________________
: ૩૮૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
વિરલ મનુષ્ય જ જિનધર્મ ગ્રહણ કરનારા થશે. કુધર્મવાળા પાખંડિઓ અને ઉત્પાત,
ગ, અગ્નિ, જળ આદિના ઉપદ્રવો અનેક થશે, ગામે મસાણ સરખાં અને નગરે પ્રેતલોક સમાન થશે. રાજાઓ ચાર સરખા અને મનુષ્ય કષાયની ઉગ્રતાવાળા થશે, વળી લેક મિથ્યાત્વાહિત મતિવાળા અને સાધુઓની નિન્દા કરવામાં વિશેષ તત્પર બનશે. જે અપ્રશસ્ત હશે, તેને સુપ્રશસ્ત માનનારા થશે, વળી ભારેકમ સંયમ-શીલ-રહિત એવા નરકમાં પડશે. મૂઢ અને ધર્મના અજાણ સારા સંયમી સાધુને તિરસ્કાર કરશે અને મૂઢ અજ્ઞાની અસંયમશીલને દાન આપનારા થશે. શિલાપટ્ટ વિષે વાવેલું બીજ વૃદ્ધિ પામતું નથી, તેમ તેવાને આપેલું દાન પુણ્યકર્મની વૃદ્ધિ કરનાર થતું નથી. દેશે ઉગ્ર કષાયોની બહુલતાવાળા તેમ જ નિન્દનીય આચારવાળા થશે. મૂઢ એવા લોકે નિરતર હિંસા, જૂઠ, ચોરી કરનારા થશે. વ્રત, નિયમ, શીલ, સંયમ-રહિત અનાય લિંગ ધારી તેમજ વિવિધ કુપાખંડિઓ શા લોકોને ઠગનારા નીવડશે. લોકો ધન, રત્ન, દ્રવ્ય-રહિત તેમજ પિતા, માતા, બધુ, ભગિની આદિના સ્નેહરહિત થશે. આ દુષમા કાળના પ્રભાવથી ઘણા લોકો કુપાખંડ-ધર્મને માનનારા થશે. હે શત્રુદન ! આ પ્રમાણે દુષમાદિ કાળના ભાવ સમજીને જિનધર્મમાં રક્ત બની શક્તિ અનુસાર આત્મહિતની સાધના કરો. આજથી માંડીને જેના પિતાના ઘરમાં જિનપ્રતિમા નહિં હશે, તેને વાઘણ જેમ મૃગલાને મારી નાખે, તેમ મારી-મરકી ઉપદ્રવ તેને મારી નાખશે. વધારે મોટી નહિં તે છેવટે આઠ અંગુલ-પ્રમાણુ જિનપ્રતિમા જેના ઘરમાં હશે, તેના ઘરમાં મારી ઉપદ્રવ જલદી ચાલ્યા જશે, તેમાં સળેહ નથી. આ પ્રમાણે મુનિએ કહ્યા પછી શ્રેષ્ઠી સહિત શત્રુન રાજકુમારે તે સર્વે મુનિવરને પરમભાવથી વંદન કર્યું.
ધર્મલાભ આપીને તે સાતે મુનિવરે આકાશતલમાં ઉડી ગયા. ચારણલબ્ધિના અતિશયવાળા તે મુનિએ સીતાના ભવન આગળ ઉતર્યા. ભવનના આંગણામાં રહેલા તે મુનિઓને દેખીને પરમશ્રદ્ધાથી સર્વે મુનિવરોને દાન આપવાની વિધિમાં કુશલ એવી સીતાએ પરમાત્રથી પ્રતિલાલ્યા. આશીર્વાદ આપીને ઈચ્છિત દેશમાં મુનિવરે ચાલ્યા ગયા. શત્રુદને પણ નગરમાં જિનેન્દ્રની પ્રતિમાઓની સ્થાપના કરાવી. સુવર્ણ અને રત્નમય એવી સાતે મુનિવરોની પ્રતિમાઓ મથુરાનગરીની ચારે દિશામાં તથા કાણમાં કેતરાવેલી જગે જગો પર સ્થાપન કરાવી. આખા દેશ સહિત નગરી સર્વ પ્રકારે આશ્વાસન પામી અને નિર્ભય બની. ધન, ધાન્ય અને રત્નપૂર્ણ મથુરાનગરી અમરાપુરી સરખી બની. મથુરાનગરી ત્રણ જન લાંબી, કંઈક અધિક નવજન ઘેરાવાવાળી, ભવને, ઉપવને અને જળાશયેથી શોભતી હતી. ત્યાં રહેનારા કુટુમ્બીઓ રાજા સરખા, રાજા કુબેર સરખા અને મનુષ્ય ધર્મ, અર્થ અને કામના અબાધિત પુરુષાર્થ કરનારા અને વિશેષપણે જિનશાસનની પ્રભાવના આદિ કાર્યો કરવા તત્પર બન્યા. આ પ્રમાણે મથુરાપુરી નગરીનું આશ્વર્ય અને ઋદ્ધિસંપન્ન અનુપમ ગુણવાળું રાજ્ય શત્રુ% ઈચ્છા પ્રમાણે ભેગવવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org