________________
: ૩૯૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
લાગ્યા કે, “આજે કેઈને માટે અપરાધ થએલો જણાય છે. ક્ષણવારમાં રામ પાસે આવીને પગમાં પડીને રામને વિનંતિ કરવા લાગ્યું કે, “હે સ્વામિ! આપના હૃદયમાં જે આજ્ઞા હોય, તે આપ જણાવે.” ત્યારે રામે સેનાપતિને કહ્યું કે, “સીતાને દેહલાની અભિલાષા થઈ હોવાથી તેને સમેતપર્વત વગેરે ઘણાં જિનમન્દિરનાં દર્શન કરાવજે અને ત્યાર પછી સિંહની ગર્જનાવાળા ઘણા ફાડી ખાનારા માંસાહારી પ્રાણીઓથી ભરપૂર અતિભયંકર અટવીમાં સીતાને ત્યાં ત્યાગ કરીને ફરી જદી પાછો ચાલ્યો આવજે.”
- “હે સ્વામિ! જેવી આપની આજ્ઞા.” એમ કહીને શીવ્ર ત્યાંથી નીકળે અને સીતા પાસે પહોંચીને વિનય કરતા કૃતાન્તવદને સીતાને કહ્યું કે, “હે સ્વામિનિ! આપ જલ્દી ઉઠે અને રથમાં બેસે. આ પૃથ્વીતલ વિષે જે કઈ લોકપૂજ્ય જિનવરભવન હોય, તેને સારાં કપડાં પહેરી વન્દન કરે.” આ પ્રમાણે સેનાપતિવડે કહેવાએલી સીતા તુષ્ટ બની અને સિદ્ધ ભગવતોને નમસ્કાર કરીને રથમાં આરૂઢ થઈ નિપુણ્યક મારાથી પ્રમાદયેગે જે કંઈ પણ અગ્ય વર્તન થઈ ગયું હોય, તેને જિનવર-ભવનમાં રહેલા છે સમગ્ર અધિષ્ઠાયક દેમને ક્ષમા આપજે. સમગ્ર પરિવાર સખીવર્ગને કહીને નીકળી અને જણાવ્યું કે, “જિનમન્દિરનાં દર્શન-વંદન કરીને તરત પાછી ફરીને આવું છું.” આ સમયે કૃતાન્તવદને હંકારેલ ચાર ઘોડાથી જોડાએલે, મન અને પવનના વેગ સરખા રથ શીઘ્રગતિથી ચાલવા લાગ્યા. દરમ્યાન સીતાએ પોતાના જમણા પડખે સૂકાએલા વૃક્ષ પર બેઠેલ હાનિ-કારક પોતાની પક્ષાવલિને ધૂણાવતે અને “કા કા” એવા કર્કશ અવાજ કરતા કાગડાને જોયે. વળી સૂર્યની સન્મુખ થઈને, છૂટા પડેલા કેશવાળી ઘણે વિલાપ કરતી કેાઈ અપશકુનીયાળ સ્ત્રી તથા બીજાં પણ ઘણાં દુનિમિત્તે તેના જેવામાં આવ્યાં. આંખના પલકારા જેટલા સમયમાં તે પવન સરખા વેગવાળા રથે એક જન માગ વટાવી નાખ્યો. સીતા આંખ ઉઘાડીને પૃથ્વી તરફ નજર કરે છે, તે અનેક માંસાહારી શ્વાપદેથી વ્યાપ્ત ભયંકર અટવી દેખાવા લાગી. એ પ્રમાણે જ્યાં આગળ વધતી જાય છે, તે જળથી પૂર્ણ નિરણાંઓ, તેમ જ ઉત્તમ કમળ અને પુષ્પોથી આચ્છાદિત થએલાં સરવરે જોવામાં આવ્યાં.
કઈક સ્થળે રાત્રિના અંધકાર સમાન વૃક્ષોનાં ગહન વને, કેઈક જગાએ રણ રણ શબ્દ કરતાં વૃક્ષરહિત ઉખર અરણ્યને સીતા દેખતી હતી. ક્યાંઈક દાવાનળથી બળી ગએલા અને ધૂમાડાથી મલિન શ્યામ અરણ્ય, તે કેઈક સ્થળે લીલાં છમ વૃક્ષોનાં વન અને પવનથી ડેલતા પત્રવાળા વૃક્ષો દેખાતાં હતાં. જ્યાંઈક વિવિધ પ્રકારના પક્ષીઓ એકઠા મળીને કિલકિલાટ કરતા કીડા કરતા હતા, તે ક્યાંઈક સિંહના ભયથી જલદી ચપળગતિ કરતા હાથીનાં ટેળાં પલાયન થતાં હતાં. કેઈક સ્થળે પાડાઓએ પિતાનાં અંગો ઘસીને અંકિત કરેલા સ્થળવાળું, કયાંઈક ડુહ ડુહ શબ્દ કરતા નદીના પ્રવાહવાળું, કયાંઈક ભીલોની પ્રચુરતાવાળું, તે ક્યાંઈક છુ છુ એવા મોટા શબ્દના કેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org