________________
પઉમચરિય-પદ્મચરિત્ર
બિભીષણને ત્યાં કહ્યું કે-‘રાવણે યુદ્ધમાં મરતાં સુધી પાછી પાની કરી પીઠ બતાવી નથી. સુભટને છાજે તેવી રીતે મૃત્યુ પામેલા પરાક્રમી રાવણને શાક કેમ કરેા છે? આ શાક છેાડીને હું કહું, તે એક આખ્યાન સાંભળે–
: ૩૩૮ :
અક્ષપુર નગરમાં લક્ષ્મીધરધ્વજના પુત્ર એક રાજા રહેતા હતા. તેને અરિદમન નામના એક નાના સેવક હતા, તે શત્રુના દેશમાં શત્રુસૈન્યને પરાસ્ત કરીને પત્નીને દેખવાની અભિલાષાથી જલ્દી પેાતાના નગરમાં આવી પહેાંચ્યા. તેણે નગરમાં પ્રવેશ કર્યાં, ત્યારે તેનું સન્માન કરવા માટે તારણ, ધ્વજા-પતાકા આદિથી નગર સુંદર રીતે શણગાયું હતું અને ઘરે આવ્યા, ત્યારે આભૂષણથી અલંકૃત થએલી પેાતાની પ્રિયાને દેખી. તે ઉત્તમપુરુષે પત્નીને પૂછ્યું કે, · મારા આવવાના સમાચાર એકદમ તને કેવી રીતે પ્રાપ્ત થયા, અર્થાત્ તને કેણે કહ્યુ ?” ત્યારે પત્નીએ પ્રત્યુત્તર આપ્યા કે કીર્તિધવલ મુનિવરે મને આ કહ્યુ' હતું. ઇર્ષ્યાથી ક્રેાધાધીન થએલા તે મુનિની પાસે ગયા અને પૂછ્યું કે, ‘જો તમે મારા ચિત્તને જાણી શકતા હૈ, તે કહેા કે, અત્યારે મારા મનમાં કયા મનારથા વતા હશે ? ત્યારે અધિજ્ઞાની તે મુનિવરે તેને પ્રત્યુત્તર આપ્યા કે− હે ભદ્ર ! તારા હૃદયમાં તું એ વિચારે છે કે-ખરેખર મારું મરણુ કેવી રીતે અને કેનાથી થશે ? અને કયારે થશે ? ' મુનિવરે તેને કહ્યુ કે, ‘આજથી સાતમા દિવસે વિજળીથી ત્યાં જ મરીને તું તારા વિષ્ટાના ઘરમાં માટા કીડા તરીકે ઉત્પન્ન થઇશ.' તે સુભટે ઘરે આવીને પ્રિય'કર નામના પુત્રને કહ્યું કે- હે પુત્ર ! મારા મરણ પછી વિષ્ટાગૃહમાં જે માટા કીડા થાય, તેને તારે જરૂર અનિચ્છાએ મારી નાખવા.’ હવે તે સુભટ કહ્યા પ્રમાણે મૃત્યુ પામીને ત્યાં ઉત્પન્ન થયા; એટલે પુત્રને દેખીને મરણના ભયને દેખીને તેણે વિષ્ટાઘરથી દૂર ચાલી જઇ ખીજે પ્રવેશ કર્યો.
પ્રિયકર પુત્ર મુનિવર પાસે જઇને પ્રશ્ન કરવા લાગ્યા કે પેલા કીડાને મારુ છું, તા તે દૂર ચાલ્યા જાય છે, તે હે ભગવન્ત! હવે દૂર જવાનું શું કારણ ?” ત્યારે સાધુએ તેને કહ્યું કે-‘તું વિષાદ છેડી દે, કારણ કે, જે જીવ જે સ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં જ આનંદ માને છે.' આ પ્રિયકરનું ચરિત્ર સાંભળીને ખેચર સુભટા અત્યન્ત સાષ પામ્યા, તે રાવણના નાનેા બન્ધુ બિભીષણુ પણ પ્રતિખાધ પામ્યા અને નગરલેાક પણ આગળની જેમ વિમલ, અમલ અને શુદ્ધબુદ્ધિવાળા થયા. (૪૨)
પ્રિયકર ઉપાખ્યાન’ નામના ચુમ્માતેરમા પના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૭૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org