________________
: ૩૭૬ :
પઉમચરિય-પદ્ધચરિત્ર પરિણામવાળા થાય છે, તે શ્રેષ્ઠ દેવાંગનાઓથી યુક્ત અને તેમનાથી લાલન કરાએલા અંગવાળો વિમલ ધર્મના પ્રભાવવાળો દેવ થાય છે. (૭૩) પદ્મચરિત વિષે “મધુસુદર વધે અને તેની અંતિમ આરાધના” નામના છાશમાં પવને આશ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયો [૬]
[૭] મથુરાના ઉપસર્ગો
હે શ્રેણિક! કેકેયિ પુત્ર શત્રુનના પુણ્ય-પ્રભાવથી તે ફૂલરત્ન અતિ ખેદ પામીને લજજાથી વિલખું પડી ગયું અને તેને પ્રભાવ ચાલ્યા ગયા. પિતાના સ્વામી અમરેન્દ્રનામવાળાની પાસે પહોંચીને ફૂલરને મધુરાજાના મરણના યથાર્થ સમાચાર આપ્યા. મિત્રનું મરણ સાંભળીને ગાઢ ધ અને શેકથી ધમધમેલ અમરેન્દ્ર વેર લેવા માટે મથુરા તરફ ચાલ્યા. એટલે વેણુદારી નામના સુપર્ણ સ્વામીએ તે દેવને જોઈને પૂછયું કે, “કઈ તરફ તમે પ્રયાણારંભ કરી રહ્યા છો ?” ત્યારે અમરેન્ડે કહ્યું-“સંગ્રામમાં મારા મિત્ર મધુને જેણે હણ્યો છે, તેને અને તેના સ્વજનેને હણવા મથુરા તરફ જઈ રહેલ છું. તે શત્રુદ્ધને નક્કી હું મારી નાખીશ. ત્યારે વેણદારી દેવે તેને કહ્યું કે, વિશલ્યા જમેલી છે, તે તે સાંભળી છે કે નહિ ? કાર્યાકાયનો વિચાર કર્યા વગર આવી અભિલાષા કેમ કરી? રાવણે ધરણેન્દ્ર પાસેથી અમેઘવિજયા શક્તિવિદ્યા મેળવી હતી અને જ્યારે રાવણે લમણ ઉપર તે ફેંકી હતી અને તેના શરીરમાં રહેલી હતી, પરતુ વિશલ્યાએ જ્યાં લક્ષમણના શરીરને સ્પર્શ કર્યો, એટલે તેના પુણ્ય-પ્રભાવથી અમેઘ શક્તિને પ્રભાવ ચાલ્યા ગયે.
દે, અસુરે, પિશાચ, ભૂત વગેરેના ઉપદ્રવ ત્યાં સુધી જ હેરાન કરે છે કે, જ્યાં સુધી વિનિશ્ચિત એવા જિનશાસન વિષે દીક્ષા અંગીકાર કરતા નથી. મદ્ય-માંસના નિયમ કરનારને સે હાથની અંદર દુષ્કસ હેરાન કરતા નથી કે, “જ્યાં સુધી શરી૨માં નિયમ-પચ્ચકખાણનો ગુણ હોય. રુદ્ર, કાલાગ્નિ, પ્રિયા સહિત અતિભયંકર ચંડ આ સર્વે વિદ્યાવાળા હતા, છતાં તેઓ વિનાશ પામ્યા છે એમ તે સાંભળ્યું નથી? હે ગરુડેન્દ્ર! હાલ તું આ કાર્ય છેડીને જા, હું તેને શત્રુ તરફનો ભય ઉત્પન્ન કરીને હેરાન-પરેશાન કરીશ.” એમ કહીને ચમરેન્દ્ર મથુરાપુરીમાં પહોંચ્યા, તે ત્યાં આખે દેશ અને લોક મહોત્સવ કરતા અને ક્રીડા કરતા જોવામાં આવ્યા. અમરેન્દ્ર વિચારવા લાગ્યા કે, “આ દેશના પાપી લોકો અકૃતજ્ઞ છે કે, જે દુર્જને પિતાના સ્વામીના મરણ-સમયે શોકરહિત થઈ ક્રીડા કરે છે.” તેના શત્રુની વાત દૂર રહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org