________________
[૧] લક્ષમણ અને રાવણનું મહાયુદ્ધ
: ૩૨૯ :
શિલા, પત્થર, મગર વગેરે સેંકડો આયુધ અને શોના ઘા કરતા હતા અને દ્વાએને વધ કરતા નીચે ઢળી પડતા હતા. યુદ્ધમાં કોઈ સુભટ પોતાના ચપળ હાથથી તલવારથી, વળી બીજા ગદાના પ્રહાર આપીને સમર્થ યોદ્ધાઓને મારતા હતા. વળી કેટલાક એક બીજાનાં મસ્તક પકડીને બરછીને પ્રહારથી ઘાયલ કરાએલા સુભટોએ ગર્વ સહિત પ્રાણોનો ત્યાગ કરીને દેહને પૃથ્વી પીઠ ઉપર ઢાળી દીધા. ધરણિ પર ઢળી પડેલા રગદળાતા રુધિર-ચરબીના કાદવમાં ખદબદતા મસ્તક વગરના ધડમાંથી ખેંચી કાઢેલા આંતરડાવાળા યોદ્ધાઓનાં કલેવરેને કાગડા, શિયાળ, ગિધડા આદિનાં ટેળાઓ એકઠાં મળીને ઉજાણી કરી ખાતા હતા, હાથી હાથીની સાથે, રથિક રથમાં બેઠેલાની સાથે, અશ્વારૂઢ સુભટ ઘોડા ઉપર બેઠેલા સાથે લડાઈ કરતા હતા અને શત્રુને મારી નાખતા હતા. તે ક્ષણે તલવાર, કનક, ચક્ર, તેમર આદિ આયુધોના પરસ્પર ટકરાવાના કારણે ઉત્પન્ન થએલ ઘાતાગ્નિવાળે સુભટોને અત્યન્ત દુર્વિષહ સંગ્રામ થયો. મહાવત વગરના મદેન્મત્ત હાથીઓ ભ્રમણ કરવા લાગ્યા, સ્વારોને ફેંકીને અશ્વો દોડવા લાગ્યા. રથ ભાંગી ગયા, સુવર્ણ દંડવાળી દવાઓ શોભવા લાગી. કેઈ કઈ સ્થળે ખણખણ ખણ કરતા આવી પડતા ખોના શબ્દ, હાથીના અંગમાં આવી પડતા હતા, ત્યારે બાણોને તડ તડ કરતે અવાજ થતો હતો. કેઈક સ્થળે મણિજડિત ઝળહળતા તેજવાળા મુગટ સહિત એકલાં છૂટાં પડી ગએલાં મસ્તકે રગદોળાતાં હતાં, તેમ જ લેહી અને ચરબીથી ખરડાએલા ગાત્રવાળાં, મસ્તક વગરનાં ધડે પૃથ્વી પર નૃત્ય કરતાં હતાં. પરસ્પર સુભટો એક બીજાને ઘાયલ કરતા હતા, ભુજાબલનું અભિમાન કરતા એક-બીજાને ઢસરડીને તે દ્ધાઓ હણતા હતા. હાથી હાથીને મારતા હતા. બંને સૈન્યના સુભટે યુદ્ધમાં ઉંચા-નીચા કરતા કરતા વર્ષાકાલમાં મેઘ વડે જેમ આકાશ આચ્છાદિત થાય, તેમ અહીં પણ સંગ્રામભૂમિ સુભટોથી આચ્છાદિત થઈ.
શુક, સારણ, મારિચ વગેરે સુભટનું આવા પ્રકારનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે વાનભટના મારીચિના સૈન્યને પાછળ હઠવું થયું. ત્યારે શ્રીશૈલ, બલ, ભૂતનિનાદ, નીલ, કુમુદ વગેરે સુભટે અને તેમના સૈન્ય રાક્ષસસેનાને ભગ્ન કરી. ત્યાર પછી સુન્દ, કુંભ, નિકુંભ, વિક્રમ, કામણ, જબુમાલી, મકરધ્વજ, શર, અશનિનિઘાત વગેરે રાક્ષસોના ઉત્તમ સુભટો પિતાના સૈન્ય સાથે ઉત્સાહ અને આયુધોથી સજજ બની વાનરસુભટ સાથે યુદ્ધ કરવા લાગ્યા. વળી ભુજવર, બલ, સમેત, વિકટ, કુટિલ, અંગદ, સુષેણ, ચંડોર્મિ વગેરે કપિવર સુભટો ઉપસ્થિત થયા.—એમ જેમાં ઘણુ શસ્ત્રોને વરસાદ વરસતો હોય, તેવું રાક્ષસો અને વાનરનું અતિભયંકર યુદ્ધ તેમ જ એક બીજાનો હાથે હાથને સંગ્રામ થ.
એ સમયે મદોન્મત્ત હાથી પદ્મસરેવરને જેમ રગદોળી નાખે, તેમ હાથીથી જોડાએલા રથમાં બેસીને હનુમાને રાક્ષસ-સૈન્યને વેર-વિખેર કરી નાખ્યું. હે શ્રેણિક! તે શુરવીર મહાપરાક્રમી એકલા હનુમાને રાક્ષસેના સર્વ મહાસન્યને ભારી પ્રહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org