________________
[૮] સાકેતપુરી-અધ્યાનું વર્ણન
૪ ૩૫૩ : કર્યો. લક્ષ્મણને જીવાડવા માટે વિશલ્યાને લંકાપુરી લઈ ગયા. સંક્ષેપમાં આ હકીકત તમને જણાવી. પતિના વિયેગમાં અતિદુઃખિત નજરકેદ રહેલી સીતા ત્યાં રાવણના કબજામાં રહેલી છે. શક્તિના પ્રહારથી ઘવાયેલે લક્ષ્મણ જીવત છે કે મૃત્યુ પામ્યા છે? આજ સુધી અહીં કેઈ સ્પષ્ટ સમાચાર આવ્યા નથી. આ સર્વ સ્મરણ કરતાં મને હૃદયમાં અતિ ભયંકર શક થયો છે.”
અપરાજિતાનાં વચન સાંભળીને ખેાળામાં રહેલી સુંદર વીણને ગ્રહણ કરીને ઉદ્વેગ મનવાળા નારદજી લાંબા નસાસા મૂકવા લાગ્યા. નારદે કહ્યું કે, “હે ભદ્ર! આ ભયંકર શેકને ત્યાગ કરે, તમારા પુત્રની સર્વ હકીકત હું જઈને લાવું છું.” એમ કહીને વીણા-તમ્બરે બગલમાં સ્થાપન કરીને આકાશતલમાં ઉડ્યા અને ક્ષણધંમાં લંકાએ પહોંચી ગયા. હદયથી નારદ સમજતા હતા કે, જે હું રામને વૃત્તાન્ત પૂછીશ, તો કદાચ પાપી રાક્ષસે ઠેષ કરશે. હવે તે સમયે હાથી જેમ હાથણીએ સાથે જલસનાન કરે, તેમ પદ્મસરેવરમાં અંગદ પિતાની પ્રિયા સાથે જલકીડા કરતો હતે. અંગદના સેવકને મેં રાવણના કુશલ સમાચાર પૂછયા, એટલે આ રાવણને હિતકારી છે.” એમ સમજીને મને રામની પાસે લઈ ગયા.
રાવણના પક્ષના હિતકારી હોય, તે કારણે જાણે ભય પામ્યા હોય તેમ કરતા અબ્રહ્મણ્યમ ’-એમ બોલતા નારદને રામે સાત્વન આપ્યું અને પછી પૂછયું કેહે આર્ય! આપ કઈ તરફથી પધાર્યા છે-તે કહો.” ત્યારે તેણે કહ્યું કે, “હે દેવ તમે સાંભળો! પુત્રના વિયેગના કારણે શેકાશિથી બળી રહેલા હૃદયવાળી તમારી માતાએ મને તમારી પાસે મોકલેલે હું નારદ છું. બચ્ચા વગરની સિંહણની, નાના હાથી બાળક વગરની હાથણીની જે અવસ્થા થાય, તે પ્રમાણે તમારા વિગમાં તમારી માતા અત્યંત દુઃખી અવસ્થા ભેગવી રહેલ છે. જેના કેશ વિખરાએલા અને વગર સંસ્કાર કરેલા છે એવી તમારી માતા દુઃખમાં દિવસે પસાર કરે છે. હે મહાયશ! શેકસાગરમાં ઉંડે ડૂબી ગઈ છે. હે લક્ષ્મણ! તમારી માતા પણ પુત્રના વિગથી કરમાએલા દેહવાળી અતિકરુણ સ્વરથી રુદન કરતી દુઃખમાં દિવસો નિગમન કરી રહેલ છે. તમારી બંનેની માતાઓ ન ભજન કરતાં, ન શયન કરતાં, ન દિવસે, ન રાત્રે, ન સંધ્યા-સમયે ક્ષણવાર પણ શાન્તિ અનુભવી શકતી નથી.” માતાના આવા દુઃખપૂર્ણ સમાચાર સાંભળીને અત્યન્ત દીન મુખવાળા બલદેવ અને નારાયણ એકદમ રુદન કરવા લાગ્યા. મહામુશીબતે વાનર સુભટોએ તેમને શાન્ત કર્યા. રામે નારદજીને કહ્યું કે, “આપે આ સમાચાર આપ્યા, તે સુંદર કાર્ય કર્યું, આ કરવાથી તમેએ માતાઓને જીવિતદાન આપ્યું. ખરેખર તે જ પુરુષ કૃતકૃત્ય અને પુણ્યશાળી છે, જે પ્રમાદ વગર માતાનાં વચન ઉલંઘન કર્યા વગર તેમની સેવા અને વિનય કરે છે.” માતાની કુશલ સમાચાર સાંભળીને રામ અને લક્ષ્મણ ખુશ થયા, ત્યાર પછી વિદ્યાધર સુભટ સહિત તેમણે નારદજીની પૂજા કરી. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org