________________
[૮] લવણ-અંકુશના દેશ-વિજા
: ૪૦૭ :
ત્યાર પછી સ્નાન, ભજન કરી સર્વાલંકારથી વિભૂષિત અંગ કરીને સિદ્ધ ભગવન્તને પ્રણામ કર્યા અને ત્યાર પછી માતાને પગે પડ્યા. વજ, ચામર, સુવર્ણના ઘુઘરીઓથી શણગારેલા, તથા તલવાર, કનક, ચક, તોમર, ભયંકર ભાલાઓ સહિત રથમાં આરૂઢ થયા. વળી તેમની સાથે હથિયારથી સજજ અને બખ્તર પહેરેલા અશ્વ અને હાથી પર બેઠેલા સ્વારે, તેમ જ પાયદલ સૈનિકે ચાલવા લાગ્યા અને અહી દિવસમાં વજબંઘ રાજાની પાસે પહોંચી ગયા. વાજંઘ રાજાને આવેલા દેખીને યશના અભિલાષી સંગ્રામ કરવામાં શૂરવીર પૃથુરાજાના સામો સામે જઈને યુદ્ધ કરવા લાગ્યા. તલવાર, પરશુ, ચક્ર, સેંકડો બીજાં આયુધોથી એક બીજા શત્રુપક્ષે સામસામા યુદ્ધ કરીને પરસ્પર ઘાયલ કરવા લાગ્યા. ચક, તલવાર, ગદારૂપ અંધકારવાળાં સુભટના મહાપોકારવાળાં યુદ્ધ ચાલતાં હતાં, તેની અંદર લવણે અને અંકુશે પ્રવેશ કર્યો. અશ્વસમૂહરૂપ જળવાળા, ઘણા સુભટો રૂ૫ મગરમચ્છવાળા, ઘણાં શસ્ત્ર રૂપ કમલવનવાળા યુદ્ધ-તળાવમાં તે કુમારરૂપ હાથીઓ ઈચ્છા પ્રમાણે લીલા કરવા લાગ્યા. ઘણું આણોને ગ્રહણ કરતા લય સાંધતા-છેડતા કુમારે દેખી શકાતા ન હતા, પરન્ત શત્રુના સુભટો ઘાયલ થએલા હતા, તે દેખાતા હતા.
સિંહો જેમ મૃગલાઓના ટોળાંઓને ભગાડી મૂકે તેમ લવણે અને અંકુશે નિય પ્રહારોથી ઘાયલ કરીને પૃથુ-સહિત સમગ્ર શત્રુ-સૈન્યને ભગ્ન પમાડયું. રથવો પણ તેની પાછળ ભગ્ન થઈને જવા લાગ્યા. ત્યારે તેઓને કહેવા લાગ્યા કે, “કુલ અને વંશ ન જાણેલાઓથી હવે તમે ભાગી ન જાવ, અમારી સામે આવી જાઓ.’ મરાએલા, ઘવાએલા ભાગી જતા, પલાયન થતા પોતાના સિન્યને દેખીને પૃથુ રાજા પાછો ફર્યો અને કુમારના ચરણમાં પડ્યો. પૃથુ રાજાએ વિનંતિ કરી કે, “પ્રમાદથી જે કંઈ પણ મારાથી દુષ્ટ વર્તન થયું હોય, તે સર્વ સૌમ્ય સ્વભાવવાળું કમળ મન કરીને તમે અમને ક્ષમા આપો.” પૃથ્વીપુરના સ્વામીને પણ મધુર વચનથી બોલાવીને પ્રસન્ન હૃદયવાળા કર્યા અને વાઘ રાજાની સાથે સ્નેહ-સંબંધ બાંધ્યો. લવણ, અંકુશ સાથે પૃથુરાજાને કાયમની પ્રીતિ ઉત્પન્ન થઈ, વળી અનેક મોટા પૃથ્વીપાલન કરનારા રાજાએને તેઓએ આજ્ઞા મનાવી. સર્વે સુભટોએ પડાવમાં નિવાસ કર્યા પછી વાજંઘ રાજાએ નારદમુનિને વિનંતિ કરી કહ્યું કે, “આ લવણ અને અંકુશની ઉત્પત્તિને વૃત્તાન્ત આપ કહો.” ત્યારે નારદમુનિ કહેવા લાગ્યા કે—
આ કેશલા નગરીમાં ઈવાકુવંશમાં જન્મેલા અને કુળમાં તિલકભૂત પ્રસિદ્ધિ પામેલા દશરથ નામના રાજા હતા. ચાર સમુદ્રોની જેમ તેમને શક્તિ, કાતિ અને ખેલયુક્ત, વિજ્ઞાન અને જ્ઞાનમાં ચતુર, બાણ, ધનુષ, શસ્ત્ર વગેરેમાં કરેલા અભ્યાસ અને પરિશ્રમવાળા પરાક્રમી એવા ચાર સુપુત્રો હતા. સહુથી મોટા રામ નામના પુત્ર હતા. ત્યાર પછી ક્રમસર લક્ષમણ, ભરત અને સહુથી ના શત્રુદન હતો. જેઓ સંગ્રામમાં શત્રુને જિતતા હતા. પિતાના વચનનું પાલન કરવા માટે રામ લક્ષમણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org