________________
[૭૧] ઈન્દ્રજિત, ઘનવાન આદિના પૂર્વભવ
: ૩૪૩ : રતિવર્ધન એવું તેનું નામ પાડયું, દેવકુમાર સરખા રૂપવાળો રાજ્ય-સંપત્તિ પામ્ય. પ્રથમ તપ-સંયમ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ઉત્તમદેવપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના નાનાબંધુને સંભારતા નન્દિરાજાના પુત્રપણે છે. તેને પ્રતિબંધ કરવા માટે તે નાન સાધુનું રૂપ કરીને જલદી આવ્ય, રાજભવનમાં પ્રવેશ કર્યો, એટલે રતિવર્ધન કુમારે તેમને જોયા. ઉભા થઈ સન્માન કરીને બેસાડ્યા, રતિવર્ધનને પૂર્વભવ સંભળાવ્યો, સાક્ષાત્ પોતે અનુભવેલ અને સપ્રમાણ ગુણવાળું સર્વ દેખ્યું. તે સાંભળીને રતિવર્ધન રાજકુમાર પ્રતિબંધ પામ્યા અને માતા-પિતા–રાજ્ય પરિવારને ત્યાગ કરી સંગરહિત થઈ જિનવર ભગવતે કહેલી દીક્ષા અંગીકાર કરી. દેવ પણ પિતાના સ્થાનકે ગયે. રતિવર્ધન મુનિ પણ તપ-સંયમનું સેવન કરીને સમાધિપૂર્વક કાલધર્મ પામેલો પ્રથમ દેવની પાસે વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી વેલા બંને દેવ મહાવિદેહના વિજયમાં વિબુદ્ધ નામના ઉત્તમ નગરમાં સગા ભાઈરૂપે રાજા તરીકે ઉત્પન્ન થયા, તપ-સંયમની સાધના કરીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવેલા તમે ઈન્દ્રજિત્ અને ઘનવાહન નામના વિદ્યા, બલ અને રૂપથી સંપન્ન એવા રાવણના પુત્રે થયા. જે ઈન્દ્રવદના રાણ હતી, તે બીજા ભવમાં જિનશાસન-ભાવિત મતિવાળી મર્દોદરી થઈ અને તારી માતા બની.
પૂર્વભવને વૃત્તાત સાંભળીને ઉત્પન્ન થએલા તીવ્ર સંવેગવાળા બંને બધુઓએ ઘણા વિદ્યારે સહિત નિઃસંગતાવાળી પ્રવજ્યા અંગીકાર કરી. પરાક્રમી ભાનુકણું અને મારીચે વિદ્યાધર-સમૃદ્ધિનો ત્યાગ કરીને ઉત્પન્ન થએલા સંવેગવાળા તે બંનેએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી. પુત્રે દીક્ષા અંગીકાર કરી-એમ સાંભળીને શેકરૂપી બાણથી ઘવાએલા હૃદયવાળી મર્દોદરી પણ મૂર્જીવશ વિહલ બનીને ભૂમિ પર ઢળી પડી. ચન્દન-મિશ્રિત જળથી ભીના કરેલા અંગવાળી ભાનમાં આવી-એટલે વિલાપ કરવા લાગી કે, “હે ઈન્દ્રજિત્ ! હે ઘનવાહન ! તમે જન્મ આપનાર માતાને પણ ન ઓળખી? ભર્તારના વિરહમાં સ્ત્રીઓને પુત્ર આલંબન થાય છે, જીવલોકની આવી સ્થિતિ સમજવા છતાં તમે પણ નિર્ણાગિણી એવી મને ત્યજી દીધી ! ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીના સ્વામી એવા મારા પતિ રણસંગ્રામમાં નિધન પામ્યા, પુત્રોએ પણ મને છોડી દીધી, હવે હું કેનું શરણ સ્વીકારું?” આ પ્રમાણે ત્યાં વિલાપ કરતી મન્દોદરીને સંયમશ્રી નામની આર્યાએ પ્રતિબંધ પમાડી, એટલે તે મહાદેવીએ પણ પ્રત્રજ્યા અંગીકાર કરી. રાવણની ભગિની ચન્દ્રનખા પણ રાવણના મૃત્યુથી અત્યન્ત દુઃખ પામી “જીવલોક અનિત્ય છે.” એમ સમજીને દઢભાવવાળી થઈને તેણે પણ દીક્ષા અંગીકાર કરી, તેમ જ જિનવરના ધર્મમાં વિશેષ ઉદ્યમી બની. વળી રાવણની અઢાર હજાર ભાર્યાઓએ બાધિ-સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક દીક્ષા અંગીકાર કરી અને સંસારનાં દુઃખો ક્ષય કરવા માટે અભિગ્રહાદિક વિશેષ સાધના શરૂ કરી.
આ પ્રમાણે વિવિધ પ્રકારની લબ્ધિઓથી સમૃદ્ધ, સાધુઓના પરિવારવાળા, સંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org