________________
[૭૪] પ્રિયંકર ઉપાખ્યાન
: ૩૩૭ : વિજળી શોભા પામે, તેમ સુવર્ણ સરખા વર્ણવાળી તેઓ પતિને આલિંગન કરીને ત્યાં મૂચ્છ પામી.
આશ્વાસન અપાએલી કેઈક સુન્દરીઓ છાતી ફૂટવા લાગી, ચંચળતાથી લાંબુ કું શરીર કરી, કેશ ઉખેડી નાખતી મધુર શબ્દથી કરુણા ઉત્પન્ન થાય, તેમ રુદન કરવા લાગી. કેટલીક પત્નીઓ ખોળામાં મસ્તક સ્થાપન કરીને, બીજી વળી વિશાળ વક્ષ:સ્થળને પંપાળવા લાગી. કેઈ ચરણારવિન્દને, કેઈ હસ્તપલવને ચુમ્બન કરવા લાગી. કોઈક અત્યન્ત મધુર સ્વરથી અશ્રુપૂર્ણ નયનયુગલવાળી રુદન કરતી બોલવા લાગી કે-“હે નાથ! શોકસમુદ્રમાં ડૂબેલી અમને તમે કેમ નિહાળતા નથી? હે વિદ્યાધરાના સ્વામી ! તમે શક્તિ, કાન્તિ અને બલવાળા છે, છતાં રામના વિગ્રહમાં હે પ્રભુ! તમે ધરણરૂપી પલંગમાં કેમ પોઢી ગયા છે? હે સ્વજનવત્સલ! ચાલે તમે ઉભા થાવ, અમને માત્ર એક જ વચન સંભળા, વગર અપરાધે કેમ કોપારાયણ બન્યા? અને અમારી સાથે અબેલા કેમ લીધા? સ્નેહગર્ભિત હાસ્યકથાસક્ત બની નિર્મલ દંતશ્રેણિથી શોભાયમાન પરમસૌમ્ય વદન હંમેશાં તમે ધારણ કરતા હતા, તે હે સ્વામિ! આજે અમારા ઉપર કોપાયમાન બની આપનું વદન અમારા પ્રત્યે ઉદ્વેગવાળું કેમ ધારણ કરે છે? હે મનને હરણ કરનાર ! યુવતીઓના માટે ક્રીડા કરવાના સ્થાન સરખા વિશાળ અને અતિસુન્દર એવા વક્ષસ્થલના પ્રદેશમાં ચકે કેમ ઘા આ ? હે ગુણનિધિ! વૈરીઓએ બેડીમાં જકડેલા અને પરાધીન થએલા ઈન્દ્રજિત અને ઘનવાહનને પ્રીતિપૂર્વક રામ પાસેથી મુક્ત કરાવો. હે કુટુમ્બવત્સલ! ઉભા થાવ, રાજસભામાં આવેલા ઘણું સુભટોને દર્શન આપો. હે પ્રભુ! તેઓને દાન, માન, સન્માન આપો. હે નાથ ! વિરહાગ્નિથી બળી-જળી રહેલાં અમારાં અંગોને ચન્દનરસના વિલેપનથી જેમ શાન્ત કરાય, તેમ તમારા આલિંગનરૂપ જળથી શાન્ત કરે. હે પ્રભુ! તમારી સાથે પૂર્વે કરેલા હાસ્ય, વિલાસો, અનેક શૃંગારપૂર્ણ રતિક્રીડાઓ, મીઠા મીઠા ઉલલાપો અહીં અત્યારે યાદ કરીએ છીએ, તે અમારા સમગ્ર હૃદય બળીને ખાખ થઈ જાય છે.”
આ પ્રમાણે મરણ પામેલા રાવણની પ્રિયાઓનાં દીન કરુણ વિલાપપૂર્ણ રુદન સાંભળીને ક્યાં કરુણાવાળા મનુષ્યનું હૃદય ન પીગળે અને કંઠ ગદગદ ન થાય? આ સમયે લક્ષ્મણ સહિત રામે બિભીષણને આશ્વાસન આપતાં જણાવ્યું કે-“હે ભદ્ર! તમે તે જગતની સ્થિતિ અને વૃત્તાન્ત કેવા ચંચળ છે, તે જાણનાર છે, તો આમ દીનતાથી રુદન ન કરે. આ સંસારમાં કમની વિચિત્રતાઓ કેવી છે અને તે આત્મા પાસે કેવાં નાટકે કરાવે છે, તે સર્વ તમે સારી રીતે જાણનારા છે, પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મનું ફળ અહીં ભોગવવું પડે છે, તે શોક કરવાથી શો લાભ? ઘણાં શાસ્ત્રો. જાણનાર પંડિત અને સમગ્ર પૃથ્વીના નાથ હોવા છતાં રાવણને મહારાજાએ પોતાના ભયંકર પ્રતાપથી આ સ્થિતિ પ્રાપ્ત કરાવી.” રામ કહી રહ્યા પછી જનકપુત્ર–ભામંડલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org