________________
૨ ૩૫૬ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
પુષ્પક વિમાનને નજીક આવતું દેખીને ભરત ઉતાવળો ઉતાવળો હાથી પર બેસી સૈન્ય-પરિવાર સહિત એકદમ સન્મુખ ગયો. પદ્મસરખી ગૌરકાતિવાળા ભરતને સિન્યપરિવાર સહિત આવતા જોઈને રામ તે સ્થાન પર પુષ્પક વિમાનને નીચે ઉતારીને ત્યાં રેકાઈ ગયા. મદેન્મત્ત હાથી ઉપરથી નીચે ઉતરીને ભરતે હર્ષપૂર્વક એકદમ નમન કર્યું. રામ અને લક્ષમણે તીવ્ર સ્નેહથી ભરતને આલિંગન કર્યું. પરસ્પર એક બીજાના કુશલ-સમાચાર પૂછયા. ત્યાર પછી ફરી પુષ્પક વિમાનમાં આરૂઢ થયા અને વિદ્યાધર સુભટેથી પરિવરેલા તેઓએ કેશલા નગરીમાં પ્રવેશ કર્યો. રથ, હાથી, ઘોડાઓએ અથડાઅથડી ધક્કામુક્કી કરતા સુભટો વડે પ્રવેશ કરતાં આકાશતલ, પૃથ્વીતલ અને સાકેતનગર રેકી નાખ્યું. ભેરી, મૃદંગ, તિલિમા, કાંસા જેડી, શંખ-યુક્ત વાજિંત્રેના મોટા મોટા અવાજે તેમ જ ચારણ અને ગન્ધર્વોને શબ્દો તેમાં ભળીને મહાકલાહલ સંભળાતો હતો. હાથીઓના ગરવ તથા ઘોડાઓના હેકારવ થવાના કારણે વાજિંત્રોના પડઘાના કારણે, ભાટ-ચારણના શબ્દો થવાના કારણે કાનમાં પડતા એક બીજાના શબ્દો સાંભળી શકાતા ન હતા.
આ પ્રમાણે મહાઋદ્ધિવાળા રામ-લક્ષ્મણ રાજમાર્ગે જઈ રહેલા હતા, ત્યારે નગરના લોકો તેમનાં દર્શન કરવા માટે ઉલટી પડ્યા. કમલો જેમ સરોવરના પ્રદેશને શેભાવે, તેમ નગરસ્ત્રીઓ એકદમ ભવનના ગવાક્ષ પાસે પાસે આવીને તે પ્રદેશને સતત આવરીને શેભા પામવા લાગી. અતિકૌતુકથી ઉતાવળી ઉતાવળી એક બીજાને હાથ ખેંચતી ખેંચતી પ્રણામ કરતી લક્ષ્મણ સહિત રામનાં દર્શન કરતી હતી. માંહેમાહે સખીઓ વાત કરવા લાગી કે, “આ સીતા સાથે બેઠેલા રામ છે અને વિશલ્યા સાથે બેઠેલા આ લક્ષમણ છે.” આ સુગ્રીવ મહારાજા છે, આ તેનો પુત્ર અંગદ છે, આ ભામંડલ છે, આ હનુમાન, નલ, નીલ અને સુષેણુકુમારે છે. આ અને તે સિવાય બીજા ચન્દ્રોદર, નન્દન વગેરે સુભટે મહાસમૃદ્ધિવાળા અને સરખી રૂપસંપત્તિવાળા છે, તે હે સખી! દેખ. આ પ્રમાણે નગરલોકથી જોવાતા રામ વગેરે વજા ઉંચી-નીચી ડોલાવતા ડોલાવતા રાજધાની સુધી આવી પહોંચ્યા. પુત્રને દેખીને તે અપરાજિતા માતા પણ મહેલમાંથી નીચે ઉતરી, ત્યાર પછી કેકેયી દેવી તેમ જ સુમિત્રા પણ નીચે આવી. બીજા ભવથી જાણે ઓવ્યા હોય, તેમ પુત્રનાં દર્શન પામેલી તે માતાઓ ઘણાં મંગલ કરવા તૈયાર થઈને તેઓની સન્મુખ ઉભી રહી. માતાઓને દેખીને તરત પુષ્પક વિમાનમાંથી નીચે ઉતર્યા અને સમગ્ર સિન્ય-પરિવાર સહિત માતાઓને પ્રણામ કર્યા. પુત્રદર્શનની ઉત્કંઠાવાળી માતાઓએ સ્નેહથી આશીર્વાદ આપ્યા અને રામ તથા લક્ષમણના મસ્તકને ફરી ફરી અનેક વખત ચુમ્બન કર્યું. પુત્રના સંગમ-સમયે તે વીરની માતાઓ ખુશ થવાથી રોમાંચિત અને દૂધ ભરેલા સ્તનવાળી બની. આસન આપ્યાં, એટલે રામ, લક્ષમણ વગેરે બેઠા અને અતિઆનંદ પામેલા તેમજ વિવિધ વાર્તાલાપમાં ત્યાં તલ્લીન બની ગયા. ઉંઘીને જે જાગૃત થવું, પરદેશ ગએલાનું ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org