________________
૭િ૨] ચકરત્નની ઉત્પત્તિ
: ૩૩૧ :
અસ્ત્રના યેગથી વારુણ અસ્ત્રને નાશ કર્યો, એટલે રાવણે ભયંકર આગ્નેય અસ્ત્ર છોડ્યું. ફેલાએલ હજાર વાલા બળતા તે આગ્નેય અસ્ત્રને લક્ષમણે વારુણઅસ્ત્ર દ્વારા જળધારારૂપી બાણથી જલ્દી ઓલવી નાખ્યું.
ત્યાર પછી રાવણે અત્યન્ત ઘોર રાક્ષસઅસ્ત્ર તેના પર છોડયું, ત્યારે દશરથનન્દન રામે તે અસ્ત્રને પણ ધર્માસ્ત્રથી જલ્દી વિનાશ કર્યો. હે શ્રેણિક ! ત્યાર પછી લક્ષ્મણે ઈન્ધન નામનું મહાશસ્ત્ર છોડયું, તેની સામે રાક્ષસેન્દ્ર-રાવણે દરેક દિશામાં પ્રતિબંધન (અઋ) મૂકહ્યું. ત્યાર પછી યુદ્ધમાં લમણે રાવણ ઉપર વિનાયક નામનું અસ્ત્ર છેડયું. ત્રિકૂટસ્વામી રાવણે તેને પણ મહાઅશ્વથી નિવારણ કર્યું. વિનાયક અસ્ત્ર ભગ્ન થયું, એટલે ત્રિકૂટપતિ-રાવણે બાણથી સૈન્ય સહિત લક્ષમણને આવરી લીધે. તે રાવણે પણ બાણની વર્ષોથી તેને પણ ઢાંકી દીધો. પરસ્પર અન્ય અન્ય જય મેળવવાની અભિલાષાવાળા, ઉત્પન્ન થએલા અભિમાનવાળા, યુદ્ધ કરવામાં શૂરવીર, ભયંકર સુભટ મનુ શસ્ત્રોને ગણકારતા નથી, કે પવનના યોગવાળા અગ્નિ અગર વિમલ સૂર્યને પણ ગણકાર્યા વગર વિજય માટે યુદ્ધ કરતા હતા. (૬૯)
પાચરિત વિષે “લક્ષ્મણ-રાવણનું યુદ્ધ” નામના એકોત્તરમાં પવને
આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયે. [૭૧]
Goooo eeeeeee
oooooo
[૭૨] ચક્રરત્નની ઉત્પત્તિ
આ મહાયુદ્ધમાં ઘાયલ થએલા, ભૂખ્યા, તરશ્યા થયા હોય કે થાકેલા હોય, તેમને તરણ્યાને શીતળ જળ, ભૂખ્યાને અનેક પ્રકારની વાનગીવાળાં સુંદર ભાવતાં ભેજને આપવામાં આવતાં હતાં. વળી જેઓને શસ્ત્રોથી ઈજા થઈ હોય, ઘા પડ્યા હોય, તેમને ચન્દનના રસથી સિંચવામાં આવતા હતા, આવી રીતે વેદના પામેલા ઘણા સુભટોને દેહ માટે ઔષધ, વસ્ત્રો, ઉપકરણે, અને જેને જે જે સામગ્રીની જરૂર હોય, તે ઘણું પ્રકારની આપીને વારંવાર આશ્વાસન પમાડતા હતા. દેવાને આશ્ચર્ય પમાડનાર વિવિધ આયુધો ફેંકવા રૂ૫ રાવણ અને લક્ષમણ વચ્ચેનું યુદ્ધ પ્રવર્યું. આકાશમાં જોવા માટે આવેલા અપ્સરાઓ-સહિત ગન્ધર્વો અને કિન્નરગણે શાબાશી-અભિનન્દન આપવા સહિત પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા.
તે સમયે દિવ્યવિમાનમાં બેઠેલી આકાશમાં રહેલી અત્યન્ત રૂપશાળી અને કામદેવને હદયમાં ધારણ કરનારી છતાં મર્યાદા ન લોપનારી ચન્દ્રવદ્ધન રાજાની આઠ કન્યાએને અસરાએ પૂછયું કે-“હે બાલિકાઓ ! તમે તેની પુત્રીઓ છો? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org