________________
[૩૮] સાકેતપુરી-અયોધ્યાનું વર્ણન
દશરથ ભર્તાર અને પુત્ર રામના વિયોગના કારણે એકાન્ત દુઃખ પામેલી અપરાજિતા અત્યન્ત દીનવદનવાળી ભવનમાં દશે દિશામાં વલખાં મારતી જોયા કરતી હતી. પુત્રને દેખવાની ઈચ્છા કરતી તેણે ગવાક્ષમાંથી ઉપર જતા અને નીચે ઉતરતા એક કાગડાને દેખ્યો. તે કાગડાને તેણે કહ્યું કે, “મારા પુત્ર પાસે જઈને તું જલ્દી તેના સમાચાર લાવી આપે, તો હું તને ખીર આપું.” એમ કહીને પુત્રના અનેક ગુણ અને ચરિત્રનું સ્મરણ કરીને અશ્રુજળધારા વહેવડાવતી તે કરુણ સ્વરથી રુદન કરવા લાગી. “કેમલ હાથ અને પગવાળા હે વત્સ ! તું કર્કશ માર્ગવાળા કયા દેશમાં પરિભ્રમણ કરતો હોઈશ! તારી પત્ની સાથે તું ઠંડી-ગરમીમાં ઘણે દુઃખી થતો હોઈશ. મંદભાગ્યવાળી મને છોડીને લાંબા કાળથી તું પ્રવાસ કર્યા કરે છે. અત્યન્ત દુઃખથી ખેદ પામેલી તારી માતાને તું સ્વપ્નમાં પણ સ્મરણ કરતો હોઈશ નહિં.” આવા અને બીજા પ્રલાપ કરતી દેવી જેટલામાં બેઠેલી હતી; તેટલામાં આકાશમાર્ગેથી અણધાર્યા નારદજી ઉતરી આવ્યા. ત. વસ્ત્ર ધારણ કરનાર, લાંબી જટારૂપી મુકુટને ધારણ કરનાર નારદે ત્યાં પ્રવેશ કર્યો, એટલે અપરાજિતાએ આદરપૂર્વક ઉભા થઈ સન્માન કર્યું. આસન આપ્યું એટલે નારદજી બેઠા. અપરાજિતાના નેત્રમાં અશ્રુ ગળતાં દેખીને તેને પૂછયું કે, “આમ દુર્મ નવાળી કેમ જણાય છે?” આમ પૂછયું-એટલે તેણે દેવર્ષિને પૂછયું કે, ક્યા દેશમાં સમય પસાર કરીને તમે અહીં પધાર્યા છે, તે મને સ્પષ્ટ જણાવો. ત્યારે નારદે પ્રત્યુત્તર આપતા કહ્યું કે–
“ધાતકીખંડના પૂર્વ ભાગમાં સુરરમણ નામના નગરમાં તીર્થકરને જન્મ થયો. ત્યાં કલ્યાણક-મહોત્સવ હતે. દેવ અને અસુરે એ મેરુપર્વત ઉપર જિનેશ્વરનો જન્મ સવને અભિષેક કર્યો. ત્યાં ઘણે આનન્દ-પ્રમોદ દેખ્યો અને ભાવથી ભગવાનને વંદના કરી. જિનેશ્વર ભગવન્તના દર્શનમાં અતિશય અનુરાગી થવાથી ત્યાં તેવીશ વર્ષો વીતાવ્યાં. માતા સરખી ભરતભૂમિનું સ્મરણ થવાથી હું અહિં આવ્યો.” આવી રીતે સુંદર પ્રત્યુત્તર પામેલી રામની માતા કહેવા લાગી કે-“હે મહર્ષિ! “દુઃખ શાથી પામેલી છું.” તે આપે મને પૂછયું, તે જે ભૂતકાળ બને છે, તે સાંભળે. ભામંડ લના સંગના કારણે દશરથ રાજાએ તે સુભટ સહિત દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે સીતા અને લક્ષમણ સહિત રામ પણ અહીંથી બહાર નીકળી ગયા. સીતાનું અપહરણ થયું. વાનરરાજાઓ સાથે સંયોગ થયો. રાવણે શક્તિથી યુદ્ધમાં લમણને ઘાયલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org