________________
: ૩૪૪ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
મમાં પરાક્રમ કરનારા; ભવ્ય જીને હિતોપદેશ આપી આનન્દ કરાવનારા, હાથીની જેમ વિલાસવાળી ગતિવાળા તેઓ પૃથ્વીમાં વિચરતા હતા અને રાત્રિ-દિવસ પીડા રહિત નિરુપદ્રવ અત્યન્ત વિમલ સ્થાનની પ્રાર્થના કરતા હતા-અર્થાત્ માત્ર મોક્ષની જ અભિલાષા રાખતા હતા. [૮૫] [અહિં સુધીની ૭૫ પર્વની કુલ આર્યાએ ૬૩૩૪ ગ્રન્થાગ શ્લેક ૭૯૫૫).
પદ્મચરિત વિષે “ઈન્દ્રજિત વગેરેની પ્રવજ્યા' નામના પંચેતેરમા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૩૫]
[તા. ૨-૭-૬૯ ભાયખાલા.]
[૩૬] સીતા-સમાગમ
ત્યાર પછી દશરથ પુત્ર રામ-લક્ષમણે ઘડા, હાથી, રથ અને સુભટ સહિત મહાઋદ્ધિપૂર્વક લંકાનગરીમાં પ્રવેશ કર્યો. મોટા ઢાલ, પહે, ભેરી, ઝાલર, કાંસી જોડ, તિલિમા, મૃદંગના શબ્દો તથા જય જયકાર શબ્દને અવાજ ત્યાં એટલે ફેલાયે. હતો કે, કાનમાં પડેલો શબ્દ પણ સાંભળી-સમજી શકાતું ન હતું. ત્યાં રાજમાર્ગ ઉપર જતા રામ અને લક્ષ્મણનાં દર્શન કરતા નગરજને એક-બીજાને ધક્કામુક્કી કરીને જોતા હતા અને તૃપ્તિ પામતા ન હતા. સહસા ભવનના ગવાક્ષોમાં નજીક નજીક ઉભેલી બીજીની ઓથમાં લપાતી-છૂપાતી અને માર્ગ પર રામ, લક્ષમણ વગેરે સુભટને જેતી વિદ્યાધર-સુન્દરીઓનાં મુખ-કમળ અધિક શુભતાં હતાં. પરસ્પર એક સખી બીજીને કહેવા લાગી કે, “શ્રેષ્ઠ પુંડરીક-કમલપત્ર-સરખા નેત્રવાળા, ઈન્દ્રના જેવા રૂપવાળા, સીતાના હૃદયવલ્લભ આ રામ છે. ઈન્દીવર કમલ-સરખી કાન્તિવાળા, ઈન્દીવર કમલપત્ર-સરખા નયનવાળા, લાંબા-બાહુવાળા ચક્રરત્નના સ્વામી એવા વાસુદેવ લક્ષ્મણને હે સખિ! તું નિહાળ! આ કિષ્કિધિ નગરીના રાજા સુગ્રીવ છે, આ વિરાધિત, આ જનકપુત્ર ભામંડલ, આ નીલ, અંગદ, અંગકુમાર, હનુમાન્ તેમજ જાબુવન્તને જે. આ પ્રમાણે રામ વગેરે સુભટો લોકોનાં વચનો સાંભળતા સાંભળતા અને રાજમાર્ગમાં ગીરદી કરતા સીતા તરફ ચાલ્યા. હાથીની અંબાડી પર બેઠેલ ચામર ધરનારીને રામે પૂછયું કે-“હે ભદ્ર! મારી ભાર્યા સીતા કયાં રહેલી છે? તે તું મને જલ્દી કહે.” તેણે જવાબ આપતાં જણાવ્યું કે-“હે સ્વામિ! આ પુષ્પપુરી નામને મનહર પર્વત છે, ત્યાં પદ્ધ નામના ઉદ્યાનના મધ્યભાગમાં તમારી ગૃહિણુ રહેલી છે.”
કમે કરી રામે સીતાના રહેવાના સ્થાન પાસે પહોંચીને હાથી ઉપરથી નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org