________________
[૮૬] મધુસુન્દરને વધ
.:૩૭૫ ?
શત્રુદને પણ તેના ઘડાઓને રથથી વિખૂટા કર્યા. ત્યાર પછી મધુરાજા પર્વત સરખા હાથી ઉપર આરૂઢ થયે, એટલે શત્રુદનને હજારે બાણે ફેંકીને તે આવરવા લાગ્યો. શત્રુદને પણ એકદમ તે બાણસમૂહને શેકીને પિતાનાં બાણથી મધુરાજાને સખત રીતે ઘાયલ કર્યો. બંને નયન ઘુમાવીને મનથી ચિત્તવવા લાગ્યો કે, “શૂલ વગરને હું અત્યારે પુણ્યવિહોણા થયો છું, મારું મરણ પણ નજીક આવી પહોંચ્યું છે, જેથી મારું પુણ્ય પણ પરવાયું છે. પુત્રશોકથી ઘવાએલા અંગથી દુર્જય શત્રુને દેખીને મરણ નજીક આવેલું જાણુને મુનિવરે કહેલ વચન યાદ આવ્યું. હવે પ્રતિબંધ પામ્ય, ત્યારે તે કહેવા લાગ્યું કે, “આ અશાશ્વતા સમગ્ર સંસારમાં ઇન્દ્રિયને વશ પડેલા મૂઢ બની મેં ધર્મ ન કર્યો. જન્મેલાનું મૃત્યુ નક્કી થાય જ છે, પુષ્પ સરખું યૌવન અને ઋદ્ધિ ચંચળ છે, વિષમાં આસક્ત બની પ્રમાદથી મેં ત્યારે ધર્મ ન સેવ્યો. ઘરમાં આગ લાગે, ત્યારે કૂવ કે તળાવ ખોદવાને આરંભ કરે, સર્પ ડંખ મારે, ત્યારે ગરુડમંત્રની પૂર્વસેવા અને જાપ કરવા બેસવું–તેના જેવું જ મેં ધર્મ માટે કર્યું. અહીં હવે જ્યારે મારા પ્રાણોને સજોહ છે અને જ્યાં સુધીમાં પ્રાણ ન છોડું, ત્યાં સુધીમાં સૌમ્યમન કરીને દરેક છે સાથે મૈત્રીભાવ રાખીને જિનવચનનું સ્મરણ કરું.
આ જગતમાં પુરુષે હંમેશાં પિતાનું હિત અવશ્ય કરવું જોઈએ. હવે મરણસમય આવી પડેલ હોવાથી મારે જિનવરનું સમરણ કરવું જ જોઈએ. આ અરિહન્ત ભગવતે, સિદ્ધિ પામેલા સિદ્ધ ભગવન્ત, આચાર્યો અને ઉપાધ્યાય ભગવતો, સર્વ સાધુ ભગવાને હંમેશાં મારો નમસ્કાર થાઓ. અરિહનો, સિદ્ધો, સાધુઓ તેમ જ કેવલીએ કહેલો ધર્મ આ ચારે મને હંમેશાં મંગલરૂપ થાઓ. મનુષ્યક્ષેત્રમાં જેટલા અરિહન્ત ભગવતે છે, તેમનું શરણ હું અંગીકાર કરું છું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહનાં હવે હું પચ્ચકખાણ કરું છું. તેમ જ દેહની મમતા તથા ત્રણે પ્રકારે આહાર અને પાણીનાં સર્વથા પચ્ચકખાણ કરું છું. પરમાર્થથી વિચાર કરીએ, તે તૃણમય સંથારે અને નિર્જીવ ભૂમિ એ સંથારે નથી, પરંતુ જેનું હૃદય વિશુદ્ધ હોય, તેને આત્મા જ સંથારે છે. જીવ એકલો જ જન્મે છે, એકલો મોટો થાય છે, પરિભ્રમણ પણ એકલો કરે છે, એટલે જ મરણ પામે છે અને સિદ્ધિ પણ એકલે જ પિતાના પરાક્રમથી પામે છે. જ્ઞાન, દર્શન તેમ જ ચારિત્રની અંદર રમણ કરનારે શાશ્વતો આત્મા છે. આ ત્રણ સિવાય સર્વ વિકારી દુર્ભાને હું સરાવું છું. આ પ્રમાણે હાથી ઉપર બેઠેલો સર્વ સંગને જિંદગી સુધીને ત્યાગ કરીને આયુધથી જર્જરિત થએલા દેહવાળે મધુરાજા પોતાના કેશને લેચ કરવા લાગ્યો. યુદ્ધ જેવા માટે ત્યાં જે કિન્નર વગેરે દે આવેલા હતા, તેઓએ તેના ઉપર પુષ્પોની વૃષ્ટિ વરસાવી. ધર્મધ્યાનના ઉપયોગમાં રહેલો તે મધુરાજા સમાધિપૂર્વક કાલધર્મ પામીને ત્રીજા ક૫માં દિવ્ય અંગ અને કુંડલાદિક આભૂષણોથી અલંકૃત મહાત્મા દેવ થયે-આ પ્રમાણે જે કઈ બુદ્ધિશાળી મનુષ્ય છેલ્લા મરણ સમયે પણ ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org