________________
[૮] ભરત-કેકેયીની પ્રવ્રયા
: ૩૯ : અંજલિ મસ્તકે સ્થાપી, ભરતરાજા ઉભા થયા અને મોહરહિત થઈ ભરતે સાધુને પ્રણામ કર્યા. સંસારના ભયથી ઉદ્વેગ પામેલા ભરત તે મુનિવરને વિનતિ કરવા લાગ્યા કે
હે નાથ ! અનેક હજાર એનિસ્વરૂપ સંસારમાં ભ્રમણ કરીને હવે હું કંટાળ્યો છું, મરણરૂપી તરંગથી ઉછળતી સંસાર-નદીમાં તણાઈ રહેલા મને દીક્ષારૂપી હસ્તાવલંબન આપીને હે મુનિવર ! ડૂબતા મને બચાવે. મુનિવર ગુરુવગે આપેલી અનુમતિ પામેલા ભરતે ત્યાં અલંકારને ત્યાગ કર્યો અને સર્વ સંગનો ત્યાગ કરી ધીર એવા તેણે પોતાના કેશને લોન્ચ કર્યો. એક હજારથી અધિક રાજા સહિત ભારત સ્વામીને વ્રત-નિયમ-શીલ-સંયમરૂપ દીક્ષા આપીને મહામુનિ બનાવ્યા. “બહુ સારું કાર્ય કર્યું, સુંદર કયું –એમ શબ્દો કરતા અને ભરત મુનિવરની સ્તુતિ કરતા આકાશમાં રહેલા. દેએ સતત પુષ્પવૃષ્ટિ કરી. સંવેગ પામેલા બીજા નરવૃષભ એ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આ સમયે ભરતને પ્રજિત થએલો સાંભળીને કેકેયી મૂચ્છ પામી. વળી સ્વસ્થ થઈ એટલે પુત્રના વિયેગમાં વાછરડા વગરની ગાય જેમ આંસુ સારતી બાંગરે, તેમ દુખપૂર્ણ કરુણ વિલાપ કરતી આંસુ પાડતી રુદન કરવા લાગી. સર્વ અન્તઃપુર-સહિત રુદન કરતી કેકેયી મહાદેવને રામ અને લક્ષમણે આશ્વાસન આપી શાન્ત કરી. હવે તે ઉત્તમ કેકેયી નારીને તીવ્ર સંવેગ ઉત્પન્ન થયે, પ્રતિબોધ પામી અને બીભત્સ અશુચિ દુર્ગન્ધપૂર્ણ પોતાના શરીરની નિન્દા કરવા લાગી. ત્રણસો સ્ત્રીઓના પરિવાર સહિત કૈકેયી રાણીએ પૃથ્વી સત્યા નામના આર્યાની પાસે દઢ ભાવથી દીક્ષા અંગીકાર કરી અને તે ઉત્તમ સિદ્ધિપદને પામ્યા-આ પ્રમાણે ત્યાં વિવિધ વ્રત અને ઉપવાસ તપ કરવા માટે ઉત્કંઠિત ચિત્તવાળા મહાઉત્સાહ કરનારા સર્વે લોકો થયા અને હમેશાં વિમલ ધર્મ કરવા લાગ્યા. (૧૩)
પદ્મચરિત વિષે ભરત-કેકેયીની દીક્ષા નામના વાશીમા પર્વને અનુવાદ
પૂર્ણ થયો. [૩]
[૮૪] ભરત-નિર્વાણગમન જેને આત્મા પ્રસન્ન થએલો છે, એ તે ગજવર, મુનિ પાસેથી વ્રતો પ્રાપ્ત કરીને ગૃહસ્થ ધર્મમાં તત્પર બનેલે તપ અને સંયમમાં ઉઘુક્ત થયે. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ અર્ધમાસ અને માસના ભાગલાગેટ ઉપવાસ કરીને પારણામાં એક વખત સ્વભાવથી પડી ગએલા પાંદડાથી ભોજન કરતે હતે. સંસારના પરિભ્રમણથી ભય પામેલા, સમ્યકત્વની પરિણતિવાળા, કોમળ-સ્વભાવવાળા આદરપૂર્વક નગરલોકથી પૂજાતે વિચરતે હતો. તેના પારણુ વખતે પ્રસન્ન મનવાળા લોકે રસપૂર્ણ વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org