________________
[૪] સીતા-નિર્વાસન
: ૩૯૫ : ચિંતા કરવા લાગ્યો કે, “આ કલ્યાણકામી સીતાને આવા ભયંકર અરણ્યમાં જીવવું દુષ્કર છે. ખરેખર કૃપા વગરના લજજા-મર્યાદા-રહિત, લોકો વડે નિન્દા કરવા લાયક આચારવાળે, પારકાની કહેલી મહેનત-મજૂરી કરનારે સેવક હું તિરસ્કાર કરવા લાયક છું. પિતાની ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરી શકનારો અર્થાત્ પરાધીન, દુઃખમાં એકાગ્ર કરેલ મનવાળે, સેવકની આજીવિકા કરનાર એવા મારા કરતાં ખરેખર કૂતરાનું સ્વાધીન જીવન વધારે સારું છે. પારકાને ત્યાંથી આહાર મેળવનાર શ્વાન ઈચ્છા પ્રમાણે પોતે સ્વાધીન રહી શકે છે, જ્યારે દેહને વિક્રય કરનાર સેવક કાયમ માટે પરાધીન હોય છે. રાજાએ આપેલ આજ્ઞાને અમલ કરનાર, પાપમાં રક્ત બનેલ સેવકને લોકમાં કઈ પણ નિન્દ્રિત કર્મ અકરણીય હોઈ શકતું નથી. રાજા અને સેવક બંનેમાં પુરુષપણું સમાન હોવા છતાં જે સ્વામી આજ્ઞા કરે છે અને સેવકને આજ્ઞા ઉઠાવવી પડે છે, તે ધર્મઅધર્મનું પ્રત્યક્ષ ફલ દેખાય છે. જે પુરુષ ઈન્દ્રિયોમાં આસક્ત બની અકાર્યનું સેવન કરે છે, તે ધિક્કારવા ગ્ય છે. આવું સેવકપણું કરે છે, પરંતુ સુખ આપનાર ધર્મનું સેવન કરતો નથી.” આ અને એવા બીજા વિલાપ કરીને સેનાપતિ સીતાને તે રણમાં મૂકીને સાકેતપુરી તરફ ચાલે.
તે જંગલમાં એકાકી બિચારી સીતા મૂચ્છ પામી, વળી ભાન આવ્યું, ત્યારે અત્યન્ત દુઃખ પામેલી તે રુદન કરવા લાગી. વળી પિતાનાં પૂર્વનાં પાપકર્મને નિન્દતી સ્વભાવથી મુક્ત રુદન કરવા લાગી. હે પદ્મ! હે નરોત્તમ! દુઃખીઓ તરફ વાત્સલ્ય કરનાર ! એવા હે ગુણસમૂહવાળા ! હે સ્વામિ ! ભયના ઉપદ્રવવાળી આ અટવીમાં મને દર્શન કેમ આપતા નથી? હે મહાયશ! આ વિષયમાં આપનો અ૯૫ પણ દોષ નથી; હે સ્વામિ ! પૂર્વે કરેલાં અતિભયંકર એવાં મહાપાપકર્મને જ દોષ છે. અનુભવવા ગ્ય પાપકર્મને જ્યારે જીવને ઉદય થાય છે, તેમાં પિતા, પતિ કે બાન્ધવજને કેવી રીતે તેને પ્રતિકાર કરી શકે ? નક્કી પૂર્વભવમાં કેઈના અવર્ણ વાદ-નિન્દા કરવા રૂપ લોકમાં ખોટી પ્રવૃત્તિ કરેલી હોવી જોઈએ, જેથી કરીને ઘેર મહાઅટીમાં રહેવાનું મહાદુઃખ મને આવી પડયું છે. અથવા તે અન્ય જન્મમાં તો ગ્રહણ કરી મેં ભાંગી નાખ્યા હશે, તે કર્મના ઉદયથી આ અતિદારુણ દુઃખ મને ઉત્પન્ન થયું છે. અથવા તો પદ્ધસરોવરમાં રહેલ અત્યન્ત પ્રીતિવાળા ચક્રવાક પક્ષીનાં યુગલને પાપી એવી મેં ભેદી નાખ્યું હશે, નક્કી આ તેનું ફળ મળેલું હોવું જોઈએ. અથવા તે શું કમલખંડમાં પૂર્વે અતિનિય બની મેં હંસયુગલને વિયેગ કરાવ્યો હશે? તો તેનું ફલ મારે ભોગવવું જ પડે. અથવા તે પાપિણું એવી મેં પૂર્વભવમાં સાધુઓની દુર્ગછા કરી હશે, તે તેના સરખું મહાદુઃખ અહિં મારે ભોગવવું જ જોઈએ. જ્યારે હું ભવનમાં રહેતી હતી, ત્યારે સમગ્ર પરિવારથી સુખેથી સેવા કરાતી હતી, તેની તે જ હું અત્યારે શ્વાપદની પ્રચુરતાવાળા ભયંકર અરણ્યમાં એકલી અટવાઈ રહેલી છું.
વિવિધ રત્નના ઉદ્યોતવાળા, સેંકડો વચ્ચેથી આચ્છાદિત શયનમાં સુખેથી સુતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org