________________
[૪] સીતા-નિર્વાસન
: ૩૯૩ :
હલવાળું અરણ્ય સીતા દેખતી હતી. કેઈક જગો પર વાંસનાં જાળાં ઘસાવાના કારણે ઉત્પન્ન થએલા અગ્નિની વાળા પ્રસાર પામેલું, ધગ ધગ કરતું અને ક્યાંઈક કઠેર પવન અથડાવાના કારણે કડ કડ શબ્દ કરતા ભાંગી ગએલા વૃક્ષગહનવાળું. ક્યાંઈક કિરિ, કયાંઈક હિરિ, કયાંઈક છિરિ એવા રી છોના અતિભયંકર શબ્દ સાંભળીને સર્વ પ્રાણીઓ ભયભીત થતા હતા. તેવા પ્રકારના વિવિધ વિનિયેગવાળા અરણ્યને જોતી જોતી રથમાં બેઠેલી સીતા જઈ રહેલી હતી, ત્યારે અતિમધુર શબ્દ સાંભળે.
સીતાએ કૃતાન્તવદનને પૂછયું કે, “શું આ તે રઘુનન્દનનું સરોવર છે કે?’ ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “આ તો ગંગાના પ્રવાહને ખળખળાટ સંભળાય છે.” એટલામાં તો સીતાએ નિર્મળ જળ-પૂર્ણ અને બંને કાંઠા ઉપર પુષ્પોથી ખીલેલા વૃક્ષ, તેમ જ ખરી પડેલાં પુત્રપોથી અર્ચિત તરંગોવાળી ગંગાનદી દેખી. તે કેવી છે? અનેક જળજન્તુ ગ્રાહ, ઝસ, મગર, કાચબા, માના ટકરાવાથી ઉછળતા વિશાળ કલોલવાળી, કલ્લોલ અને પરવાળાના વેલા પરસ્પર અફળાવા યોગે ઉત્પન્ન થએલા ફીણોની પ્રચુરતાવાળી, ઉત્તમ કમળનાં કેસરા તેમજ નલિની-કમળમાં આસક્ત બનેલા મધુકર-ભ્રમરોના મધુર ગુંજારવના શબ્દના બાનાથી સંગીત કરતી, સંગીતના શબ્દને શ્રવણ કરવા આવેલા સારંગ જાતિનાં હરણો જેના બંને કિનારે બેઠેલા છે, બંને કિનારા ઉપર હંસ, સારસ, ચકવાક વગેરે પક્ષીઓનાં કુલ જ્યાં અનેક પ્રકારની ક્રીડા કરી રહેલાં છે, પક્ષીઓનાં કુલોએ ઉત્પન્ન કરેલા કલરવથી વ્યાકુલ બનેલા છે, હાથીઓનાં ટોળાંઓ જેમાં, હાથીઓનાં ટોળાંઓએ ખેંચી કાઢેલા છે ઉંચા-નીચા જાડા-પાતળા કમળના સમૂહો જેમાંથી, એકઠા થએલા જળથી પૂરેલા છે, ઝરણાના વહેતા પ્રવાહોના શબ્દો જેમાં, આવા પ્રકારની ગુણયુક્ત ગંગાનદીને જોતી જોતી સીતાને અશ્વોએ રથસહિત સામે કિનારે પહોંચાડી.
હવે કૃતાન્તવદન સેનાપતિ ધીર હોવા છતાં, અત્યારે કાયર બની ગયો. રથને થોભાવીને ઉંચેથી મુક્ત રુદન કરવા લાગ્યો. સીતાએ તેને કહ્યું કે, “કોઈ પણ કારણ વગર તું રુદન શા માટે કરે છે?” તેણે પણ સામેથી કહ્યું કે, “હે સ્વામિની ! આપ મારી વાત સાંભળી–ભારેલા અગ્નિ અને ઝેર સમાન દુર્જનની વાતો પ્રભુએ સાંભળીને કલંકથી ભય પામેલા સ્વામીએ ડોહલાના બાનાથી આપને ત્યાગ કર્યો છે. સેનાપતિએ નગરમાં જે લોકવાયકાઓ સાંભળી હતી, તે સર્વે દુઃખના મૂળકારણરૂપ જે બન્યું હતું, તે સર્વ સીતાને કહી સંભળાવ્યું. લક્ષમણે રામને સમજાવવા ઘણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ અપવાદથી અત્યન્ત ભય પામેલા તેમણે પોતાનો દુરાગ્રહ ન છોડો. હે સ્વામિનિ! આ ભયંકર અરણ્યમાં તમને માતા, પિતા, ભાઈ કે લક્ષમણ કોઈનું હવે શરણુ નથી અને મોત તે નક્કી નિર્માણ થએલું જ છે.” વાઘાત સરખા આ વચનને સાંભળીને જાણે માથામાં વજન પ્રહાર વાગ્યો હોય, તેમ રથમાંથી ઉતરેલી તે એકદમ મૂચ્છ પામી. મહામુશીબતે ભાન આવ્યું. સ્વસ્થ થઈ, ત્યારે સીતાએ સેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org