________________
[૭૭] મદનું આખ્યાન
હવે તે ચન્દ્રસમાન આલાદક મુખવાળા રામ, સીતા સાથે ભવનાલંકાર નામના ઉત્તમ મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થયા. જયકાર શબ્દની ઉદઘોષણા અને મંગલગીતો ગવાઈ રહેલાં છે–એવા સીતા-સહિત રામે ખેચર વિદ્યાધરોની સાથે રાવણના ભવનમાં પ્રવેશ કર્યો. તે ભવનના મધ્યભાગમાં અતિ ઉંચું હજાર સ્તંભયુક્ત, ઉત્તમ સુવર્ણની આકર્ષક રચનાઓ કરાવેલું શ્રીશાન્તિનાથ ભગવન્તનું જિનગૃહ હતું. સીતા-સહિત હાથી પરથી નીચે ઉતર્યા અને પ્રસન્નમનવાળા વીર રામે જિનમંદિરમાં પ્રવેશ કરી કાઉસ્સગ્ન કર્યો. મસ્તક વિષે બે હાથની અંજલિ ભેગી કરી સીતા સાથે હર્ષપૂર્વક શ્રીશાતિનાથ ભગવન્તની સભૂત ગુણવાળી સ્તુતિ કરવા લાગ્યા. તે આ પ્રમાણે–
જેમના જન્મસમયે ત્રણે ભુવનમાં સર્વત્ર શાતિ થઈ અને તે કારણે આપનું પાપ નાશ કરનાર એવા પ્રકારનું “શાન્તિનાથ” નામ સ્થાપન કરવામાં આવ્યું. બહારના શત્રુઓને જિતને આ રાજ્ય પ્રાપ્ત કર્યું અને ધ્યાનચકથી આત્માના આંતર કામક્રોધાદિક શત્રુન્ય ઉપર વિજય મેળવ્યું. દેવો અને અસુરેથી પ્રણામ કરાએલા હે ભગવન્ત ! તમને નમસ્કાર થાઓ. જન્મ, જરા, મરણ–રહિત તેમજ રાગરહિત છે વીતરાગ ! તમને નમસ્કાર થાઓ. સંસારનો સર્વથા ઉચછેદ કરનાર હે નાથ ! તમોને નમસ્કાર થાઓ. શિવસુખ ઉપાર્જન કરનાર છે સ્વામિ ! તમને નમસ્કાર થાઓ. સ્તુતિવિધાન કર્યા પછી તીવ્ર ભક્તિરાગવાળા સર્વે રાજા ક્રમસર ત્યાં જ બેઠા. આ સમયે સુમાલી, બિભીષણ, માલ્યવન્ત, રત્નાશ્રવ વગેરે ગાઢ શેકથી સંતપ્ત થએલા શરીરવાળા–તેઓને વિષાદ પામેલા દેખીને રામે આશ્વાસન આપતાં કહ્યું કે, મારું એક વચન સાંભળો કે, હવે શેકને સ્થાન ન આપો અને કરવા એગ્ય કાર્યમાં મન લગાવે. આ સમગ્ર જીવલોકમાં જે જીવે જે પ્રમાણે પોતે કમ ઉપાર્જન કરેલાં હોય છે, તેને અનુસારે દુઃખ કે સુખની પ્રાપ્તિ થાય છે. ત્રણે ભુવનના સમગ્ર જીવલોકમાં જે જીવ જ હોય છે, તેને અવશ્ય મરવાનું હોય જ છે. આવી સંસારની સનાતન સ્થિતિ તમે જાણો છો, તો હવે શોકનો ત્યાગ કરો. આ શરીર ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું છે, પુષ્પ-સમાન અલ્પકાળ ટકનારું યૌવન છે, જીવતર વિજળી સમાન ચંચળ છે, હાથીના કાનની જેવી લક્ષ્મી અસ્થિર છે, સ્વપ્નની જેવા બાજોના સ્નેહ વ્યર્થ છે. હવે આ શેકને ત્યાગ કરીને તમે સર્વે આત્મહિતની સાધના કરે અને તમારી તમામ શક્તિ અનુસાર જિનેશ્વર ભગવતે કહેલા ધર્મમાં ઉદ્યમ કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org