________________
[૭] લવણ-અંકુશની નામના સીતાપુત્રો હે શ્રેણિક! અહિં સુધી સંબન્ધ તમે સાંભળે, હવે રામના લવણું અને અંકુશ નામના પુત્રોની ઉત્પત્તિ સાંભળો. હવે પુંડરીકનગરમાં રહેલી ગર્ભવતી સીતાની કાયા ફીક્કી પડી ગઈ, સ્તને શ્યામ મુખવાળા થયા. ઘણું મંગલથી સંપૂર્ણ દેહવિલાસવાળી ગતિ મન્દ, નેત્રની દષ્ટિ સ્નિગ્ધ અને સુપ્રસન્ન વદનકમળ દેખાવા લાગ્યું. રાત્રે સ્વપ્રમાં કમલિની–પત્રના પડિયામાં ભરેલા નિર્મલ જળવડે અતિમનોહર રૂપવાળા હાથીઓ ઉપર થતા અભિષેક દેખાતી હતી. મણિનાં દર્પણ હાજર હોવા છતાં, પણ તે પોતાનું મુખ તલવારમાં જેતી હતી, ગન્ધર્વના સંગીતને છોડીને ધનુષના ટંકારવના શબ્દોને સાંભળતી હતી. પાંજરામાં રહેલા સિંહ તરફ નિર્નિમેષ નયનથી અવલોકન કરતી હતી. આવા પ્રકારના પરિણામમાં સીતા પિતાના દિવસો પસાર કરતી હતી. એમ કરતાં નવમો માસ પૂર્ણ થયો અને શ્રવણ નક્ષત્રમાં ચન્દ્રને યોગ થયો, ત્યારે શ્રાવણ શુક્લ પંચદશીના દિવસે બે પુત્રોના યુગલને સાથે જન્મ આપ્યો. વાજંઘ રાજાએ તેઓને માટે વિશાળ જન્મોત્સવ કર્યો, તેમ જ ગર્વનાં મંગલગીત, વાજિંત્રો, મોટા ઢોલ, નિશાન, નગારાં, મૃદંગ આદિ વાજિંત્રો વગડાવ્યાં. કામદેવસમાન રૂપવાળા પ્રથમ પુત્રનું અનંગલવણ અને તેના ગુણ સરખો બીજે મદનાંકુશ નામને પુત્ર થયો. તે બંનેની રક્ષા માટે માતાએ તેમના મસ્તક પર સરસો નાખ્યા. તે બંનેના કંઠમાં સુવર્ણની બનાવેલી વ્યાઘનખમાળા પહેરાવી. કેમે કરીને ઘુંટણથી ચાલતા, પેટથી ઘસડાતા, પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતા, તેઓ વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ જેમ શરીરથી વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ કલાઓ ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ થયા. દેવકુમારની ઉપમા સરખી શભા પામેલા તેઓ લોકોને વલ્લભ લાગવા લાગ્યા.
તે બાલકના પુણ્યગે વિદ્યાબલની સમૃદ્ધિથી સંપન્ન સિદ્ધાર્થ નામનો એક બટક (અધ્યાપક) અણધાર્યો પુંડરીકનગરીમાં આવી પહોંચ્યા, જે ત્રણે સધ્યા સમયે મેરુપર્વતના જિનગૃહોમાં જઈને વંદન કરીને ક્ષણાર્ધમાં પિતાના નિવાસે પાછો આવી જતો હતે. વ્રત, નિયમ, સંયમ ધારણ કરનાર, જેને લોકો મસ્તક પર સ્થાપન કરતા હતા. જિનશાસનના પૂર્ણ અનુરાગી, સર્વ કળાઓના પારગામી, એવા નિર્મલ આત્મા મનિવર ભિક્ષા માટે ભ્રમણ કરતા કરતા કેમે કરીને સીતાના ઘરે આવી પહોંચ્યા. સીતાએ તેમને જેવા દેખ્યા, એટલે આદર-પૂર્વક ઉભી થઈ વિશુદ્ધ ભાવથી મુનિવરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org