________________
: ૨૯૨ :
પહેમચરિય-પદ્મચરિત્ર
કરવા લાગ્યા. રત્નશ્રવાના પુત્ર કુંભકણે રેષાયમાન થઈને દર્શનાવરણીય નામની વિદ્યાથી એ સર્વ વાનરસુભટોને તંભિત કરી દીધા. બેભાન બનેલા, ગાઢ નિદ્રાથી ઘેરાએલા નેત્રવાળા તે સુભટના શિથિલીભૂત હાથમાંથી આયુધ ભૂમિ પર પડવા લાગ્યાં. પિતાના સુભટને નિદ્રાધીન થએલા જેઈને સુગ્રીવે તેઓને જગાડવાની પ્રતિબંધની નામની વિદ્યા જદી છેડી. વાનર-સુભટો જાગૃત થયા, એટલે હનુમાન આદિ મત્સર અને ઉત્સાહમાં આવીને તેઓની સાથે અધિક બળ દાખવી યુદ્ધ કરવા ઉદ્યત થયા.
છેદાએલા વજ, કવચ, છત્રયુક્ત ચૂરેચૂરા થયેલા રથ અને ઘેડાવાળા પિતાના સિન્યને જોઈને રાવણ પોતે જ હવે યુદ્ધ કરવાની અભિલાષા કરવા લાગ્યા. યુદ્ધ કરવા માટે ઉત્સાહ કરતા પિતાને ઈન્દ્રજિત્ કુમારે વિનંતિ કરી કે, “હે પિતાજી! હું છતાં આપે ચુદ્ધને વિચાર કરે એગ્ય ન ગણાય. આપ આ વાનરસેનાને અલ્પકાળમાં નાસભાગ કરતી, હાથી-ઘટાને દોડા-દોડી કરતી અને તેમાં ઘણાને વિનાશ થતો હાથવેંતમાં જ દેખી શકશે.” પિતાને પ્રણામ કરીને કવચ પહેરી આયુધોથી સજજ થઈ ઈન્દ્રજિત કુમાર શૈલોક્યમંડન નામના હાથી ઉપર આરૂઢ થયે. તે મહાપરાક્રમી ઈન્દ્રજિતે ઉઠતા માત્રમાં જ વિવિધ પ્રકારના હાથી, ઘોડા, પાયદળ, રથ આદિ કપિવરેના સર્વ સિન્યને કેળીયે કર્યો હોય તેમ કઈ બાકી ન રહે, તેવું શૂન્ય બનાવ્યું. કાન સુધી ખેંચેલા ચતુરાઈ અને ચપળતાથી ફેકેલા બાણોથી મેઘની જેમ વાનરસેના સવ બાજુથી ઢંકાઈ ગઈ. પોતાના સૈન્યને અતિઘાયલ વેર-વિખેર અને પરેશાની પામેલું જોઈને ઘણું સુભટોથી પરિવરેલો સુગ્રીવ ભામંડલને સાથે લઈ શત્રુ સાથે લડવા તૈયાર થયે. ઘોડા સાથે ઘોડા, હાથીઓ સાથે હાથી, સામસામાં અથડાવા લાગ્યા અને સ્વામીના કાર્ય માટે તૈયાર થએલા સુભટો સુભટોની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
રોષાયમાન થએલા ઈન્દ્રજિતે સુગ્રીવ રાજાને કહ્યું કે-“હવે તું રાવણ સરખા વિદ્યાધર રાજાને છોડીને ભૂમિ પર ચાલનારાની સેવા કરવા ક્યાં ગયો? હે અધમ વાનર! તેના બદલામાં આજે તારું આ મસ્તક અર્ધચન્દ્ર બાણ છેડીને છેદી નાખું છું, તારા સ્વામીને રક્ષણ કરવા જણાવજે.” ત્યારે વાનરપતિ સુગ્રીવે કહ્યું કે, “હે સુભટ! બહુ બકવાદ કરવાથી શું ફાયદો? તું અભિમાનમાં આવી ગયા છે, પરંતુ આજે તારા માનને પૂરો ભંગ કરીશ-તેમાં સન્દહ ન માનીશ.” જેટલામાં સુગ્રીવે આ કહ્યું, તેટલામાં રેષાયમાન થએલા ઈન્દ્રજિતે ધનુષને ટંકારવ કરીને સુગ્રીવ ઉપર બાણની વર્ષા ચલાવી. સમર્થ બલવાળા તે સુગ્રીવે પણ પોતાની સેનાનું રક્ષણ કરવા માટે કાન સુધી બા ખેંચીને આવી પડતાં બાણોને છેદી નાખ્યાં.
બીજી બાજુ યુદ્ધમાં મેઘવાહને ભામંડલને આહવાન કર્યું અને પ્રવેશ કરતા વજનક્રને વિરાધિત રેજ્યો. ક્રોધે ભરાએલા વિરાધિત ચક્રથી વજનકને પ્રહાર કર્યો. અને તેણે પણ તેની છાતીમાં ચકથી પ્રહાર કર્યો. લંકાધિપ-રાવણના પુત્ર ઈન્દ્રજિતે વાનરોના સ્વામી સુગ્રીવને અસ્ત્ર વગરને કર્યો, ત્યારે સુગ્રીવે પણ યુદ્ધસ્થલ સેંકડો આયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org