________________
[૮૦] ત્રિભુવનાલંકાર હાથીને સંભ
: ૩૫૯ :
ગળામાં થએલ રળી સમાન અથવા ગુમડા સમાન સ્ત્રીના શરીરમાં માંસપિંડપૂર્ણ ક્ષીર ઝરાવતા સ્તનરૂપ ફેલાઓ વિષે કઈ પ્રીતિ કરવા જેવું જણાય છે? તોલના રસથી લાલ રંગવાળા, દાંતરૂપી કીડાઓથી ખદબદતા મુખવિષે કે ચામડાના હઠ વિષે ચુમ્બન કરવાથી કયા પ્રકારને આનન્દ થાય? યુવતિના શરીરની અંદર સ્વભાવથી દુધમય વિષ્ટા ભરેલી છે, બહારથી મઠારેલું શરીર દેખાય છે. આવા તેના અસાર દેહ ઉપર કયા સમજુ પુરુષ આનન્દ માણે? ડાહ્યા વિવેકી પુરુષ સંગીત અને રુદનમાં તફાવત માનતા નથી, ઉન્મત્ત મનુષ્યના સરખા આ નૃત્ય જોવામાં કે ગુણ દેખાય છે? જે જીવ વિમાનવાસમાં દેવતાના ઉત્તમ ભેગોથી ન સંતોષા, તે નિરન્તર સુખની તૃષ્ણાવાળો મનુષ્યનાં અલ્પસુખથી શી રીતે તૃપ્તિ પામવાને છે? બલવાન્ અને વીર્યવાનું સમર્થ પાંજરામાં પૂરાએલા સિંહની જેમ આવી ચિન્તાઓ કરનાર ભારતના દિવસો પસાર થઈ રહેલા છે. આ પ્રમાણે સંવેગ પામેલા ભરતને કૈકેયીમાતાએ બરાબર જાણી લીધું અને તે વાત રામના ખ્યાલમાં આવી ગઈ, એટલે મધુર વચનથી રામે ભરતને કહ્યું કે-“હે ભરત! આપણું પિતાજીએ આ મહારાજ્ય ઉપર તને સ્થાપન કરેલો છે, માટે ત્રણે સમુદ્રના છેડા સુધીની આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય ભેગવ. આ સુદર્શનચક તેમજ સવે વિદ્યારે તારે આધીન છે, હું તારા પર છત્ર ધરીશ અને લક્ષમણ તારે પોતાને મંત્રી થશે. શત્રુદ્ધ તારે ચામર ધરનાર થશે, દરેક સુભટો તારી તહેનાતમાં રહેશે, હે બાઘવ! લાંબા કાળથી મેં માગણી કરેલી જ છે, માટે તું રાજ્ય કર. રાક્ષસપતિ રાવણને જિતીને હું તારી પાસે અહીં માત્ર તારાં દર્શન કરવા આવ્યો છું. અમારી સાથે ભેગે ભેળવીને પછી દીક્ષા અંગીકાર કરજે.”
આ પ્રમાણે કહેતા રામને ભરતે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “હે દેવ ! મારી વાત સાંભળો કે, “હવે હું બહુદુખ દેનાર આ રાજ્યલક્ષમીને ત્યાગ કરવાની અભિલાષા રાખું છું.” ભરતે આ પ્રમાણે કહ્યું, “એટલે અશ્રુજળ પૂર્ણ નેત્રવાળા વિસ્મય પામેલા સુભટે કહેવા લાગ્યા કે-“ હે દેવ ! અમારું વચન સાંભળો. પિતાજીના વચનને યાદ કરે અને લેકેનું પાલન કરે અને હાલ રાજ્યસુખને અનુભવ કરે, હે મહાયશ! મિટીવય થાય, ત્યારે પાછલી જિંદગીમાં જિનમતની દીક્ષા અંગીકાર કરજે.” ભરત રાજાએ કહ્યું કે, “પિતાની આજ્ઞાનુસાર લેકેનું પરિપાલન કર્યું અને સર્વે ભેગવિધિ પણ અત્યાર સુધી માણી, મહાદાન આપ્યાં, સાધુજનોની ઈચ્છા પ્રમાણે પ્રતિભાભીને ભક્તિ કરી, પિતાએ જે વ્યવસાય કર્યો, તે કાર્યો હું પણ કરીશ. હવે મને શીધ્ર પ્રવ્રયાની અનુમતિ આપો-આ મારી યાચના તમે પૂર્ણ કરે. કારણ કે, પ્રશંસા કરવા યોગ્ય કાર્ય પુરુષે ગમે તેમ કરીને કરવું જ જોઈએ. વિષયરાગથી નહિં વિરમેલા બધુઓના નેહને આધીન થએલા નન્દ વગેરે ઘણા રાજાઓ કાલાન્તરે અગતિ પામ્યા. જેમ ચાહે તેટલા ઈમ્પણ હોય તેથી અગ્નિ તૃપ્ત થતી નથી, સેંકડો નદીએથી સમુદ્ર ધરાતે નથી, તેમ આ જીવ ચાહે તેટલા મહા કામોની પ્રાપ્તિ થાય, તો પણ તૃપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org