________________
[૯] મથુરાનગરીની નિરુપદ્રવતા
: ૩૮૧ : વાર્તાલાપ ચાલતું હતું, તે દરમ્યાન અદત્ત શ્રાવક ત્યાં આવ્યું અને યુતિમુનિએ કહેલા તે મુનિવરના ગુણોનું કીર્તન સાંભળવા લાગ્યું કે, મથુરામાં ચાતુર્માસ કાળ રહેલા મોટા ગુણવાળા લબ્ધિયુક્ત ચારણશ્રમણે આજે અહિં આવ્યા હતા, ધીર એવા તે સાતે મુનિવરોને મેં વન્દના કરી તેને પ્રભાવ જાણીને શ્રાવક વિષાદ મનવાળો થ, પિતાના સ્વભાવને નિન્દ પશ્ચાત્તાપથી બળવા લાગે. મૂઢ હું સમ્યગ્દર્શનરહિત થયે, ધિક્કારવા યોગ્ય બન્ય, ધર્મ અને અધર્મને ભેદ સમજ્યા વગરને મારા સરખો કે મિથ્યાત્વી નથી. ઉભા થઈને તે મુનિવરને મેં વન્દના ન કરી, તે સમયે મેં વિધિપૂર્વક મુનિવરોને ન પ્રતિલાલ્યા, તે કારણે મારું મન આજે ઘણું બળે છે. “સાધુનું રૂપ દેખીને તરત જે મનુષ્ય પિતાનું આસન છોડતો નથી અર્થાત ઉભો થઈ આવકારતો નથી અને ગુરુની જે અવજ્ઞા કરે છે, તે મિથ્યાત્વી સમજો.” મારા સ્વભાવ અનુસાર જ્યાં સુધી તે સર્વે સુસાધુઓને ત્યાં જઈને વન્દન નહિં કરીશ, ત્યાં સુધી આ મારું દુર્ભાગી હૃદય સંતાપ પામ્યા કરશે.
તે સાધુઓનાં દર્શન માટે ઉત્કંઠિત મનવાળે કાર્તિકી પૂર્ણિમા નજીક આવેલી જાણીને કુબેર સરખી સમૃદ્ધિવાળે તે શ્રાવક જિનવન્દન માટે ચાલી નીકળ્યો. રથ, હાથી, ઘોડા, તેમ જ પગે ચાલનારા સેંકડે પરિવાર–સહિત કાર્તિક શુક્લા સપ્તમીના દિવસે સાત મુનિઓના ચરણ નજીક પહોંચી ગયે. ઉત્તમ સમ્યકત્વવાળા તે શ્રાવક મુનિઓને વંદન-વિધિ કરીને તે પ્રદેશમાં પુપિવાળી મહાપૂજા રચાવી. નાટક, નૃત્ય, છત્ર, ચામર આદિ સહિત મંગલગીત-ગાન કરીને સાત મુનિના આશ્રમ સ્થાનને સ્વર્ગ સરખું મહર સ્થાન બનાવ્યું. મુનિવરેને આ વૃત્તાન્ત સાંભળીને શત્રુદનકુમાર પણ માતા અને પરિવાર સહિત મથુરા પહોંચી ગયે. સાધુઓને વન્દન કરીને ત્યાં જ કુમારે પડાવ નાખે. પડહા, ઢેલ, મૃદંગના શબ્દ સહિત વિપુલ પૂજા કરી. ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું, ત્યારે શત્રુન રાજકુમારે સાધુઓને વિનતિ કરી કે, મારા ઉપર અત્યન્ત કૃપા કરીને મારા ઘરે ભિક્ષા ગ્રહણ કરવા પધારે. રત્નાધિક મુનિવરે કહ્યું કે, “હે નરપતિ! નિમલ સંયમ અને શીલધારી મુનિવરને સાધુ માટે કરેલો, કરાવેલે આહાર ક૫તો નથી, સાધુના માટે નહિં કરેલે, નહિ કરાવેલે, કે મનથી નહિ અનુદેલે આહાર ધર્મધુરા વહન કરતા શ્રમણોને કપે છે. ત્યારે શત્રુને કહ્યું કે,
હે ભગવન્ત ! જે મારે ઘરેથી આ૫ ગ્રહણ ન કરશે, તો આ નગરીમાં આપ કેટલો સમય રોકાશે? આપના અહીં આગમન પછી આ નગરીમાંથી રોગ ચાલ્યા ગયા છે અને નગરી સુખ-સમૃદ્ધિ-પૂર્ણ બનેલી છે અને ધાન્ય પણ ઘણું પાડ્યું છે, જેથી દેશ અને નગરી આનંદમાં છે.
હે શ્રેણિક! તે સમયે સ્વભાવ જાણનાર મુનિપુંગવે શત્રુઘને કહ્યું કે, “હે શત્રુઘ! મારું હિતકારી અને પથ્ય વચન સાંભળ; આ ભરતક્ષેત્રમાં નન્દરાજા થઈ ગયા પછી દુઃષમા કાળમાં આ જિનધર્મ ગ્રહણ કરનારાની સંખ્યા ઘણી ઓછી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org