________________
ઃ ૨૯૬ :
પઉમરિય-પદ્મચરિત્ર
પેાતાના સૈન્યના પરાભવ દેખીને રાવણના સામન્તા સન્મુખ આવીને શત્રુસૈન્ય સાથે શસ્ત્રના પ્રહાર કરીને લડવા લાગ્યા. શુક, સારણ, ચન્દ્ર, સૂર્ય, વિદ્યુદ્ધદન, મારીચ, જીમૂત, નાયક, કૃતાન્તવદન સમરર વગેરે સુગ્રીવરાજાના પક્ષના સુભટસમૂહ હતા તે આવી પહેાંચ્યા. તે કપિસૈન્યને પણ રણમેાખરે ભગ્ન થતું દેખીને તે અતિ અલવાળા વાનર–સન્ગે પણ શત્રુસૈન્યને દૂર ભગાડી મૂકયું. રાક્ષસપતિ-રાવણે પોતાનું સૈન્ય ભગ્ન થએલું દેખી પેાતાની સામે રથ લાવવા આજ્ઞા કરી. તે જ ક્ષણે માટા શસ્ત્રના પ્રહારાથી વાનરસુલટા પલાયન થયા. તે દેખીને ખિભીષણ રાવણની સન્મુખ આવ્યેા. ત્યારે રાક્ષસેન્દ્ર-રાવણે બિભીષણને કહ્યું કે, ‘અરે ! તું મારી નજર આગળથી દૂર થા. કારણ કે યુદ્ધમાં એક ઉદરથી જન્મેલા ભાઈને મારવા, તે યુક્ત નથી.’
અભિમાન વહન કરનાર બિભીષણ કુમારે તેને કહ્યુ કે, હું તે ઉત્તમપત્ની માફક અને સૈન્યને પીઠ આપનારા નથી. ફરી દેશમુખે તેને કહ્યું કે, ‘અરે દુષ્ટ ! પેાતાના વંશને છેાડીને હું પુરુષાધમ ! આ પગે ચાલનારાના સેવક બન્યા !' ક્રી પણ સુંદર વચન ખેલનાર બિભીષણ રાવણને કહેવા લાગ્યા કે, ' હું બન્ધુ ! મારું હિતકારી, પથ્ય અને લેાકમાં સુખ કરનાર વચન આપ સાંભળેા. જે થવાનું હતું તે થઇ ગયું, પરંતુ જો હજી પણ ધન, રાજ્ય, સ`પત્તિ વગેરે વિપુલ પ્રમાણમાં ઇચ્છતા હૈ। તા, રામની સાથે સુલેહ કરી તેમની પ્રીતિ ઉપાર્જન કરો અને સીતાને પાછી સાંપી દે. પેાતાના માનને ત્યાગ કરીને દશરથપુત્ર રામને તમેા પ્રસન્ન કરી, સ્રી ખાતર અપયશના મેશના કલકને ન વહેારા.’ તેનું હિતકારી વચન સાંભળીને તીવ્ર ક્રોધથી પ્રજવલિત થએલ રાવણુ ગર્વિત મતિવાળા થઈને તીક્ષ્ણ શ્રેષ્ઠ ખાણ ખેંચીને તેના તરફ લક્ષ્ય કરવા લાગ્યા. તેટલામાં રથ, હાથી અને ઘેાડા પર આરૂઢ થએલા સ્વામી પ્રત્યે હિત રાખનારા એવા અખ્તર પહેરેલા અને શસ્ત્ર સજેલા બીજા પણ સુભટો આવી પહેાંચ્યા અને વાનર–સુભટો સાથે આથડી પડ્યા. રાવણુ અન્ધુને આવતા દેખીને રાષવાળા બિભીષણે રાવણના ધ્વજ અર્ધચન્દ્ર બાણુથી છેદી નાખ્યા અને લડવા માટે સન્મુખ આવ્યા. રાષાયમાન થએલા રાવણે પણ તેના ધનુષને છેદી નાખ્યું, એટલે બિભીષણ સુભટે મોટાભાઇ રાવણના ધનુષના બે ટૂકડા કર્યાં. ઘણા સુભટાના જીવનના અન્ત કરનાર તેઓનું ભયંકર યુદ્ધ ચાલતું હતું, ત્યારે પિતાના પરમભક્ત પુત્ર ઈન્દ્રજિત્ કુમાર ત્યાં હાજર થયા.
ઉછળતા સમુદ્રને જેમ ઉંચા પર્વત રશકે, તેમ લક્ષ્મણે તેને શકયા. ત્યારે ઉતાવળથી આવતા કુંભકને રામે આહ્વાન કરીને મેલાથૈ. યુદ્ધમાં સિંહકટી નીલની સાથે આથડ્યો, તેમ જ નલ શમ્ભુ સાથે લડવા લાગ્યા, સુભટ સ્વયંભુ ક્રુતિ નામના સુભટને લડવા માટે બાલાવતા હતા. ગુસ્સે થએલ દુષ ઘટ સાથે, ઈન્દ્રાશનિ તથા કાલી ચન્દ્રનલ સાથે, સ્કન્દ ભિન્નાંજન સાથે, વળી વિરાધિત હંમેશાં ક્રોધ કરતાં અંગદને જલ્દી ખેાલાવતા હતા. હવે હનુમાન કુંભકર્ણના પુત્ર કુંભની પાસે પહોંચ્યા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org