________________
[૭] લવણ–અંકુશ નામના પુત્રની ઉત્તિ
: ૪૦૫ :
પ્રણામ કર્યા. ઉત્તમ પ્રકારનું આસન આપીને સર્વ પ્રકારના આહાર-પાણી વિશુદ્ધભાવ અને હર્ષપૂર્વક સિદ્ધાર્થ મુનિને પ્રતિલાલ્યા. આહાર-પાણીનું કાર્ય પતાવ્યા પછી શુભ આસન પર બેઠેલા સિદ્ધાર્થને સીતાએ પૂછયું કે, “તમે ક્યાંથી આવે છે? ક્યાં જવાના છે ? વગેરે સમાચાર પૂછવા. ચેલ્લસ્વામી-સિદ્ધાર્થ લવણ અને અંકુશ બંનેને જોઈને આશ્ચર્ય પામ્યા અને તેની હકીકત પૂછી, એટલે સીતાએ સર્વ હકીકત જણાવી. સીતાના દુઃખનું સર્વ કારણ જાણીને તથા રુદન કરતી સીતાને દેખીને કૃપાસાગર સિદ્ધાર્થ અત્યન્ત દુઃખ પામ્યા. અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના ધારક સિદ્ધાર્થે સીતાને કહ્યું કે, “હવે તમે ક્ષણવાર પણ શેક ને કરશે, કારણ કે તમારા પુત્રે આવા પ્રકારના ઉત્તમગુણવાળા છે. સિદ્ધાર્થે પુણ્યશાળી આ બંને કુમારને વિવિધ પ્રકારની સર્વ કળાએ એકદમ શીખવી અને તેમને સર્વ કળાઓના પારગામી બનાવ્યા. અતિશય મહાશક્તિ-સંપન્ન એવા શિષ્યોને ભણાવવામાં ગુરુને કેઈ વિક્ષેપ નડતો નથી. આંખવાળાને સૂર્ય જેમ દરેક પદાર્થો પ્રકાશિત કરે, તેમ ગુરુએ સર્વ કળાઓ ભણાવી. સૂર્યનું તેજ ઘુવડને જેમ નિરર્થક નીવડે, તેમ વિપરીત શિષ્યોને આપેલો ઉપદેશ નિરર્થક નીવડે છે. જ્યારે ગુરુએ સુશીલ શિષ્યોને શિખવેલ અને આપેલ ઉપદેશ સફળ અને કૃતાર્થ થાય છે. આ પ્રમાણે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત થએલા આ લવણ અને અંકુશ નામના ઉત્તમકુમારે પુંડરીકપુરમાં ઈચ્છા પ્રમાણે કીડા કરતા રહેતા હતા. આ બંને કુમારે સૌમ્યપણુંથી ચન્દ્રને, તેજથી સૂર્યને, વીરપણુથી ઈન્દ્રને, ગંભીરતામાં સમુદ્રને, સ્થિરતામાં મેરુને, પ્રતાપથી યમને, ગતિવડે પવનને, બલથી હાથીને, ક્ષમાવડે પૃથ્વીને જિતી જતા હતા. સમ્યકત્વથી ભાવિત મનવાળા, ગુરુની સેવા કરવામાં તત્પર, વીર, જિનશાસનની પ્રભાવના કરવા માટે ઉદ્યમી, શ્રીવિજયવિમાનના દેવાથી પણ અધિક તેજવાળા જણાતા હતા.
આ પ્રમાણે અનેક ગુણરત્ન-સમૂહવાળા, વિજ્ઞાન અને ઉત્તમજ્ઞાનવાળા, લકમી અને કીર્તિના આધારભૂત દેહવાળા, રાજ્યના ભારને વહન કરનારા, ભવ્ય અને સુંદરભાવમાં રહેલા પુંડરીક નગરમાં સમય પસાર કરતા વિમલ અત્યન્ત નિર્મળ યશવાળા સીતાના પુત્રો પ્રસિદ્ધિ પામ્યા. (૨૯) પદ્મચરિત વિષે “લવણ–અંકુશ પુત્ર-પ્રાપ્તિરૂપ સત્તામા પવને
અનુવાદ પૂર્ણ થયો. [૭]
[૮] લવણ-અંકુશના દેશ-વિયે આ પ્રમાણે ઉદાર કીડા યોગ્ય લવણ-અંકુશને દેખીને વાઘ રાજા તેઓને યોગ્ય કન્યાઓની ગવેષણ કરવા લાગ્યા. પ્રથમ લવણકુમારને લક્ષમીમતીની પુત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org