________________
પહેમચરિય-પદ્મચરિત્ર
સીતાના અપવાદનું દુર્વિષહ કારણ ઉત્પન્ન થયું. જેના માટે અરણ્યમાં વિરહનું ભયંકર દુઃખ અનુભવ્યું, કુલના ચન્દ્ર સરખી ઉજજવલ સીતા આજે મને અપયશના મલથી મલિન કરનારી નિવડી. જેના કારણે યુદ્ધમાં રાક્ષસાધિપ રાવણને મારી નાખે, તે જ સીતા આજે મારા દર્પણ સરખા નિર્મળ યશને અપયશથી મલિન કરનારી બની. લકે જે બોલે છે, તે યુક્તિયુક્ત બેલે છે કે, બીજા પુરુષે પોતાના ઘરે લઈ જઈને રાખી, તેને ફરી મેં મદનમાં મૂઢ બનીને અહીં આવ્યું. એ મારા સરખા મહારાજા માટે ઉચિત ન ગણાય. અથવા સ્વભાવથી કુટિલ યુવતીઓનાં ચરિત્રે જાણવા કોણ સમર્થ બની શકે છે? જેના દેહમાં કામે નિવાસ કર્યો છે, તેવી સ્ત્રીઓને દોષની ખાણ ગણેલી છે. દુશ્ચરિત્રોનું મૂલ હોય તો આ સ્ત્રીઓ જ છે, વિશાળ નરકની વાટડી છે, મેક્ષની સાધનામાં વિદન કરનારી છે, માટે હંમેશાં આ નારી જેવા યોગ્ય ગણેલી છે. તે ઉત્તમ પુરુષે ખરેખર ધન્ય છે કે, જેઓ પોતાની યુવતીઓને વેચ્છાએ ત્યાગ કરીને પ્રત્રજિત થયા અને મહાવ્રત અંગીકાર કર્યો, તેમ જ નિરુપદ્રવ શાશ્વત અનુત્તર સ્થાન પ્રાપ્ત કર્યું. આ અને તેવા પ્રકારના બીજા અનેક વિચાર કરતા રામ આસનમાં, શયનમાં, કે ઉત્તમ ભવનમાં કયાં ય વૃતિ ધારણ કરી શકતા નથી. નેહ અને કલંકના ભયયુક્ત માનસવાળા રામ એવી દ્વિધા વેદના અનુભવવા લાગ્યા. ધીર અને વિમલ ચિત્તવાળા રામને સીતા-નિમિત્તે તત્ર દુઃખાવેદન થયું. (૩૯)
પચરિત વિષે લેકેની ચિન્તા' નામના ત્રણમા પર્વને ગૂજરાનુવાદ
પૂર્ણ થયે[૩]
[૪] સીતા-નિર્વાસન
હવે લોકોની વાત સાંભળીને મનમાં આ વાત ઘોળતા લોકોના અપવાદથી ભય પામેલા રામે લક્ષમણને બોલાવવા માટે પ્રતિહારીને મોકલ્યા. પ્રતિહારીથી બેલાવાએલ લક્ષમણ રામની પાસે આવીને નમસ્કાર કરીને બહુનજીકના ભૂમિભાગમાં બેસી ગયા. બીજા પણ ભૂમિગ્રેચર મનુષ્ય, સુગ્રીવ વગેરે અનેક ખેચરે કુતૂહળથી આવીને યથારોગ્ય આસન પર બેસી ગયા. કેટલીક વાતો કર્યા પછી ક્ષણુન્તરે રામે વાસુદેવને કહ્યું કે, “નગરના લોકો સીતા સંબધી ઉત્પન્ન થએલા અપવાદની વાત કરે છે.” રામની આ વાત સાંભળીને ગુસ્સામાં આવેલા લમણે કહ્યું કે, “આમ બેલનારની જીભ હું ક્ષણવારમાં કાપી નાખીશ અને પૃથ્વીને મિથ્યા કરીશ. મેરુની ચૂલિકા માફક શીલ ધારણ કરનારી સીતા નિષ્કપા છે, નિધૃણ લોક નિન્દારૂપી અગ્નિથી તેને કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org