________________
: ૩૯૮ :
પઉમચરિય–પદ્મચરિત્ર
વામય હોવો જોઈએ-તેમાં સદેહ નથી.” વચમાં મન્ચીએ સીતાને આ રાજાની ઓળખાણ અને પરિચય આપતાં કહ્યું કે, પુંડરીકપુરના વાસંઘ નામના આ રાજા પાંચ અણુવ્રતધારી છે. હે વત્સ! ઉત્તમ સમ્યકત્વ વગેરે ગુણોના ધારક, દેવ-ગુરુની પૂજામાં તત્પર, સાધર્મિક વાત્સલ્ય કરનાર વીર પુરુષ છે. આ પ્રમાણે કહ્યા પછી રાજાએ સીતાને પૂછયું કે, “તું કેમની પુત્રી અને તેની પત્નીરત્ન છે? તે કહે.”
આ પ્રકારે પૂછાએલી સીતાએ દીન મુખકમલ કરીને કહ્યું કે-“હે નરપતિ ! મારી કથા ઘણી લાંબી છે, છતાં સંક્ષેપમાં કહું છું, તે સાંભળો. હું જનકરાજાની પુત્રી, ભામંડલની બહેન, દશરથરાજાના પુત્ર રામદેવની પત્ની છું, દશરથરાજાએ કૈકેયીને વરદાન આપેલ, તેથી પિતાનું રાજ્ય ભરતને આપી અનરણ્ય રાજાના પુત્ર દશરથને સંવેગ ઉત્પન્ન થયો અને તેમણે દીક્ષા અંગીકાર કરી. રામ, લક્ષમણ સાથે હું દંડક નામના અરણ્યમાં ગએલી હતી. ત્યાં હે નરાધિપ ! સંબુદ્ધ નામના માર્ગમાં રાવણે મારું અપહરણ કર્યું. એટલે રામ, લક્ષ્મણ, સુગ્રીવ વિદ્યાધર અને તેની સેના સહિત આકાશમાગે લંકાપુરીમાં પહોંચીને રાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. જેમાં ઘણું સુભટોના પ્રાણને અન્ત આવે તેવા યુદ્ધમાં લંકાધિપ રાવણને મારી નાખીને રામ ઘણું વૈભવથી મને પિતાની નગરીમાં લાવ્યા. રામદેવને જોઈને ભરત રાજાને વિરાગ્ય પ્રગટ થયે, એટલે પ્રત્રજ્યા અંગીકાર કરીને સિદ્ધિ-સુખ પામ્યા. પુત્રશોક પામેલી કેકેયી માતા પણ દીક્ષા અંગીકાર કરીને સુંદર રીતે ચારિત્રની આરાધના કરીને ઉત્તમ વિમાનિકદેવપણું પામ્યા. નગરીના લોકો મર્યાદા મૂકીને મુક્તવાણીથી ફાવે તેમ મારા માટે જૂઠા અવ
વાદ બોલવા લાગ્યા કે, “રાવણ સાથે કરેલા સંગવાળી સીતાને રામ અહીં લાવ્યા છે. લોકોના મુખેથી આવાં અપવાદનાં વચન સાંભળીને અપયશના દેષથી ભય પામેલા રામે દેહલાના બાનાથી જિનવદનની અભિલાષાવાળી મને એમ કહેવરાવ્યું કે-“તું ઉત્સુક મન કરીને ઉતાવળી ન થા, હે સુન્દરિ! દે અને અસુરવડે નમન કરાએલાં એવાં વિવિધ જિનચેનાં દર્શન-વન્દન જાતે કરાવીશ.”
આ નગરીમાં જે જિનેશ્વરનો જન્મ થયો છે, એવા અષ્ટાપદ પર્વત પર વિરાજમાન ઋષભદેવ ભગવન્તને, પ્રથમ દર્શન-વન્દન તને હું જાતે લઈ જઈને કરાવીશ. તેમ જ ત્યાં આગળ રહેલા અજિત, સુમતિ, અનન્તનાથ તેમ જ આ નગરીમાં જન્મેલા અભિનન્દન સ્વામીને, કાશ્યિલ્યમાં જન્મેલા વિમલને, રત્નપુરમાં જન્મેલા ધર્મનાથને, ચમ્પામાં જન્મેલા વાસુપૂજ્યને, શ્રાવસ્તીમાં ઉત્પન્ન થએલા સંભવને, ચન્દ્રપુરમાં જનમેલા ચન્દ્રપ્રભ, કાકન્દીમાં જન્મેલા પુષ્પદન્તને, વારાણસીમાં જન્મેલા સુપાશ્વને કૌશામ્બીમાં થએલા પદ્મપ્રભુને, ભદિલપુરમાં થએલા હવગરના શીતલસ્વામીને, સિંહપુરમાં થએલા શ્રેયાંસને, મિથિલામાં મલિન, ગજપુરમાં જન્મેલા શાતિનાથને, તે જ હસ્તિનાગપુરમાં જન્મેલા કુંથુ અને અરનાથને, ભવસમુદ્રને તરી ગએલા કુસુમ નામના નગરમાં જન્મેલા મુનિસુવ્રત સ્વામીને, કે આજે સૂર્યના તેજ સમાન જેમનું ધર્મચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org