________________
[૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવે
: ૩૬૩ : પહેલે પ્રકાર અનેક ભેદવાળો ગૃહસ્થને હોય છે, જ્યારે બીજો નિરગાર ધર્મ નિન્ય મુનિવરોને હોય છે. આદિ અને અન્ત વગરના આ લોકમાં અજ્ઞાન અને મેહને વશ પડેલા
છો સંસાર–અરણ્યમાં અનેક ખરાબ યોનિઓમાં પારાવાર દુઃખાનુભવ કરે છે. તેવા દુઃખી આત્માઓને પરભવમાં બધુસમાન જે કઈ હોય તે ધર્મ છે, જીવને રક્ષણ કરનાર, શરણ હોય તો ધર્મ છે. સર્વ સુખનું મૂળ ધર્મ છે, ધર્મ એ કામધેનુ ગાય છે. સમગ્ર ત્રણે લોકને વિષે જે ઉત્તમ અને મહાકિંમતી દુર્લભ પદાર્થની પ્રાપ્તિ થાય, તે સર્વ ધર્મનું જ ફળ છે, અને તે મેળવી શકાતું હોય તે મનુષ્યથી જિનેશ્વરે કહેલા સંયમ અને પરૂપ ધર્મની સાધના કરવાથી મેળવી શકાય છે. જિનેશ્વરે ચિંધેલા માગે જનાર પુરુષ નકકી ધર્મ કરીને કર્મ અને કલેશથી સર્વથા મુક્ત બની શાશ્વત મોક્ષસ્થાનમાં જાય છે.
આની વચ્ચે લક્ષમણે પ્રણામ કરીને મુનિભગવન્તને પૂછયું કે, “હે ભગવંત! આ હાથી શાથી સંભ પામ્યો અને પાછો શાન્ત કેમ થયે? તે આપ કહે.” હવે દેશભૂષણ મુનિએ કહ્યું કે, “અતિશય બલ પામેલ હોવાથી ક્ષોભ પામ્યો અને પૂર્વ ભવનું સ્મરણ કરીને ફરી વળી શાન્ત બની ગયે.
પૂર્વકાલમાં આ નગરમાં નાભિ કુલકર અને મરુદેવી તેની ભાર્યા હતી. તેના ગર્ભમાં સમગ્ર જગતના પ્રભુ અસુરો અને દેવતાઓથી નમન કરાએલા ચરણવાળા ઋષભદેવ ઉત્પન્ન થયા. તેમણે મેટા પુત્ર ભરતને રાજ્ય આપીને, ચાર હજાર રાજાઓ સહિત દીક્ષા લીધી. દીક્ષા લઈને એક હજાર વર્ષ સુધી ધીર એવા તે જિનેશ્વર ભગવત પ્રતિમાને પણે કાઉસગ્ગ–ધ્યાને ઉભા રહ્યા હતા. જે પ્રદેશમાં ઉભા રહ્યા હતા, તે સ્થળ આજે પણ પ્રયાગ નામથી ઓળખાય છે. ઋષભદેવસ્વામી સાથે ભક્ત રાજાઓ જેમણે ભગવન્તની સાથે દીક્ષા અંગીકાર કરી હતી, તે રાજાઓ દુસ્સહ એવા સુધાવેદનાદિ પરિપહેથી ભગ્ન પરિણામવાળા થયા અને છ માસમાં ભગવન્તથી છૂટા પડી ગયા. આહારપાણી ન મળવાના કારણે ભૂખ અને તૃષાથી ખેદ પામેલા પોતાની સ્વછંદ મતિકલ્પનાથી કુધર્મમાં ધર્મબુદ્ધિ કરીને મૂઢ અજ્ઞાની વૃક્ષનાં ફળ અને મૂળ આહાર ખાવાવાળા અને ઝાડની છાલનાં વકલ-વસ્ત્રને ધારણ કરવા લાગ્યા. ભગવન્તને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ભરતના પુત્ર મરિચિએ પ્રવ્રયા અંગીકાર કરી. શ્રમણપણું પાલન ન કરી શકવાથી ભગ્નપરિણામવાળા તેણે પરિવ્રાજક-ધર્મ પ્રવર્તાવ્યા.
તે સમયે સુપ્રભ રાજાની પ્રહલાદના દેવીના ચન્દ્રોદય અને સૂર્યોદય નામના બે પુત્રોએ જિનવરની સાથે દીક્ષા લીધી. શ્રમણપણાથી ભગ્ન બની મરીચિ નામના ગુરુના બંને શિષ્ય બન્યા, કાળ પામીને સંસાર-અટવીમાં ભ્રમણ કરવા લાગ્યા. કેઈક સમયે ચન્દ્રોદય નાગપુરમાં હરિમતિની ભાર્યા પ્રહલાદનાના ગર્ભમાં કુલંકર નામને રાજા થયે, સૂર્યોદય પણ તે સમયે તે જ નગરમાં વિશ્વભૂતિ પુરોહિત બ્રાહ્મણની અગ્નિકુંડા નામની ભાર્યાના ગર્ભમાં શ્રુતિરત નામને પુત્ર થયે. કુલંકર રાજા કેઈ વખત તાપની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org