________________
: ૩૪૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
પરવશતાથી ચાલવું પડે છે. અહીં પાપકર્મ કરનારાઓને તેવા પ્રકારની નરક પૃથ્વીએમાં ફેંકાવું પડે છે કે, જ્યાં સેંકડો-હજારે વેદનાઓ ઘણા લાંબા કાળ સુધી જીવને પરવશતાથી ભોગવવી પડે છે. આંખના પલકારા જેટલે સમય પણ જેમને સુખ કે શાતા હોતી નથી.
ટાં તેલ-માપ રાખનારા, ભેળસેળ કરનારા વેપારીઓ મૃત્યુ પામ્યા પછી દુર્ભાગી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. વ્રત–નિયમ વગરના હોવા છતાં પણ જે સરળતા, નમ્રતા વગેરે મધ્યમ ગુણોવાળા હોય તો, તે મનુષ્યગતિમાં જાય છે. જેના આર્ય અને અનાર્ય એવા બે ભેદ કહેલા છે. જે આત્માઓ વ્રત-નિયમ, શીલ, સંયમ વગેરે ગુણોનું સેવન કરે છે, તેઓ સમાધિમરણ પામી વિમાનિક કપમાં ઉત્પન્ન થાય છે. વળી ત્યાંથી વેલા તેવા પુણ્યશાળી આત્માઓ ચક્રવર્તી આદિનાં ઉત્તમકુલમાં જન્મ ધારણ કરી મનુષ્યસુખ ભોગવી, પ્રભુએ ઉપદેશેલી નિસંગતાવાળી પ્રવજ્યા અંગીકાર કરે છે. ચારિત્ર, જ્ઞાન, દર્શન–વિશુદ્ધ સમ્યફત્વની વેશ્યાયુક્ત પરિણામવાળા ઘોર તપ-સંયમ સેવન કરનારા સમગ્ર ઘાતિકને બાળી નાખે છે. કરજ ઉડાડીને કેવલજ્ઞાન પ્રગટ કરીને તેવા સુવિહિત આત્માઓ નિરુપદ્રવ, શાશ્વત અને સર્વોપરિ મોક્ષ–સ્થાનક મેળવે છે. સિદ્ધિગતિ પામેલા સિદ્ધ ભગવતે ત્યાં રહીને સંગરહિત દુઃખ વગરનું અનુપમ નિર્ભેળ સુખ સાદિ અનંતકાળ સુધી વગર વિસામે ભોગવે છે.” આ પ્રમાણે દેશના પૂર્ણ થયા પછી તે કેવલજ્ઞાની ઉત્તમ મુનિવર ભગવન્તને ઈન્દ્રજિત્, ઘનવાહન વગેરેએ પિતાના પૂર્વભવો પૂછળ્યા, એટલે મહાત્મા મુનિવર તે કહેવા લાગ્યાઈન્દ્રજિત, ઘનવાહન આદિના પૂર્વભવે
કૌશામ્બી નગરીમાં ગાઢ પ્રીતિવાળા ધનરહિત બે સગા ભાઈઓ હતા, જેમાં એકનું નામ પ્રથમ અને બીજાનું નામ પશ્ચિમ–ચરમ એવા નામથી બોલાવાતા હતા. કેઈક સમયે વિહાર કરતા કરતા ભવદત્ત નામના મુનિવર તે નગરમાં આવ્યા. તે બંને ભાઈઓ તેમની પાસે ધર્મ શ્રવણ કરતા હતા. ધર્મશ્રવણ ગે બંને સંવેગવિરાગ્ય પામ્યા. તેમણે પાપનો પરિહાર કરી શ્રમણપણું અંગીકાર કર્યું. તે નગરીમાં નન્દી નામને રાજા અને તેને ઈન્દુમુખી નામની રાણી હતી. કેઈક સમયે રાજાએ મહાવિભૂતિથી વજા, પતાકા, છત્ર, તારણે અને પુષ્પોપચાર કરવા પૂર્વક તે નગરને અલંકૃત કર્યું હતું. તે વિભૂતિ દેખીને પશ્ચિમ નામના મુનિએ એવું નિયાણું કર્યું કે, “મેં જે અહીં તપ સંયમરૂપ ધર્મ કર્યો છે અને જે તેને પ્રભાવ હોય છે, તેના ફળરૂપે હું નન્દિરાજાને પુત્ર થાઉં.” પ્રથમભાઈએ ઘણું સમજાવવા છતાં પણ કરેલા નિયાણાના આગ્રહથી તે પાછો ન ફર્યો અને બાલમરણ પામી ઈન્દ્રવદન રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે ગર્ભમાં રહેલું હતું, ત્યારે રાજાએ પ્રાકાર, નિવસન–દેખવા લાયક રહેઠાણે વગેરે રાજ્ય કથન કરનારી ઘણી નિશાનીઓ કરાવી. કેમે કરી કુમારને જન્મ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org