________________
પઉમચરિય-પદ્મચરિત્ર
ધન, લેાકા વડે સમૃદ્ધિપૂર્ણ એવા દેશવિશેષાના નરેન્દ્રા રામે મનાવ્યા. આ પ્રમાણે રામે ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલા એવા રાજાઓને રાજ્યશ્રી પમાડ્યા, દેવાની જેવા તે વિમલ પ્રભાવવાળા રાજાએ પણ વિશાલ આજ્ઞશ્વયનું દેવસમાન સુખ ભોગવવા લાગ્યા. (૩૦)
* ૩૭૨ :
?
પદ્મચરિત વિષે - રાજ્યાભિષેક † રાજ્ય વહેચણી નામના પચાશીમા પના ગૂજ રાનુવાદ પૂણ થયા. [૮૫]
[૬] મધુસુન્દરને વધ
હવે શત્રુઘ્નને રામે કહ્યું કે, તારા હૃદયને જે ઇષ્ટ પૃથ્વીની નગરી હાય, તેની માગણી કર, તે રાજ્ય હું તને આપું. કાં તેા આ સાકેતપુર, પાતનપુર નગર કે પાતનવન અથવા બીજા દેશની તું પસંદગી કર, તે દેશ આપું.' ત્યારે શત્રુઘ્ને કહ્યું કે, • હે દેવ ! મને અતિવલ્લભ મથુરા નગરી આપે।’ત્યારે રામે તેને સામે કહ્યું કે, ત્યાં મધુરાજાને તેં સાંભળ્યેા નથી ? હે વત્સ! ત્યાં ઇન્દ્રના સમાન વૈભવવાળા રાવણુને જમાઈ છે, જેને ચમરેન્દ્રે પ્રલયકાળના સૂર્યના તેજ સરખું ફૂલ આપેલુ છે. હજારાને મારી નાખીને ક્રી તે શૂલ તેના હાથમાં હાજર થાય છે. જેને જિતવા માટે મને રાત-દિવસ ચિન્તા થયા કરે છે અને નિદ્રા પણ આવતી નથી. જો, જે સમયે અન્ધકાર સત્ર વ્યાપી ગયા હોય તેા, જેમ પેાતાના તેજથી હજાર કિરણવાળા સૂર્યથી ભવન પ્રકાશિત થાય, તેમ તે શૂળથી રાત્રે પણ ભવનમાં ઉદ્યોત થાય. અતિશય અલ-સમૃદ્ધિવાળા ખેચરા પણ જેને સાધી શકતા નથી, એવું તે દિવ્ય અસ્ત્ર જેના હસ્તમાં રહેલું છે, એવાને તું શી રીતે જિતી શકીશ ?' ત્યારે શત્રુઘ્નકુમારે રામને કહ્યું કે,− હે મહાયશ! આપ સરખાને વધારે કહેવાથી સર્યું. મને એક વખત મથુરા આપા, પછી તેને જિતીને હું ચાસ મથુરાના કખો કરીશ. જો હું સંગ્રામમાં ક્ષણાન્તરમાં મથુરાના રાજાને ન જિતું, તેા પિતા દશરથનું નામ કદાપિ પ્રગટપણે મેલીશ નહિં.’ આ પ્રમાણે ખેલતા શત્રુઘ્નના હાથ પકડીને રામે તેને કહ્યું કે, હું કુમાર ! મને એક દક્ષિણા આપ.’ ત્યારે શત્રુઘ્ને રામને કહ્યું કે, મધુ સાથે સ'ગ્રામની વાત સિવાય હે પ્રભુ! આપ જે કહેશે, તે આપના પગમાં પડીને હું તેને સ્વીકાર કરીશ.' છેવટે રામે લાંબે વિચાર કરીને શત્રુઘ્નને હિત-શિખામણુ આપી કે, ‘તારા આવા દૃઢ આગ્રહ છે, તેા મારી એક વાત સાંભળ કે, તે રાજા જ્યારે પ્રમાદમાં રહેલા હાય અને શૂલરહિત હોય, ત્યારે કપટથી તેને પકડવા, આની તને પ્રાથના કરુ છું. ' ‘ જેવી આપની આજ્ઞા’એમ કહીને શત્રુઘ્ન જિનાલયમાં ગયા. પ્રભુની સારી રીતે પૂજા કરી, સ્તવના કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org