________________
: ૩૬૨ :
પહેમચરિય-પદ્યચરિત્ર
વૈદ્યોએ કર્યા, પરંતુ સાચી શી હકીકત છે? તે જાણી શકાતું નથી. નક્કી તેને અતિશય વેદના થતી હોવી જોઈએ. સંગીત સંભળાવવા છતાં, તે પણ સાંભળતું નથી, સરોવરથી કે શય્યાથી પણ વૃતિ કરતા નથી. ગામમાં, અરણ્યમાં, ભેજનમાં કે જળપાનમાં ક્યાંય તેને ચેન પડતું નથી. આ લોક્યમંડન હાથીનું શરીર આ અવસ્થા પામ્યું છે. અમે તે તેની સર્વ હકીકત આપને નિવેદન કરી છે, તે હે પ્રભુ! હવે તેને આપ કેઈ ઉપાય કરે.” આ પ્રમાણે મહામંત્રીઓની વાણી સાંભળીને બલદેવ અને વાસુદેવ બંને વિચારમાં પડી ગયા અને બોલવા લાગ્યા કે, લોભૂષણ હાથી વગરનું સમગ્ર રાજ્ય એ વિમલ રાજ્ય નથી. (૧૫)
પચરિત વિષે “ત્રિભુવનાલંકાર હાથીનું શલ્ય-વિધાન’ નામનું એકાશીમું
પર્વ પૂર્ણ થયું. [૧]
F
[૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવે આ સમયે એક દેશભૂષણ નામના અને બીજા કુલભૂષણ નામના મહામુનિ ભગવન્ત દેવ અને અસુરોથી વંદિત થએલા તેઓ જ્યારે વંશનગરમાં ચારમુખવાળા વનમાં કાઉસગ્ગ–દયાનમાં રહેલા હતા અને પૂર્વભવના શત્રુ એવા દેવે તેમને ઉપસગ કર્યો હતો, ત્યારે રામ અને લક્ષ્મણે તેઓને ત્યાં પ્રાતિહાર્ય કરી ઉપસર્ગ– નિવારણ કર્યું હતું અને તે સમયે તે બંને મુનિવરેએ સમગ્ર જગતને પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન પ્રગટ કર્યું હતું. તુષ્ટ થએલા કક્ષાધિપતિએ તે વખતે મહાગુણયુક્ત વરદાન આપેલ, જેના પ્રભાવથી રામ-લક્ષમણે શત્રુને જિત્યો હતો, તે શ્રમણ સંઘના પરિવારવાળા વીર કેવલજ્ઞાની મુનિવરે કેશલાપુરીમાં પહોંચ્યા અને તેઓએ કુસુમામોદ નામના ઉદ્યાનમાં નિજીવ પ્રદેશમાં નિવાસ કર્યો. સંયમના સ્થાનરૂપ તે મુનિવરેને સુંદર મનવાળા સર્વ નગરલોક ત્યાં આવીને અતિશય વિનયપૂર્વક વન્દન કરતા હતા. ભાઈઓ સહિત રામ પણ સાધુવન્દન કરવા માટે તત્પર બન્યા અને જાતિસમરણવાળા હાથીને આગળ કરીને નીકળ્યા. દેવી અપરાજિતા, સુમિત્રા, કૈકેયી તથા બીજી પણ યુવતીઓ મુનિવરનાં દર્શન–વન્દન કરવા માટે રામ સાથે નીકળવા તૈયાર થઈ. પર
સ્પર જગડતા-અથડાતા ઘોડા અને હાથીઓની ઘટાના આપવાળા વિશાળ માર્ગેથી ઘણું સુભટોથી પરિવરેલ રામ તે ઉદ્યાનમાં ગયા. સાધુના નિવાસ-સ્થળનું આચ્છાદન દેખીને વાહનમાંથી રામ વગેરે નીચે ઉતર્યા અને તેમની પાસે પહોંચીને સર્વેએ તે ઉત્તમ મુનિવરને પ્રણામ કર્યા. ત્યાર પછી તેઓ ભૂમિતલ પર બેઠા, એટલે દેશભૂષણ મુનિએ બે પ્રકારના ધર્મને ઉપદેશ આપ્યો-એક શ્રાવકધર્મ અને બીજે સાધુ ધર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org