________________
પઉમચરિય-પદ્મચરિત્ર
ણુને ખલદેવ અને વાસુદેવની પદવી પ્રાપ્ત થવા સાથે કાર્યની સિદ્ધિ થઈ. જેના હાથમાં ચક્ર રહેલું છે, તે નારાયણ ઉત્પન્ન થયા અને સિંહ જોડેલા રથમાં બેઠેલા છે, તે વળી ખલદેવ ઉત્પન્ન થયા છે. આ ભારતવર્ષમાં મહાનુભાવ રામ અને લક્ષ્મણ આઠમા ખલદેવ અને વાસુદેવપણે નક્કી ઉત્પન્ન થએલા છે. ચક્ર હાથમાં રહેલું છે, એવા લક્ષ્મણુને દેખીને રાવણ ચિન્તવવા લાગ્યા કે, · અનન્તવીય મુનિએ જે વચન કહેલું હતું, તે અત્યારે યથા સાચું પડયું અને તે જ પ્રમાણે બન્યું. એક વખત યુદ્ધમાં જેનું માત્ર છત્ર દેખીને સમગ્ર હાથીઘટાના આડંબરવાળા શત્રુના સુભટા ભયથી થરથરી જઇ અવ્યવસ્થિત અની ભાગી જતા હતા. સમગ્ર સાગરજળ, હિમાલય પર્વત, વિન્ધ્યાટવી, પૃથ્વી નારી આ સર્વે આજ્ઞા થતાંની સાથે જ પ્રણામ કરનારી દાસીની જેમ મારે વશ હતાં. આટલું આłશ્વય હોવા છતાં પણ આજે એક મનુષ્યથી હું કેમ પરાભવ પામ્યા? એમ દશ મસ્તકવાળા-રાવણુ વિચારવા લાગ્યા કે, મારા સરખાની આ અવસ્થા થાય, તે શું આશ્ચય નથી ? આગળ-પાછળનેા લાંબા વિચાર ન કરનારી માત્ર મુહૂ કાળ રમણીય, દુર્જન પુરુષના સ્વભાવ સરખી એક ડગલામાં ત્યાગ કરીને ચાલી જનારી આવી રાજલક્ષ્મીને ધિક્કાર થાઓ ! કિપાકવૃક્ષનાં લ દેખાવમાં સુન્દર, સ્વાદિષ્ટ સુગન્ધી હાય, પણ ખાધા પછી આંતરડાં ચીરી નાખે અને ખાનાર મૃત્યુ પામે, તેની જેમ ભાગેા ભાગવતાં પાંચે ઇન્દ્રિયાને મનેાહર લાગે, પણ પાછળથી ઝેર સરખાં કડવાં ફળ દુગતિમાં ભાગવવાં પડે છે. સાધુપુરુષા આવા ભાગાને હમેશાં નિર્દે છે અને ઘણાં દુ:ખાવાળી ટ્રુતિ આપનાર આ રાજ્યલક્ષ્મી અને વિષયભાગેા છે– એમ ઉપદેશ આપે છે, તે સાચા જ છે. ભરત, સગર, સનત્કુમાર, શાંતિનાથ, કુન્ધુનાથ, અરનાથ વગેરે મહાપુરુષાએ પ્રાપ્ત થએલાં રાજ્ય અને વિષયભાગે! છેડીને દીક્ષા અંગીકાર કરી, તપ સેવન કરી અનુત્તર, અચલ એવું શિવસુખ પ્રાપ્ત કર્યું; તેઓ ખરેખર ધન્ય છે. હું કેવી રીતે માહથી પરાભવ પામી લાંબા સંસાર ઉત્પન્ન કરનાર અન્યા ! ભયંકર દુ`તિના મહાભય ઉત્પન્ન થયા પછી હવે અત્યારે મારે શું કરવું ?
: ૩૩૪ :
"
લક્ષ્મણના હાથમાં ચક્રરત્ન ઉત્પન્ન થએલુ' દેખીને ખિભીષણ રાવણુ સમક્ષ ગયા અને મધુર વચનાથી બિભીષણ રાવણને વિનયથી કહેવા લાગ્યા કે, હે અન્ધુ ! હજી પણ આત્મહિત સમજીને મારુ વચન માન્ય કરો, સીતાને સમર્પણ કરી હવે રામની કૃપાથી પ્રાણાનું તમેા રક્ષણ કરો. હે રાવણુ ! એમ કરવાથી નક્કી તમારી પેાતાની લક્ષ્મી ટકી રહે છે, આયુષ્ય લાંબુ થાય છે. જો અહિં અભિમાન જતું કરી, તેા અને રામને સીતા સમર્પણ કરી, તે તેમાં તમારું ભાવિહિત છે.' સગાભાઈ બિભીષણનાં વચનની અવગણના કરીને રાવણ તેને તિરસ્કારથી કહે છે કે અરે ભૂમિગેાચર ! અરે તને પણ ભયકર ગ થયા છે ? ત્યાં સુધી જ હાથીએ ગના કરે છે કે, જ્યાં સુધી દાઢાથી વિકરાળ જણાતા મુખવાળા અને ગરદનની કેશવાળીથી બીહામણા અને શેાલતા સામે આવતા સિંહને દેખતા નથી. શત્રુઓને પરાભવ કરનાર હું રત્નશ્રવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org