________________
: ૩૩૦ :
પઉમચરિય-પદ્યચરિત્ર
મારીને ભય અને વરગ્રસ્ત કરી મૂકયું. ભયવિહલ અને અવ્યવસ્થિત સૈન્યને દેખીને મદ રાક્ષસ સુભટ રોષે ભરાયો અને સેંકડો આયુધો ફેંકતો હનુમાનની સામે આવી લડવા લાગ્યો. તરત જ શ્રીશૈલે કાન સુધી ખેંચેલા બાણથી મદરાક્ષસના ઉંચા વિચિત્ર સુવર્ણરથને ભાંગીને ભુકકો કરી નાખ્યો. વળી દરાજા બીજા રથમાં આરૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યો, તે તે રથને પણ તીક્ષણ અર્ધચન્દ્ર બાણથી ભાંગી નાખે. રાવણ મદરાજાને રથ વગરના દેખીને અનેકરૂપ વિદ્યાથી જલદી રથનું નિર્માણ કરીને પોતાના સાસરાને સમર્પણ કર્યો. ત્યાં તે રથમાં આરૂઢ થઈને મદરાજાએ સેંકડો બાણ ફેંકીને હનુમાનને રથમાંથી પાડી નાખ્યો, પરંતુ તે તરત જ ફરી રથમાં આરૂઢ થયો. હનુમાનને રથમાંથી પડેલો દેખીને જનકપુત્ર–ભામંડલ એકદમ ત્યાં દેડ્યો, તે મદરાજાએ તેના રથને પણ અનેક બાણે છોડીને ભાંગી નાખે. એટલે રોષથી પ્રજવલિત બનેલ સુગ્રીવ જાતે તેની સમક્ષ આવ્ય; એટલે મદરાજાએ તેને પણ રથ વગરને કર્યો. સુગ્રીવ પણ ભૂમિ પર પડ્યા. ત્યાર પછી મદની સામે બિભીષણ લડવા માંડ્યો, તેને પણ આણેના પ્રહારથી ઘાયલ કરી વાનરચિહુનવાળાં છત્રને છેદી નાખ્યું. લોહી વહેતા દેહવાળા બિભીષણને દેખીને રામ સિંહ જોડેલા રથમાં બેઠા અને તેણે સેંકડો બાણને વરસાદ વરસાવી મદને આચ્છાદિત કરી નાખ્યો. રામનાં બાણેના સમૂહથી ઘેરાએલ ભયથી વિહલ અને અવ્યવસ્થિત મદરાજાને દેખીને રાક્ષસપતિ–રાવણ પોતે કેધ કરતો ત્યાં આવી હાજર થયે.
એટલામાં લમણે રાવણને છે અને તેને કહ્યું કે, “હે દુષ્ટ ! મારી સામે આવીને ઉભો રહે. હે પાપી ચોર! તારા પ્રાણને તે હું જ વિનાશ કરીશ.” એટલે રાવણ લક્ષમણને કહેવા લાગ્યું કે, “અત્યાર સુધી હું રાવણું -એમ તે કઈ દિવસ શું સાંભળ્યું છે કે કેમ? હું સમગ્ર પૃથ્વીને નાથ અને લોકને વિષે ઉત્તમ વાહનમાં આરૂઢ થનાર છું.” “હજુ આજે પણ સીતાને છેડી દે, અથવા તારા પિતાના હદયથી વિચાર કે ગધેડાને શરીરે વિજયઘંટા લટકાવી હોય, તે શેભા પામે ખરી? ત્યારે રાવણ કહેવા લાગ્યો કે-“દેવો અને અસુરો દ્વારા પ્રાપ્ત કરેલા યશવાળ, ત્રણે લોકમાં પ્રગટ પ્રતાપવાળો હું છું, તારા સરખા ભૂમિચારી સાથે યુદ્ધ કરતાં પણ હું લજજા પામું છું. હવે જે તું તારાં જીવતરથી કંટાળ્યો હોય, તે મારી સન્મુખ ઉભે રહે અને યુદ્ધ કર, તેમજ મારા શસ્ત્રોના પ્રહાર સહન કર.” ત્યારે લમણે કહ્યું કે,
તારું સર્વ પ્રભુત્વ હું જાણું છું, આ તારી સર્વ ગજેના અને બડાઈ આજે જલ્દી નાશ કરું છું.” એમ કહીને રોષપૂર્વક ધનુષ ગ્રહણ કરીને બાણ-સમૂહથી ઉંચા પર્વ તને વર્ષાકાળના મેઘની જેમ તેને આચ્છાદિત કરવા લાગ્યો. આકાશમાર્ગમાં યમદંડ સરખા બાણોથી લમણ પિતાના પરિપૂર્ણ બલ અને ઉત્સાહથી રાવણના બાણેનું નિવારણ કરવા લાગ્યા. ત્યાર પછી રામે રત્નથવાના પુત્ર રાવણનો રથ-શસ્ત્ર-અસ્ત્ર-રહિત કર્યો, ત્યારે રાવણે રથમાં આરૂઢ થઈ વારુણ અસ્ત્ર છેડયું: લમણે ક્ષણવારમાં વાયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org