________________
* ૩૬૬ ઃ
પઉમરિય-પદ્મચરિત્ર
અલ'કૃત માટા રાજાઓની મધ્યમાં બેસીને જિનવરે ઉપદેશેલા હિત-ગુણ કરનાર માટે ઉપદેશ આપવા લાગ્યા. ક્ષણભ‘ગુર એવા ભાગેા વિષે કયા વિવેકી રતિ કરે ? કિપાકલ સરખા ભાગે પાછળથી નક્કી અહિતકારી નીવડે છે. આ જીવલેાકમાં મનુષ્યની તે એક જ એવી પ્રશસવા લાયક શક્તિ છે કે, જે ચંચળ જીવલેાકમાં તત્ક્ષણ મુક્તિસુખની અભિલાષા કરે છે. ત્યાં બેઠેલી તેની પત્નીએ પતિએ ઉપદેશેલ ધર્મોનું શ્રવણ કર્યું. અને સંસાર તરફ ઉદાસીન બની યથાશક્તિ નિયમા ગ્રહણ કર્યા. આ ચક્રવર્તીના પુત્ર પેાતાના શરીર ઉપર પણ મમત્વ વગરના થઈ છે, અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા અને આત્મભાવના ભાવવા લાગ્યા. ચાસઠ હજાર વર્ષ સુધી ચલાયમાન થયા સિવાય આકર્' તપ કરીને સમાધિપૂર્વક કાલધર્મ પામીને ઉત્તમ બ્રહ્મદેવલાકમાં ઉત્પન્ન થયા.
તેના પિતા જે પહેલાં ધનદ હતા, તે વિવિધ પ્રકારની ચેાનિએમાં પરિભ્રમણ કરીને જમૂદ્રીપના દક્ષિણભરત વિષે પાતનપુરમાં ધનસમૃદ્ધ અગ્નિમુખ નામના બ્રાહ્મણની શકુના નામની બ્રાહ્મણીના ગર્ભ માં કર્માનુભાવાગે મૃદુમતિ નામના પુત્ર ઉત્પન્ન થયા. તે પુત્ર અવિનીત, જૂગારી, ખીજા પણ અનેક અપરાધેા કરનાર દુ ન હેાવાથી, તેમજ લેાકેાના ઠપકા સાંભળવા પડે, તેના ભયથી પિતાએ ઘરેથી તગડી મૂકયો. માત્ર પહે રેલા એ કપડાવાળા લાંબા કાળથી પૃથ્વીમાં ભટકતા ભટક્તા કાઇક સમયે કાઈક ગામમાં એક ઘરે તરણ્યા થએલા, તે જળ માગવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણીએ તેને સુગધી અને શીતળ જળ આપ્યું. પ્રસન્ન હૃદયવાળા મૃદુમતિ વિષે તેને પૂછ્યું કે, · હે માતાજી ! મને દેખીને એકદમ તું કયા કારણે રુદન કરવા લાગી ?' ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે, ‘મારુ' વચન સાંભળ ! હે ભદ્રે ! ખરાખર તારા સરખી આકૃતિવાળા મારા પુત્ર ઘરેથી નીકળી ગયા છે, તું દરેક સ્થળે ભ્રમણ કરે છે, એને કાંય દેખ્યા હોય તેા મને કહે,’ મૃતિએ તેને કહ્યું કે, હું માતાજી ! તું રુદન ન કર, પણ ખુશ થા. લાંખા કાળે દેખેલ ભ્રમણ કરીને તારા પુત્ર હું આવી ગયેા છેં.' શત્રુના અગ્નિમુખની પત્ની પ્રિયપુત્રના મેળાપથી ઉત્પન્ન થએલા તેાષથી સ્તનમાંથી દૂધ ઝરાવવા લાગી અને ત્યાર પછી પુત્રસમાગમના કારણે આનન્દ કરવા લાગી. તે સવ કળાઓમાં અને સર્વ શાસ્ત્રામાં કુશળ થયેલા હતા. ધૂર્તોના મસ્તક પર બેસનારા, ધૈય વાળા, રાજાના ઉપભેાગ સરખા ભાગે! ભોગવનારા અને જૂગારમાં કેાઈથી ન જિતાય તેવા ચતુર હતા. રૂપસ'પન્ન એક વસન્ત અમરા નામની અને રમણ નામની બીજી ગણિકા હતી, જે મૃદુમતિને ઘણી ઇષ્ટ અને વલ્લભ હતી. બન્ધુ-પરિવાર સહિત પિતાને દારિદ્રથી મુક્ત કર્યા અને માતાને કુંડલાર્દિક આભૂષણેાથી વિભૂષિત કરી ઋદ્ધિવાળી કરી.
આ બાજુ શશાંકપુરમાં રાજાને ત્યાં ચારી કરવા માટે ગએલા મૃદુમતિએ નન્દિવન રાજાને એમ કહેતા સાંભળ્યેા કે, હે કૃશેારિ ! આ ચન્દ્રમુખ નામના મુનિવૃષભ પાસે પરમગુણવાળા, શિવસુખ-ફૂલને આપનાર પેાતાના અન્ધુ-સમાન ધનુ શ્રવણ કર્યું છે. હે દેવી ! આ વિષયા ઝેર કરતાં પણ વધારે ખરાબ છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org