પસાર કરતી હતી. ત્રણ દિવસ સુધી અરણ્યનો ભાગ ઉ૯લંઘન કર્યો અને ઘણું ગામ, નગર, પટ્ટણોથી પથરાએલ, લેકે અને ધનથી સમૃદ્ધ દેશમાં પહોંચી. અનુક્રમે વાવડી, જલાશ, કૂપ, આરામ, ઉદ્યાન-બગીચાઓથી સમૃદ્ધ દેશને પ્રશંસતી તે સીતા પુંડરીકપુર પહોંચી. ચતુર લોકોની પ્રચુરતાવાળી, શોભાયમાન કરેલી સમગ્ર નગરીમાં નગરલોકે વડે જેવાતી સીતાએ પ્રવેશ કર્યો. મોટા ઢોલ નગારાં, ભેરી, ઝલરી વગેરે તથા મૃદંગ, શંખના શબ્દ, ગવાતાં મંગલ ગીતના શબ્દોના મોટા અવાજે થવાથી લકે એક બીજાના ઉલાપ સાંભળી શકતા ન હતા. પરિવારથી પરિ વરેલી સીતાએ મહાદ્ધિપૂર્વક આ પ્રમાણે દેવનગરી સરખી રાજધાનીમાં દેવને નિવાસ કરવા સમાન રાજાના ભવનમાં પ્રવેશ કર્યો. ભામંડલની જેમ વાઘ રાજા વડે અધિક પૂજાતી ધર્મબહેન સીતા આનન્દિત મનવાળી ત્યાં રહેતી હતી. “હે સીતા ! તું દીર્ઘ કાલ સુધી જીવતી રહે અને આનન્દ પામ, હે ઈશાનદેવલોકની મહાપૂજ્ય દેવી ! હે શુભકર્મ કરનારી કલ્યાણ !” આવા સુન્દર શબ્દોથી રાજાના પરિવાર વડે સીતા અભિનન્દન પામતી હતી. ધર્મકથાઓમાં પરેવાએલા મનવાળી, ધર્મમાં રતિ કરનારી, ધર્મ ધારણ કરવામાં ઉદ્યમ કરનારી, ધર્મને જ અભિલષતી સીતા ત્યાં પોતાના દિવસે પસાર કરવા લાગી.
આ બાજુ તે કૃતાન્તવદન રથના અશ્વો અતિથાકેલા હોવાના કારણે ધીમે ધીમે આગળ વધતે કેમે કરીને રામની પાસે પહોંચી ગયે. મસ્તકથી રામને પ્રણામ કરીને કહ્યું કે-“હે દેવ! આપની આજ્ઞા પ્રમાણે ગર્ભવતી સીતાને જંગલમાં એકાકી છડી દીધી. કેવા ભયંકર અરણ્યમાં સિંહ, વાઘ, રીંછ, ચિત્તા, શિયાળ, વગેરેની ભયંકર ચીવાળા, કઠેર પ્રચંડ સ્પર્શયુક્ત વાયરાવાળા, એક બીજા સાથે મળી ગએલા વૃક્ષોથી ગહન, યુદ્ધ કરતા વાઘ અને પાડાવાળા, સિંહ અને હાથી, નળીયા અને સાપ, સિંહ અને વરાહનાં પરસ્પર મારામારીવાળાં યુદ્ધ કરાતા, શરભ નામના મહાપરાક્રમી જનાવરથી ત્રાસ પામેલા નાના જંગલી જનાવરોથી “કડ કડ” શબ્દ કરતા ભંગાતા વૃદ્ઘોવાળા, “કર કર ” એવા શબ્દ કરીને રડતા ઘણા પ્રકારના પક્ષિઓનાં કુલોવાળા ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org