________________
[૭૭] મદનું આખ્યાન
: ૩૫૧ ; ભાઈ સાથે સમાગમ થયે, તેને આનન્દ માનીને ત્યાં મદ નામના મહામુનિને પિતાને પૂર્વભવ પૂછો. હવે મુનિએ તેને કહ્યું કે
શોભપુરમાં ભદ્રાચાર્ય હતા, તેમને વંદન કરવા માટે સુકુમાલ નામના રાજા લોકોના પરિવાર સહિત ગયા. તે સમયે નગરમાંથી કઈ કેટરેગવાળી સ્ત્રી મુનિવરને વંદન કરવા માટે નજીક આવી, એટલે તેના દેહમાંથી ઉછળતી દુર્ગધ રાજાને આવી. રાજા ઘરે ગયા પછી ભદ્રાચાર્ય પાસે તે કઢણએ વ્રત અંગીકાર કર્યો, ત્યાર પછી મૃત્યુ પામી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવીને અહિં શીલ-ઋદ્ધિ-સંપન્ન, રૂપ, ગુણ અને યૌવન ધારણ કરનાર જિનવરધર્મમાં ઉદ્યમ કરવાની મતિવાળી ઉત્પન્ન થઈ. હવે પેલો સુકુમાલરાજા મોટા પુત્રને રાજ્ય આપીને ધર્મમાં દઢચિત્તવાળે માત્ર આઠ ગામનો પરિગ્રહ રાખી સંતોષ માનવા લાગ્યા. આઠ ગામમાં સંતોષપણાના ગુણગે શ્રાવકપણું આરાધી દેવ થયો અને ત્યાંથી વીને તું શ્રીવર્ધિત તરીકે ઉત્પન્ન થયે. હે નરપતિ ! હવે તારી માતાના પૂર્વભવને સંબન્ધ કહું છું. કેઈ વિદેશી માર્ગમાં ભૂખ્યો થયા, એટલે ભોજન મેળવવા માટે એક ગામમાં પ્રવેશ કર્યો. ભોજનગૃહમાં ભોજન પ્રાપ્ત ન થવાથી ક્રોધથી ધમધમી રહેલા તેણે વિચાર્યું કે, “આખું ગામ સળગાવી મૂકું અને પછી બહાર નીકળી જાઉં.” દેવગે તે આખું ગામ સળગી ગયું એટલે તે ગામવાસીઓએ તે પથિકને તે જ અગ્નિમાં ફેંક્યો. તે મરી રાજાની રસોયણ તરીકે ઉત્પન્ન થઈ. વળી ત્યાંથી મૃત્યુ પામી અતિવેદનાવાળી નરકમાં ઉત્પન્ન થઈ. નરકમાંથી નીકળીને હે નરપતિ ! તારી માતા થઈ, જે ભાર્ગવની પત્ની અને સુંદર શીલ પાળવાની મતિવાળી મિત્રયશા બની. હવે પિતનનગરમાં ગોધાનિક નામને વેપારી હતો, તેને ભુજપત્રા નામની ભાર્યા હતી અને મૃત્યુ પામી તે તેમના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. વિશાલગુણવાળી ભુજપત્રા તે રતિવર્ધનની કામિની થઈ. ત્યાર પછી નગરના ભારને વહન કરનાર ગ૬ભાદિની પીડા થઈ. એ પ્રમાણે પૂર્વભવનો સંબન્ધ કહી મદમુનિ આકાશમાગે પિતાની ઈચ્છા પ્રમાણે બીજા પ્રદેશમાં ગયા. શ્રીવર્ધન રાજા પોતનપુરમાં ગયા. હે શ્રેણિક ! પુણ્યદય જાગૃત થાય, ત્યારે કોઈકને રાજ્ય-પ્રાપ્તિ થાય છે અને જ્યારે તે વિપરીત થાય છે, અથવા પુણ્યના અસ્તકાળમાં મળેલું રાજ્ય ચાલ્યું જાય છે. કઇક આત્માને ગુરુને સમાગમ થાય છે, તો ધર્મની પ્રાપ્તિ થાય છે અને કેઈકને નિયાણાના દોષના કારણે અધમ દુર્ગતિ થાય છે. એમ સમજીને હંમેશાં સમજુ વગે આત્મકલ્યાણ થાય-તેમ પ્રવૃત્તિ કરવી; જેથી કરીને મરણકાલે મોક્ષ અગર સદ્દગતિના માર્ગને બતાવનાર ગુરુને યોગ પ્રાપ્ત થાય. આ પ્રમાણે દયા, ઈન્દ્રિયદમન, તપથી ઉત્પન્ન થએલ સંયમના સ્વરૂપને સાંભળીને જે મનુષ્ય મદ નામના મુનિએ કહેલ ધર્મના અર્થને શ્રવણ કરે છે, તે સામો અને શ્રેષ્ટિઓ સહિત શ્રીવનની જેમ વિમલ અને મલવગરના દેહને પ્રાપ્ત કરે છે. (૧૧૭)
પદ્મચરિત વિષે “મદનું આખ્યાનક’ નામના સત્તોતેરમા પવન • ગૂર્જરાનુવાદ આ. શ્રીહેમસાગરસૂરિએ પૂર્ણ કર્યો. [૭૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org