________________
: ૪૦૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
છિ પણ કરવત, તાપ, શાલ્મલિવૃક્ષ, વૈતરણી નદી વગેરેનાં વિવિધ દુઃખને ભયંકર અનુભવ કરે છે. હે જનકપુત્રી ! ત્રણે લોકમાં સુરે કે અસુરના સ્થાનમાં એવું કઈ સ્થાન નથી કે, જ્યાં આગળ આ જીવે જન્મ, મૃત્યુ કે વૃદ્ધાવસ્થાનું દુઃખ ન પ્રાપ્ત કર્યું હોય.
આ સંસાર-સમુદ્રમાં પોતાનાં કર્મરૂપી પવનથી ઘવાએલા જીવે કઈ પ્રકારે મનુષ્યપણું મેળવ્યું અને તેમાં પણ આવું સુંદર રૂપવાળું શરીર મેળવ્યું. હે દેહિ! તું રામના હૃદયને અત્યન્ત વલ્લભ હતી અને દીર્ઘકાળ તેની સાથે સુખ ભોગવ્યું. રાવણે હરણ કર્યા પછી, તે અગિયારમા દિવસે ભોજન કર્યું. ત્યાંથી પણ પ્રતિપક્ષને વિનાશ કરી ફરી તે પોતાના સ્થાનકે પાછી આવી અને રામની કૃપાથી ફરી પણ સુખ પ્રાપ્ત કરનારી થઈ. હે ભદ્ર! અશુભકર્મના ઉદયથી ગર્ભવતી તને, કલંકરૂપી સર્ષથી ડંખાએલીને આ અટવીમાં એકાકી છોડી દીધી ! સુશ્રમણરૂપી આરામને દુર્વચનરૂ૫ અગ્નિ સામાન્યથી બાળતો નથી, પરંતુ જો તેને અપયશરૂપ પવનને યોગ થયે, તે તે શ્રમણ પણ વારંવાર શરણ વગરને મનમાં બળાપ કર્યા કરે છે. આ પૃથ્વીતલમાં ખરેખર તું ધન્ય, કૃતાર્થ અને પ્રશંસવા ગ્ય છે કે, જેને ચૈત્યગૃહને નમસ્કાર કરવાના દેહલાના અનેરો જાગ્યા. હે શીલશાલિની ! હજુ આજે પણ તારું પુણ્ય ઘણું જાગૃત છે. કારણ કે, હાથીને પકડવા અને બંધન કરવા માટે આજે મેં આ અરણ્યમાં પ્રવેશ કર્યો હતો અને તે સમયે જ તું જોવામાં આવી. સોમવંશના પુત્ર ગજવાહન નામના રાજાની સુબધુ નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થએલે પુંડરીકનગરીના અધિપતિ વજાદંઘ નામને જિનેશ્વરની આજ્ઞાને અનુરાગી છું. તેથી તું મારી ધર્મના સંબન્ધવાળી નકકી બહેન થઈ છે, માટે ચાલ ઉભી થા. ત્યાં રહેલી હઈશ, એટલે પશ્ચાત્તાપ કરતા રામ તારી વેષણ કરાવશે.” આ પ્રમાણે રાજાએ મધુર વચનેથી સાત્વન પમાડી, એટલે ધર્મબન્ધપણું પ્રાપ્ત કરીને સીતા ધૃતિ પામી.
તપ, તેમ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને, દાન દેવાની ઉત્કંઠાવાળી, શ્રમણની જેમ ગુણયુક્ત, શીલના સમગ્ર ગુણોથી પૂર્ણ, બીજા લોકે ઉપર ઉપકાર કરનાર, વાત્સલ્યયુક્ત, ધર્મબંધુ, વિમલ યશના નિધાન એવા વીરને સહારે કોણ ન કરે? (૬૮)
પદ્મચરિત વિષે સીતાને આશ્વાસન” નામના પંચાણુમા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૫]
હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org