________________
[૬૧] શક્તિ-હથિયારને પ્રહાર
: ૨૯૭ :
સુગ્રીવ, સુમાલી, કેતુ, ભામંડલ, કાલી, અને લડવાની ખરજને વહન કરતો દઢરથ પણ યુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે સરખે સરખા બલવાળા, અભિમાન અને ઉત્સાહવાળા, “આવી જાવ, આવી જાવ” એમ મુખર શબ્દો કરતા તેઓ પરસ્પર લડવા લાગ્યા. હણો, છેદે, ભેદે, ફેકે, ઉભો થા, ઉભો થા, જલદી કર, જલદી કર, ઉતાવળ ન કર, ઉતાવળ ન કર. અફાળે, મારે, ઠેકે, પકડે પકડો એમ બેલીને પ્રહાર કરતા હતા. ઘણો ઉત્સાહ આપનાર લડાયક વાજિંત્રોના શબ્દો અને સુભટોએ છોડેલા મેટા બુક્કારંવના શબ્દરૂપ જાણે ગજરવ થતો હોય અને ઘણાં શોરૂપી શ્યામ અંધકાર ફેલા હોય, તેમ દિશાઓમાં મેઘને ગડગડાટ થતો હોય તેમ જણાવા લાગ્યું.
શૂરવીરો અને કાર વચ્ચે આ અધિક પરીક્ષા-કાળ વર્તી રહેલ છે. જેમ સહેલાઈથી આહારનું ભોજન કરાય છે, તેમ યુદ્ધમાં કાયર લડી શકતા નથી–અર્થાત ચુદ્ધ કરવું તે ખાવાના ખેલ નથી. હે કાયર ! તું નિરર્થક ભય ન પામ, દીન અને પીઠ બતાવનારને હું હણતા નથી. તેણે તેને કહ્યું કે-“આજે તારે વિનાશ થવાને છે. દર થએલા નેહને જેમ સાધુપુરુષ સાંધે છે, તેમ એકદમ કોઈ સુભટનું તૂટી ગએલ બખ્તર દેખીને સજજન પુરુષ તેને સજજ કરી આપે છે. પોતાના માલિકને સંતોષ પમાડવા તત્પર થએલ કેઈ સુભટ ખગ્નને દાંત વચ્ચે પકડી રાખી કવચને બરાબર બાંધી વિષાદ પામ્યા વગર યુદ્ધમાં જજુમતે હતા. સ્વામીનું કરવા યોગ્ય કાર્ય કરીને કૃતાર્થ થએલે, મન્મત્ત હાથીના દંતૂશળથી ભેદાએલો અને તેના કાનરૂપી ચામરથી વિજાતે પરાક્રમી સુભટ વીરશય્યામાં પિઢે છે. પરસ્પર એક બીજાનાં મસ્તક પકડીને કેટલાક સુભટે તલવાર, કનક, તેમર, છૂરિકાના તથા બીજા પ્રહરણોના પ્રહાર કરતા હતા. લાલ અશોકનું વન હોય અથવા કેસૂડાના વૃક્ષે સમૂહ હોય, તેની જેમ ક્ષણવારમાં નીતરતું લાલ કાન્તવાળું સૈન્ય બની ગયું. યુદ્ધમાં કેટલાક સુભટો મહાપ્રહારથી ઘાયલ થએલા હતા, આયુધે સરી ગયાં હતાં, છતાં અભિમાનથી ફરી ઉઠીને પણ લડતા હતા; જ્યારે કેટલાક પૃથ્વીપીઠ ઉપર આમ-તેમ આળોટતા હતા. પ્રહાર પામવાના કારણે ઘાયલ થએલા શરીરવાળા હાથીઓ પ્રચંડ લેહી વહેવડાવતા હતા. તે સમયે જાણે વર્ષાકાળમાં ગેરંગથી લિપેલો પર્વત ઉભે હય, તેવી શુભા જણાતી હતી. હાથી, ઘેડા વગેરેની પગની ખરીથી ઉખડેલી રજથી દિશાચકે એવાં છવાઈ ગયાં કે દષ્ટિના માર્ગો બંધ થઈ ગયા, જેથી આ શત્રુ છે કે મિત્ર છે, તેને વિભાગ ન કરી શકવાના કારણે સ્વપક્ષવાળાને પોતે મારી નાખતા હતા.
આવા પ્રકારનાં ભયંકર યુદ્ધમાં સામે આવેલા લક્ષમણ ઉપર ઈન્દ્રજિતે જલ્દી એટલાં બાણ છોડ્યાં કે, તે બાણવર્ષોથી લક્ષમણ ઢંકાઈ ગયો. તેણે પણ તેને વિશેષ ઢાંકી દીધું. ત્યાર પછી રાવણપુત્ર ઈન્દ્રજિત એકદમ લક્ષમણ ઉપર તામસ અસ્ત્ર છોડ્યું, એટલે લમણે પણ કોપાયમાન થઈને તેના ઉપર સૂર્ય-અસ્ત્ર છેડી તેના અસ્ત્રને વિનાશ કર્યો. ફરી પણ રાવણપુત્ર ભયંકર બાણથી અશ્વસહિત આવરણવાળા શરભ
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org