________________
[૭૭] મદનું આખ્યાન
મધુર વચના વડે તે સર્વેને રામે શાંતિ પમાડવા, એટલે સુન્દર મનવાળા તેઓ પાતાના ઘરે ગયા અને અન્ધુઓનાં કાર્યો નીપટાવ્યાં. તેટલામાં ખિભીષણની ભાર્યા મહાદેવી હજાર યુવતીએ અને પરિવાર-સહિત રામની પાસે આવી પહેાંચી. રામના ચરણમાં પડીને વિનન્તિ કરવા લાગી કે, ‘ આપ લક્ષ્મણુ–સહિત કૃપા કરીને અમારા ઘરે પગલાં કરી. ’ આ વાત ચાલતી હતી ત્યારે, બિભીષણે પણ રામને પ્રાર્થના કરી કે, ‘અમારા પર પ્રસાદ કરીને આપ અમારે ત્યાં પધારો.' આ પ્રમાણે પ્રાથના કરાએલા, જેમાં એક-બીજા અથડાતા-કુટાતા ઘણા લેાકેાની ડ જામેલી છે, તેવા સમગ્ર પરિવાર સહિત સીતા સાથે હાથી ઉપર આરૂઢ થઇને તે તરફ ચાલ્યા. હાથી, ઘેાડા, રથ, યાન, વિમાન ઉપર આરૂઢ થએલા ખેચરા વાજિંત્રાના ઉછળતા શબ્દો સહિત, તેમજ ધ્વજાએમાં પેાતાને ઓળખવાનાં ચિહ્નો જેમાં કરેલાં છે, એવા તે વિદ્યાધરા રાજમાગે ચાલવા લાગ્યા. ઉત્તમ કુમારીએ મ’ગલગીત, વાજિંત્ર, નૃત્ય અને આડંબર જ્યાં કરી રહેલી છે, એવા ઝગમગતા મેરુના શિખરની ઉપમા સરખા બિભીષણના ભવને પહેાંચ્યા. ત્યાં બિભીષણે રત્ના વગેરે આપી રામની પૂજા કરી.
ત્યાર પછી સીતા અને લક્ષ્મણ સહિત રામના ભવનમાં પ્રવેશ કરાવ્યેા. ખિભાષણના ભવનમાં પ્રવેશ કરી વચ્ચે ગયા તા ત્યાં કનકની સુંદર ભિત્તિવાળું હજાર સ્તંભયુક્ત, નાની નાની ઘૂઘરીમાલા યુક્ત, લટકાવેલા ઝુમ્મરાથી કરેલી શેાભાવાળું, વિવિધ પ્રકારની ધ્વજા-પતાકાનાં ચિહ્નયુક્ત, ઉત્તમપુષ્પોથી કરેલ પૂજા વિધાનવાળું પદ્મપ્રભુનું મનેાહર જિનાલય દેખ્યું. વિશુદ્ધ ઉત્તમ પદ્મરાગમણિથી નિર્માણ કરેલી પદ્મપ્રભુની પ્રતિમાની સીતા સાથે રામે વિશુદ્ધ ભાવથી સ્તુતિ કરી. લક્ષ્મણ વગેરે બીજા સુભટા પણ વંદના કરી ત્યાં ખેડા અને ભગવન્તની કથા કરવામાં પરાવાયા. ત્યાર પછી વિદ્યાધરીએ રામ, લક્ષ્મણ, સીતા અને વિશલ્યાની મહાઋદ્ધિવાળી સ્નાનવિધિ કરાવવા લાગી. કેવી રીતે ? વૈડૂ રત્નની સ્નાન કરવાની પીઠિકા ઉપર તેમને બેસાડીને ઘણાં વાજિંત્રા અને શખાના શબ્દો જેમાં સ’ભળાતા હતા, તેવી રીતે સુવણૅ ના કળશેાથી સ્નાન કરાવ્યું. સ્નાન કર્યા પછી અલંકૃત કરેલા શરીરવાળા રામે પદ્મપ્રભુને પ્રણામ કરીને ગિરિ સરખુ` ભાજ નનુ નવેદ્ય ત્યાં અર્પણ કર્યું. લક્ષ્મણ સહિત રામ, મંત્રીઓ અને બીજા પરિવાર સહિત ભાજન કરવા માટે ભેાજનગૃહમાં ગયા અને વિવિધ પ્રકારનાં ભોજન કર્યાં. કામળ સુગન્ધિ સ્વાદિષ્ટ પાંચે ઇન્દ્રિયાને અનુકૂળ મનગમતાં શુભ ભોજના ઇચ્છા પ્રમાણે ખાધાં. ત્યાર પછી સર્વ વિદ્યાધર-રાજાઓનું પેાતાના વૈભવાનુસાર ઉત્તમ હાર, કડાં, કુંડલ, વસ્ત્ર, અલકાર આદિથી સન્માન કર્યું. ભોજનવિધિ પૂર્ણ થયા પછી સુખાસન પર બેઠેલા સુભટો કહેવા લાગ્યા કે, ‘ અહા ! રાક્ષસવંશમાં ખિભીષણ ખરેખરા રત્ન નીવડ્યો.’ ત્યાર પછી ખિભીષણ વગેરે વિદ્યાધરા મોટા આડંબર પૂર્વક રામના રાજ્યાભિષેક કરવા તત્પર થયા. ત્યારે રામે તેઓને કહ્યુ કે, ‘પિતા આદિ ગુરુવગે` સમગ્ર પૃથ્વીના રાયાધિપતિ ભરતને નીમેલા છે. મહાપુરુષોએ કરેલ મંગલ-અભિષેકના વિષયમાં એક દોષ એ દેખાય છે કે, અમારી રાજ્યાભિષેકની વાત સાંભળીને કદાચ
Jain Education International
: ૩૪૭ :
For Private & Personal Use Only
www.jainelibrary.org