________________
: ૩૩૬ ૩
પઉમચરિય–પદ્મચરિત્ર તલવાર, કનક, કે ગમે તેવાં આયુધ હાથમાં હોય, તેવા મનુષ્ય પણ રાવણ માફક વિનાશ પામે છે. સમગ્ર જગતને પિતાના તેજથી પ્રકાશિત કરનાર એ તે સૂર્ય પણ સાંઝે અસ્ત થાય છે અને જ્યારે પુણ્યરૂપી પ્રદેષ કાળને સમય થાય છે, ત્યારે વિમલ કિરણવાળો ચન્દ્ર શું ઉદય પામતે નથી? (૩૫)
પદ્મચરિત વિષે “રાવણ-વધ” નામના તેરમા પર્વને ગુજરાનુવાદ
પૂર્ણ થયે. [૭૩]
[૭૪] પ્રિયંકર ઉપાખ્યાન
પૃથ્વી પીઠ પર પડેલા સગા સફેદરને દેખીને શેકથી પીડિત શરીરવાળા બિભીપણે પોતાને વધ કરવા માટે છૂરિકા ઉપર હાથ લંબાવ્યું. એમ કરતાં તેને રામે રોક્યા, વળી મૂચ્છ પામ્ય, ફરી સ્વસ્થ થયે અને મૃત્યુ પામેલા રાવણની પાસે બેસીને વિલાપ કરવા લાગ્યો-“હે બધુ ! હે મોટાભાઈ રાવણ ! ઈન્દ્ર સરખી સંપત્તિ હોવા છતાં હે મહાયશ ! આવી મહાપાપી અવસ્થા તું કેમ પામ્યો? તે સમયે હિતકારી વચન કહેવા છતાં પણ તે માન્ય ન કર્યું, મજબૂત જોરદાર ચક્રથી તાડિત થએલો તું કઠણ ભૂમિતલમાં રગદોળાય.
હે સુન્દર! તું ઉભો થા, વિલાપ કરતા એવા મને જવાબ આપ, હે મહાયશ! મહાશક-સાગરમાં ડૂબેલા એવા મને પાર ઉતાર. રાવણના મરણ-સમાચાર સાંભળીને તેનું સપરિવાર સમગ્ર અંતઃપુર શેકાતુર થઈ રુદન કરતું દીન બની રણભૂમિમાં આવી પહોંચ્યું. ધરણીતલ પર રગદોળાતા તેમ જ લોહીના ખાબોચીયામાં ખદબદતા રાવણ ભર્તારને જોઈને રાવણની સુન્દરીઓ એકદમ ભૂમિ પર ફસકાઈ પડી. કઈ કઈ તેની રાણીઓ હતી ?-રંભા, ચન્દ્રવદના, મન્દોદરી, મહાદેવી, પ્રવર ઉર્વશી, નીલા, રુકિમણી, રત્નમાલા, શશિમંડલા, કમલા, સુન્દરી, કમલશ્રી, શ્રી દત્તા, શ્રીમતી, ભદ્રા, કનકપ્રભા, શ્રીકાન્તા, મૃગાવતી, લક્ષમી, અનંગસુંદરી, નન્દા, પદ્મા, વસુન્ધરા, તડિત્માલા, ભાનુમતી, પદ્માવતી, કાતિમતી, પ્રીતિમતી, સધ્યાવલી, શુભા, કાન્તા, મનરેગા, રતિવેગા, પ્રભાવતી, માનવતી-આ વગેરે અઢાર હજાર યુવતીઓ અતિ કરુણતાથી આભૂષણે ફેંકી દઈને, તેમ જ કેશ છૂટા મૂકીને દુઃખ પૂર્વક મુક્ત રુદન કરવા લાગી. મહાધીન બનેલી કેટલીક મૂચ્છી ખાઈને ત્યાંને ત્યાં ઢળી પડી; તે તેમના શરીર પર ચન્દન-મિશ્રિત જળને છંટકાવ કર્યો, ત્યારે પદ્મિની-કમલિની જેમ તે ઉલ્લાસ પામેલા રોમાંચવાળી પ્રતિબંધ પામી. વળી બીજી કોઈ પ્રિયા અંજનપર્વત ઉપર લાગેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org