________________
[૬] સીતાત્યાગ અને રામનો શેક
: ૪૦૩ :
હે વહાલી ! તું મૃત્યુ પામીશ. શું વનમાં કઈ વાઘે કે અતિભયંકર સિંહે ફાડી ખાધી હશે કે, મદોન્મત્ત હાથીએ ધરણી પર સૂતેલીને ચાંપી નાખી હશે? અથવા તે શરણ અને સહાય વગરની કાન્તાને અનેક વૃક્ષસમૂહનો ક્ષય કરનાર, સળગતી હજારે જવાળાઓની પ્રચુરતાવાળા વનના દાવાનળે બાળીને ભસ્મ કરી નાખી હશે? આ સમગ્ર જીવલક વિષે રત્નજી સમાન કેણુ એ પુરુષ હશે, જે મારી વિહુવલ પ્રિયતમાની નિષ્ફલ પણ વાત લાવે.” વળી ગળતા આંસુવાળા રામે ફરી ફરી સેનાપતિને પૂછ્યું કે, બિચારી સીતા હવે આ ઘોર જંગલમાં પ્રાણને કેવી રીતે ધારણ કરી શકશે?” આ પ્રમાણે પૂછાએલે કૃતાન્તવદન સેનાપતિ લજજાના ભારથી પીડા પામીને જવાબ આપતું નથી, એટલામાં પ્રિયાનું સમરણ કરીને રામ એકદમ મૂચ્છ પામી બેભાન બન્યા. એટલામાં એચિન્તા લક્ષમણ ત્યાં આવી પહોંચ્યા અને રામને આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે, “હે નાથ! મારી એક વાત સાંભળો. હે સ્વામિ! આ શોકસંબન્ધનો ત્યાગ કરીને તમે ધીરજ ધારણ કરે અને પૂર્વે કરેલાં શુભ કે અશુભ કર્મ જગતના લોકોને ઉદયમાં આવે છે, તેવી આસ્થા રાખો. આકાશમાં, પર્વતના શિખર પર, જળ કે જમીન પર, ભયંકર અરણ્યમાં ગમે ત્યાં જીવ સંકટમાં પડેલો હોય, તેને પૂર્વે કરેલાં સુકૃત જરૂર રક્ષણ કરે છે. અને જે પાપનો ઉદય હોય તે ચાહે તેવા ધીરસમર્થ પુરુષે તેનું રક્ષણ કરે, તે પણ નક્કી તે જતુ મૃત્યુને શરણ થાય છે. આ લેકને વિષે સંસારની સ્થિતિ આવા પ્રકારની છે.
આ પ્રમાણે ચતુર લક્ષમણે રામને પ્રસન્નમનવાળા કર્યા અને કહ્યું કે, હવે શકનો ત્યાગ કરે અને પિતાનાં કરવા લાયક કાર્યોમાં મન પરોવો. સાકેતનગરવાસી લોકો સીતાના ગુણસમૂહને યાદ કરતા અને તેના શીલની અતિપ્રશંસા કરતા, આંસુ પાડતા રુદન કરવા લાગ્યા. વીણું, બંસરી, મૃદંગ, સારંગી વગેરે વાજિંત્રોના શપદરહિત અને આકન્દનથી રડારોડવાળી આખી નગરી તે દિવસે શોકસાગરમાં ડૂબી ગઈ. રામે ભદ્રકલશને આજ્ઞા કરી કે, સીતા સંબન્ધિ જે પ્રેતકાર્યો હોય, તે મોટા પ્રમાણમાં કરે અને જે જેટલું ઈચ્છા કરે, તેને તેટલું દાન આપો.” “હે સ્વામિ! જેવી આપની આજ્ઞા એમ કહીને તરત ત્યાંથી નીકળીને ભદ્રકલશે સીતાની પાછળ દાનાદિક ઉત્તરક્રિયાઓ કરી. આઠ હજાર યુવતીઓથી પરિવરેલા, સીતામાં જ માત્ર એક મનવાળા રામ સતત શોક કરે છે અને સ્વપ્રમાં પણ ફરી ફરી તેનું સમરણ કર્યા કરતા હતા. એમ કરતાં ધીમે ધીમે સીતા સંબન્ધી શેક પાતળો પડી ગયો અને બાકી રહેલી પત્નીઓમાં કોઈ પ્રકારે સંતોષ માનવા લાગ્યા. . એ પ્રમાણે મહર્તિક ઋદ્ધિવાળા બલદેવ અને વાસુદેવ વિષયસુખ ભોગવતા હતા, તેમ જ વિમલ યશવાળા તે સમગ્ર દેશને સુખ આપતા હતા. (૪૯) પદ્મચરિત વિષે રામને શોક-સંતાપ’ નામના છનુમા પવને
ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org