________________
[૮૫] રામ-લક્ષમણને રાજ્યાભિષેક
': ૩૭૧ :
ધર્મ ધુરા આપણે કેવી રીતે વહન કરી શકીએ ?” આ વચન સાંભળીને વિરાધિએ કહ્યું કે, “હે સ્વામિ! તે ભરતમુનિવરે તે કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું અને શાશ્વત મોક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. ભરતમુનિ નિર્વાણ પામ્યા –એમ સાંભળીને રામ વગેરે સુભટો મુહૂર્તમાત્ર તે અત્યન્ત દુઃખ પામ્યા અને શેક કરતા ત્યાં થેડે સમય ઉભા રહ્યા. રામ ઉભા થયા, એટલે બીજા રાજાઓ પોતાના ઘરે ગયા, ફરી એકઠા થઈ નિર્ણય કરી રામના ભવને ગયા. રામને પ્રણામ કરીને તે રાજાઓ વિનક્તિ કરવા લાગ્યા કે, “હે સ્વામિ! અમારી વિનંતિ સાંભળે કે, રાજ્યાભિષેકને વૈભવ અને પટ્ટબંધને આપ સ્વીકાર કરો.” રામે કહ્યું કે, “હે નરપતિઓ! તમે વૈભવપૂર્વક એકઠા થયા છે, તે હવે લક્ષમણનો જ રાજ્યાભિષેક કરો. જે સત્ત્વગુણ સહિત ઐશ્વર્ય ભગવતે, સમગ્ર પૃથ્વીને નાથ જે મારા ચરણમાં નમન કરે છે, તે પછી અત્યારે શું તે મારું રાજ્ય નથી ?”
આ વચન સાંભળીને સર્વે નરેન્દ્રો લક્ષમણ પાસે જઈને પગમાં પડીને લક્ષ્મણને વિનંતિ કરવા લાગ્યા કે-“વડિલ બધુએ આજ્ઞા આપી છે કે, સમગ્ર પૃથ્વીનું તો પરિપાલન કરો અને તે સ્વામિ ! આપને રાજ્યાભિષેકનો વૈભવ દર્શાવીએ, તે આપ સ્વીકારો.” તરત જ તે વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કાહલ, તલિમા, મૃદંગ વિગેરે ઘણું પ્રકારના વાજિંત્રોના મેઘ સરખા ગંભીર અવાજવાળાં વાજિંત્રો વાગવા લાગ્યાં. વીણા, બંસરી સહિત ગીત, નાટક, નૃત્ય, છત્ર કરનારા તેમજ સંગીત કરનારાઓએ વાજિંત્ર સહિત મંગલગીતો ગાયાં. બન્દીજનો હર્ષપૂર્વક જયકાર શબ્દનો પોકાર કરવા લાગ્યા. તથા જેવા લાયક શેભાઓ કરાવી. ત્યાર પછી સુવર્ણના કળશો તેમજ મહારાજાઓને અભિષેક કરવા લાયક બીજી અનેક મંગલ સામગ્રીઓ અને ઉપકરણો એકઠાં કરીને નરવરેન્દ્રોએ રામ-લક્ષમણને રાજ્યાભિષેક કર્યો. શ્રેષ્ઠ રત્નના હાર, કડાં, કંડલ, મુગુટ, અલંકારોથી અલંકૃત કરેલા શરીરવાળા, ચન્દનથી કરેલા વિલેપનવાળા, સુગધિ પુપની કરેલી-પહેરેલી માળાવાળા રામ અને લક્ષમણને મોટા નરેન્દ્રો બનાવીને સુન્દર મનવાળા નરેન્દ્રો તેમને અભિષેક કરવા લાગ્યા. વળી સીતાને રામની અને વિશલ્યાને લક્ષમણની વલલભા મહાદેવી તરીકે સ્થાપન કરી તેમને પણ પટ્ટરાણી તરીકેને અભિષેક કર્યો કે, જેઓ સમગ્ર જીવલેકમાં અતિશય ગુણોને ધારણ કરનારી છે. હવે સિંહાસન પર બેઠેલા અને બન્દિ દ્વારા જયકારની ઉદઘોષણા કરાતા તેઓ ખેચર નરેન્દ્રોને જુદાં જુદાં રાજ્ય આપવા લાગ્યા. રામે બિભીષણને ક્રમાગત રાક્ષસદ્વીપને સ્વામી બનાવ્યું, સુગ્રીવને સમગ્ર કિષ્કિન્વિનું રાજ્ય આપ્યું, શ્રી પર્વતના શિખર પર રહેલ શ્રીપુર હનુમાનને, પ્રતિસૂર્યને હનુહ (પુર) અને નીલને રિક્ષપુરનું રાજ્ય આપ્યું. ચન્દ્રોદરના પુત્ર વિરાધને પાતાલલંકા આપી, રત્નજીને દેવોપગીત નગરના રાજ્ય પર સ્થાપન કર્યો. વિતાલ્યની દક્ષિણશ્રેણીમાં દેવનગર સમાન વૈભવવાળા રથનૂ પુર નામના નગરમાં ભામંડલ રાજ્ય ભેગવવા લાગ્યા. બાકીના નરેન્દ્રોને પણ પોતપોતાને યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org