________________
[૯૪] સીતા-નિર્વાસન
: ૩૯૧ ?
બાળી રહેલ છે? બુદ્ધિવાળા રામે મધુર વચનેથી લોકોને શિક્ષા કરવા તૈયાર થએલા લક્ષમણને આશ્વાસન આપી ઠડે પાડ્યો. “ઈવાકુકુળમાં ઉત્પન્ન થએલા ઋષભ અને ભરતની ઉપમાવાળા ઘણું રાજાઓએ લવણસમુદ્રના છેડા સુધીની પૃથ્વીને ભોગવટ કર્યો. આદિત્યયશ વગેરે રાજાઓ કે, જેમણે રણમાં કદાપિ પીઠ બતાવી નથી, તેમના વિસ્તૃત બલ અને યશથી આ ત્રણે ભુવન અલંકૃત થએલાં છે. આપણા આ ચન્દ્રના કિરણ સરખા ઉજજવલ અને ત્રણ લેકમાં વિખ્યાત ઈક્ષવાકુવંશને હે લક્ષમણ! મારી પત્નીએ અપયશના કલંકથી કલંકિત કર્યો છે. માટે તે લક્ષ્મણ! કાલક્ષેપ કર્યો વગર એ કઈ પણ તું ઉપાય કર કે, સતાના અપવાદના કારણે મને દેષ ન લાગે, અગર લોકે મારી નિન્દા ન કરે. જો કે, સીતા શીલસંપન્ન નિર્દોષ છે અને તેને ત્યાગ કરીશ, તે પણ અપકીતિના મલથી મારો જીવ કલંકિત થાય, તેમ એક ક્ષણ પણ ઈચ્છા રાખતા નથી.” ત્યારે લક્ષ્મણ કહેવા લાગ્યા કે –
“હે નરપતિ! આમ દુઃખી ન થાવ, દુર્જનનાં વચનથી તમે અત્યારે એકદમ મહાસતી સીતાને ત્યાગ ન કરે. જગતના લોકે તે કુટિલ સ્વભાવવાળા, પારકા દેષ ગ્રહણ કરવામાં જ સંતોષ માનનારા, સરળ-સીધા મનુષ્યની ઈર્ષ્યા કરનારા, દુઃખે કરીને હદય ગ્રહણ કરી શકાય તેવા કઠણ હૈયાવાળા અને અત્યન્ત પ્રદુષ્ટ હોય છે.' ત્યારે રામે લક્ષમણને કહ્યું કે, “તું કહે છે, તેમ જ છે, પરંતુ લોકની વિરુદ્ધ થઈ હું અપયશના કલંકને વહરવા તૈયાર નથી. આ લોકમાં ચાહે તેવું મોટું રાજ્ય મળ્યું હેય, તેના જીવિતથી અહિં ક લાભ કે, જેને અપયશરૂપી તાપ ત્રણે ભુવનમાં ભ્રમણ કરતે હોય? ભય પામેલાના ભયનું જે નિવારણ કરતો નથી, તેના ભુજાના અલથી શું લાભ? જેણે પિતાના આત્માને ન જા, તેના જ્ઞાનથી તેને શું લાભ? માટે લોકાપવાદની વાત દૂર રાખે, અહિં મારે જ દેષ નક્કી થયું છે કે, પરપુરુષે હરણ કરેલી સીતાને મેં મારા ઘરમાં આણી. પદ્મઉદ્યાનમાં રહેલી અને રાવણથી પ્રાર્થના પામેલી સીતાએ તેનું વચન સ્વીકારેલું હોવું જ જોઈએ.” સીતાને વનમાં ત્યાગ કરવાની આજ્ઞા
આ પ્રમાણે વ્યાકુલમનવાળા રામે કૃતાન્તવદન નામના સેનાપતિને આજ્ઞા કરી કે, ગર્ભવાળી સીતાને અરણ્યમાં લઈ જઈને તેને ત્યાગ કર.” રામે આ પ્રમાણે આજ્ઞા કરી, ત્યારે પ્રણામ કરવા પૂર્વક લમણે રામને કહ્યું કે, “હે દેવ ! જનકપુત્રીને તમારે આ પ્રમાણે ત્યાગ કરવી ઉચિત નથી. પરપુરુષને દેખવો એ કઈ યુવતીનો દોષ નથી. હે નાથ ! હવે તમે પ્રસન્ન થાય અને આવા કદાગ્રહનો ત્યાગ કરે.” રામે નાનાબંધુ લક્ષ્મણને કહ્યું કે, “હવે તારે મારી સમક્ષ કંઈ પણ વધારે વચન ન બોલવું, કલંકના ભયથી નક્કી હું સીતાનો ત્યાગ કરીશ જ. મોટાબધુને નિશ્ચય જાણીને લક્ષ્મણ પિતાના ભવને ગયા અને ત્યાર પછી કૃતાન્તવદન રથમાં આરૂઢ થઈને ત્યાં આવી પહોંચ્યો. હથિયાર સજી અને કવચ પહેરીને જતા સેનાપતિને દેખીને લોકે બોલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org