________________
[લ્પ] સીતાને મળેલું આશ્વાસન
મોટા પર્વતથી જેમ ગંગાને પ્રવાહ રોકાય તેમ હાથણી પર બેઠેલા અને ગમે તેવા શત્રુથી પણ પરાજય ન પામનાર વાજંઘ રાજા અને પોતાની સેના અટકીને રોકાઈ ગઈ ત્યારે નજીક રહેલા કેઈકને પૂછયું કે, તમારે ચાલવાનો વેગ કોણે કી રાખ્યો છે, તે તપાસ કરે. ત્યારે આકુલ-વ્યાકુલ મનવાળા એ ભયથી વિહલ અને ચિન્તાતુર બન્યા. એટલામાં સામે જવાબ આપવા તૈયાર થયા, તેટલામાં તે રુદન કરતી સુન્દર સુન્દરીને વિલાપને મધુર સ્વર સંભળા. સ્વરમંડલના વિશેષજ્ઞાનના જાણનાર રાજાએ કહ્યું કે, “જે અહિં કઈ મુગ્ધા સ્ત્રી રુદન કરે છે, તે નક્કી ગર્ભ વતી અને રામની મહાદેવી જરૂર હેવી જોઈએ.” સેવકો રાજાને કહેવા લાગ્યા કે
હે પ્રભુ ! તમે બેલ્યા છે, તેમ જ આ હશે, હે દેવ ! આપ જ્યારે જ્યારે કંઈ પણ કહે છે, ત્યારે ત્યારે કદાપિ તમારા વચનમાં ફરક પડતું નથી. આ વાર્તાલાપ ચાલે છે, તેટલામાં રાજસેવકે ત્યાં જઈ પહોંચ્યા અને સીતાને દેખી પૂછયું કે, “હે ભદ્રે તમે કોણ છો ? તેવા પુરુષોને દેખીને કે જેમણે ભાથામાં બાણો, બીજાં આયુધો અને કવો પહેરેલાં છે, ભય-વિહલ અને ધ્રુજતા શરીરવાળી સીતા તેઓને લૂંટારા ધારી પોતાનાં આભૂષણો ઉતારીને આપવા લાગી. રાજસેવકએ સીતાને કહ્યું કે-“આ આભૂષણનું અમારે પ્રજન નથી. તમારી લક્ષ્મી તમારી પાસે ભલે રહે, તમે હવે શકરહિત થાવ.” રાજસેવકોએ ફરી સીતાને કહ્યું કે, “હે સુન્દરિ ! ભય અને શેક છેડીને હવે અતિશય પ્રસન્ન મનવાળી થા, શું તું રાજાને ઓળખતી નથી ? આ પંડરીકપુરના અધિપતિ વાજંઘ નામના ઉત્તમરાજા છે, જેમાં જિનમત વિષે કહેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણોના આવાસરૂપ છે.
વળી સમ્યફવના શંકાદિ દેષરહિત, હંમેશાં જિનવચનના પરમાર્થોને ગ્રહણ કરનાર, પરોપકાર કરવામાં સમર્થ, શરણે આવેલા પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર અને મહાપરાક્રમી છે. દીનાદિક તેમ જ અનુકશ્માના સ્થાનોમાં નિરન્તર ઉદ્યમ કરનારા, પ્રતિપક્ષશત્રુઓરૂપી હાથી માટે મૃગેન્દ્ર સરખા સર્વ કળાઓમાં નિષ્ણાત છે. હે દેવિ ! સમગ્ર ત્રણલોક વિષે મહાબુદ્ધિશાળી પુરુષ હોય, તે પણ તેના સમગ્ર ગુણો કહેવાને અહિં સમર્થ થઈ શકતા નથી. આ વાર્તાલાપ ચાલી રહેલો હતો, એટલામાં રાજા ત્યાં આ, હાથણી પરથી નીચે ઉતરીને યથાયોગ્ય વિનય કર્યો. ત્યાં બેસીને રાજા કહેવા લાગ્યું કે, “આ અરણ્યમાં આવીને જે મનુષ્ય જીવતે ઘરે પહોંચે તે, હે કલ્યાણી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org