________________
[૮] મધુસુન્દરને વધ
* ૩૭૩ :
સ્નાન-ભોજન વિધિ કર્યા પછી પ્રણામ કરવા પૂર્વક માતાને પૂછવા ગયે. માતાએ પુત્રને દેખીને તેના મસ્તકને ચુંબન કરી સૂછ્યું. માતાએ પુત્રને આશીર્વાદ આપ્યા કે, “હે પુત્ર! યુદ્ધમાં તું શત્રુને જિત અને તું મનગમતા રાજ્યના ભોગ લાંબા કાળ સુધી ભગવના થા. હે પુત્ર! સંગ્રામમાં જય અને યશ મેળવીને તું જ્યારે પાછો આવીશ, ત્યારે તને દેખીને હું જિનેશ્વર ભગવન્તની સુવર્ણકમળોથી પૂજા કરીશ. હે શત્રુ%! ત્રણે લોકમાં મંગલભૂત, સુરે અને અસુરે વડે નમન કરાએલા, ભય વગરના, જેમણે ભવસમૂહને નાશ કર્યો છે–એવા જિનેશ્વરે તને મંગલ આપનારા થાઓ. સંસારને લાંબા કરનાર મહાશત્રુ મોહરાજાને જેમણે જિ છે, એવા તે ત્રણે ભુવનના અપૂર્વ ભાનુસમાન એવા અરિહન્ત ભગવત તને મંગલ આપનારા થાઓ. હે પુત્રક! આઠેય કર્મોથી સર્વથા મુક્ત થએલા, ત્રણે ભુવનના અગ્રસ્થાનમાં રહેનારા, જેઓ કૃતકૃત્ય થયા છે, જેમને હવે કંઈ પણ સાધવાનું રહેતું નથી, એવા સિદ્ધ ભગવન્તો તને મંગલભૂત થાઓ. મેરુપર્વત, સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર, પૃથ્વી, પવન, ધરણી, કમલ, આકાશની ઉપમા સરખા, પોતાના આચારને ધારણ કરનારા આચાર્ય ભગવો મને અને તને મંગલરૂપ થાઓ. હે વત્સ! બાર પ્રકારના તપથી યુક્ત, જેઓ મેક્ષની સાધના કરે છે અને કરાવે છે, તે સાધુ ભગવન્ત તારું દુઃસાધ્ય કાર્ય કરનારા થાઓ.” આ પ્રમાણે આશીર્વાદ પામેલ શત્રુઘ સમગ્ર સેના-પરિવાર–સહિત માતાને નમસ્કાર કરીને હાથી ઉપર આરૂઢ થઈને નગરીમાંથી બહાર નીકળે.
જગડતા અશ્વો પરસ્પર એક-બીજા સાથે અથડાતા અને ઉંચા થતા હાથીઓના ઘટાટોપવાળા, પાયદલ અને રો સહિત એવાં સિને મથુરા તરફ પ્રયાણ કરવા લાગ્યાં. લક્ષ્મણે વજાવ ધનુષ અને અગ્નિમુખવાળાં બાણો અને બીજા પણ શો એકદમ તેને સમર્પણ કર્યા. રામે કૃતાન્તવદન નામના સેનાપતિને આપ્યા, અને લક્ષમણ સાથે શંકિત મનવાળા રામ પાછા ફર્યા. મહાત્મા શત્રુને પણ સમગ્ર બલસહિત પ્રયાણ કર્યું અને ક્રમે કરી મથુરાપુરીથી દૂર નદી કિનારે જલ્દી પડાવ નાખે. પરિશ્રમ રહિત થએલા સર્વે મંત્રીઓ મંત્રણું કરી કેકેયીના પ્રમાદી પુત્ર શત્રુઘને કહેવા લાગ્યા કે,
અમારી એક વાત આપ સાંભળો. જેણે રણમુખમાં અતિવીર્ય અને ગન્ધારરાજાને પરાજિત કર્યા છે, એવા તે મહાત્મા મધુરાજાને બુદ્ધિ વગર તમે કેવી રીતે જિતી શકશે? ત્યારે કૃતાન્તમુખ નામના મંત્રીએ કહ્યું કે, “મધુરાજા હસ્તમાં રહેલા
લયુક્ત હોવા છતાં સંગ્રામમાં શત્રુઘ્ર રાજા તેને પરાજિત કરશે જ–તેમાં સદેહ ન માન. ઉંચા અને ફેલાએલી મોટી શાખાવાળા વૃક્ષને હાથી સૂંઢથી શું ભાંગી નાખતો નથી? ગંડસ્થલમાંથી વહેતા મદવાળા હાથીને સિંહ વિદાર નથી?” હવે મંત્રી વર્ગની આજ્ઞાથી ગુપ્ત સમાચાર લાવનાર ચરપુરુષે મથુરામાં ગયા અને ગુપ્ત સમાચાર મેળવીને ફરી તેઓ સ્વામી પાસે આવી પહોંચ્યા. તેઓ આવીને કહેવા લાગ્યા કે, હે સ્વામી ! અમારી વાત સાંભળે, મથુરાપુરીના પૂર્વ ભાગમાં ઉત્તમ વૃક્ષેથી સમૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org