________________
[૨] જિનપૂજાનો દેહલે
: ૩૮૭ :
પરદેશ ગએલ પતિવાળી સ્ત્રીને ભય દેતે, વસન્તઋતુરૂપ સિંહ આવી પહોંચે. નન્દનવન સરખું મહેન્દ્રોદક ઉદ્યાન શોભતું હતું. તે કેવું હતું? કોયલના મુખર મધુર શબ્દ ગાતું, ભ્રમરોના ગુમગુમન્ત થતા ઝંકાર શબ્દવાળું, પુષ્પરજથી સમગ્ર દિશાચકને પીળાવણુંવાળું કરતું, વિવિધ પ્રકારના વિકસિત વૃક્ષેથી આચ્છાદિત, શ્રેષ્ઠ પુપે ઉગવાના કારણે તેનાથી અર્ચિત, ફલેથી સમૃદ્ધ, મહેન્દ્રોદક ઉદ્યાન શેભી રહ્યું હતું.
આવા વસંતસમયમાં પ્રથમ ગર્ભોત્પત્તિ થવાના કારણે સીતા મંદ ઉત્સાહવાળી અને વધારે પડતા દુબળા દેહવાળી થઈ. ત્યારે રામે સીતાને પૂછયું કે, “હે પ્રિયે ! તારા હૃદયમાં કઈ ચિન્તા પેઠી છે? દેહલો થવા સમયે જે કોઈ પણ તને અભિલાષા થાય, તે હું તને સંપાદન કરાવીશ.” તો સ્મરણ કરીને સીતા કહેવા લાગી કે,
હે નાથ ! તમારી કૃપાથી હું ઘણું જિનાલયમાં પ્રભુનાં દર્શન-વન્દન કરવાની અભિલાષા રાખું છું.” તેનું વચન સાંભળીને ત્યાં રહેલી પ્રતિહારીને આજ્ઞા કરી કે, “ઉત્કૃષ્ટ વિનય પૂર્વક દરેક જિનમંદિરોમાં શોભા કરાવો.” સેવે નગરલોકે ત્યાં શ્રેષ્ઠ મહેન્દ્રોદક ઉદ્યાનમાં જિનાલયમાં જઈને પોતાના વૈભવનુસાર પ્રભુની પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે આજ્ઞા પામેલી પ્રતિહારિણી સેવકોને હસતી હસતી આજ્ઞા આપવા લાગી અને તે સેવકેએ પણ તેની આજ્ઞા ઉઠાવી લીધી. તે નગરીમાં પણ સ્વામીની આજ્ઞાની ઉષણા કરાવવામાં આવી. તે સાંભળીને સર્વ નગરલોકે પણ પૂજા કરવામાં તત્પર બન્યા. ત્યાર પછી લોકોએ જિનભવનોમાંથી કચરો-પુજે કાઢી સફાઈવાળાં બનાવી, રંગને લેપ કરાવી, વજા, તારણે બંધાવી શ્રેષકમલથી ભૂમિતલનું અર્ચન કરાવ્યું. જિન ભવનના દ્વારભાગમાં રત્નમય પૂર્ણ કળશ સ્થાપન કરાવ્યા. શ્રેષ્ઠ ચિત્રામણોવાળાં ઘણાં પાટીયાં લટકાવ્યાં. મોટી દવાઓ ઉંચે ફરકાવી, વિવિધ પ્રકારના વસ્ત્રના મંડપ રચાવ્યા, લટકતા મોતીની માળાઓ, તથા શોભામાં વધારે કરનાર વર્તુલાકાર ઝુમર વગેરે લટકાવ્યા. અષ્ટાપદ પર્વત સરખા ઉંચા શિખરવાળા સર્વ જિનાલયોમાં, જળમાં અને જમીન પર ઉગેલાં વિવિધ પ્રકારનાં પુષ્પો વડે પ્રભુની મહાપૂજા કરાવી. મેઘ સરખા નિર્દોષવાળાં ઘણા પ્રકારનાં વાજિંત્રો વગડાવ્યાં. ગબ્ધએ વિવિધ પ્રકારનાં મધુર શાસ્ત્રીય સંગીત ગાવાનું આરંભ્ય. સમગ્ર ઉદ્યાન નન્દનવન સમાન શેભિત કર્યું – એટલે ઋદ્ધિસંપન્ન ઈન્દ્રમહારાજા સરખા રામે સમગ્ર યુવતી–પરિવાર સાથે જિનભવનમાં પ્રવેશ કર્યો.
નારાયણ લક્ષમણ પણ પોતાની પત્નીઓ અને પરિવાર સહિત સંગીતના મંગલગીત ગવાતા શ્રેષ્ઠ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. દેવતાઓ જેમ ભદ્રશાલવનમાં નિવાસ કરે, તેમ સમગ્ર પરિવાર–સહિત રામ અને લક્ષમણે ત્યાં પડાવ નાખે. સીતા-સહિત રામ જિનવરભવનોમાં રહેલા પ્રભુને વન્દન કરીને શબ્દ, રસ, રૂપ, ગ આદિવાળાં વિષયસુખ દેવાની જેમ ભોગવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org