________________
- ૩૩૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
અહીં કેમ આવેલી છે ? તે કહે.' ત્યારે તે કન્યાએ તેને કહેવા લાગી કે- ચન્દ્ર વર્ષોંન નામના અમારા પિતાજી સીતાના સ્વયંવર સમયે અમારા સહિત મિથિલા ગયા હતા. તે સમયે અમારા પિતા અમને આઠે ય પુત્રીઓને લક્ષ્મણને આપી પાતાના ઘરે પાછા ગયા હતા. ત્યારથી માંડીને અમારા હ્રદયમાં પ્રતિદિવસ તે જ વાસ કરીને રહેલા છે; તે લક્ષ્મણ અત્યારે મહાધેાર સ‘ગ્રામમાં જીવિત માટે સશય પામેલા છે. અમે સમજી શકતી નથી કે, તે કારણે અમે કેટલી દુઃખી થઇશું. અહિં અમારા હૃદયવલ્લભ લક્ષ્મણની જે ગતિ થશે, તે જ ગતિ અમારી આઠે બહેનોની પણ થશે જ, તે ચાક્કસ છે. આ શબ્દો સાંભળીને લક્ષ્મણે ઉંચે નજર કરી, ત્યારે ખાલિકાઓએ તેને કહ્યુ કે, ‘તમારાં કાર્ય સિદ્ધ થાએ અને તમા જય પામે.' તે કન્યાઓના ‘સિદ્ધ’ શબ્દ સાંભળીને તે સમયે રાવણે સિદ્ધ નામના અસ્રને યાદ કર્યું અને લક્ષ્મણના ઉપર ફેકવા માટે ગ્રહણ કર્યું, પરન્તુ નિર્ભીય એવા રામના લઘુબન્ધુ લક્ષ્મણે વિજ્ઞ— વિનાયક નામના અસ્ત્રના યાગથી યુદ્ધમાં તેને નિષ્ફળ પ્રભાવવાળું બનાવ્યું. સૂય જેમ સમગ્ર દિશા-મંડલને આવરી લે, તેમ રાવણ જે જે અસ્ત્રોને છેડતા હતા, તેને તેને લક્ષ્મણ ધૈ થી ખાણાના સમૂહથી આવરી લેતેા હતેા.
હે શ્રેણિક! તે સમયે ત્યાં સંગ્રામમાં લંકાધિપ રાવણુને બહુરૂપા નામની મહાવિદ્યા સન્નિહિત મની અર્થાત્ હાજર થઇ. હવે રાવણના નવા ઉત્પન્ન થએલા મસ્તકને લક્ષ્મણે છેઢી નાખ્યું. ફ્રી ફ્રી કુંડલના આભરણુવાળું મસ્તક ઉત્પન્ન થયું, તે વારવાર તેને છેદી નાખ્યું. એક મસ્તક છેદાય તા નવાં એ મસ્તક ઉત્પન્ન થાય, અનેને છેદી નાખે, તેા ખમણી ખમણી સંખ્યાવાળાં મસ્તકાની વૃદ્ધિ થવા લાગી. ભુજાયુગલ છેદી નાખ્યાં, તે બહુનાં યુગલેા બેવડાં થવા લાગ્યાં, તે છેદી નાખવામાં આવે, તે તે અંગેાની પણ એવડી એવડી વૃદ્ધિ થવા લાગી. શ્રેષ્ઠ મુગુટ કું ડલથી શોભિત કપાએલાં મસ્તકાવડે આકાશતલ છવાઈ ગયું અને કેયૂર ખાનુબંધ આભૂષણથી શૈાભિત ભુજાએથી વળી વિશેષ પ્રકારે આકાશતલ પથરાઇ ગયું. વળી બહુરૂપી વિદ્યાથી રાક્ષસનાથરાવણ ઘણા પ્રકારના બાહુએ વિકુર્થીને તેનાથી તલવાર, કનક, ચક્ર, તામર, ભાલા વગેરે અનેક પ્રકારના શસ્ત્ર-સમૂહો છેડવા લાગ્યા. તે સમયે લમણુ સામા શત્રુ રાવણ તરફથી આવતા આયુધ-સમૂહને ખાણાથી છેદીને અને ખીજાં બાણાને વરસાદ વરસાવીને આવતાં આયુધાને અટકાવવા લાગ્યા. એક બે, ત્રણ ચાર, પાંચ દેશ, હજાર લાખ લાખ મસ્તકે રાવણ વિષુવે તે લક્ષ્મણ-નારાયણ શત્રુ-રાવણનાં તે તમામ મસ્તકાને ઘડીના છઠ્ઠા ભાગમાં છેદી નાખતા હતા. આ પ્રમાણે રાવણના દેહના છેદનભેદન, ઉત્કીર્તન થવાના કારણે તેના દેહમાંથી રુધિરની ધારાએ વહેવા લાગી અને પ્રચ'ડ લેાહીનાં ખાખેાચિયાં ભરાયાં અને કાદવ ઉત્પન્ન થયા, તે સમયે આખું ગગનતલ એકદમ સંધ્યાના અરુણુવણું સરખું દેખાવા લાગ્યું,
હે શ્રેણિક ! પરસેવાથી ઝેખ ઝેબ થઈને નીતરતા પરસેવાવાળા, ઘણા પરિશ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org