________________
: ૩૧૬ :
પઉમચરિય–પદ્મચરિત્ર
ધીર એ રાવણ નિઃસંગ બની સમાધિ સાધી રહેલું છે, ત્યારે તમારા સેવકે દ્વારા લકાપુરીના લોકોને કેમ ત્રાસ પમાડે છે? જે કઈ જેનું દ્રવ્ય હરણ કરે છે, તે તેના પ્રાણનું નિ હરણ કરે છે. આટલું સમજીને હે રામ! તમે તમારા સુભટને ત્રાસ પમાડતા રોકી દે.” ત્યારે લક્ષ્મણે તેને કહ્યું કે-આ રામની ગુણના ભંડાર સરખી સીતા રાવણે અપહરણ કરેલી છે, તે તે રામને પાછી અર્પણ કરાવવા તમે વાત્સલ્ય કરો.” ત્યાર પછી વાનરાધિપતિ સુગ્રીવે સુવર્ણ પાત્રમાં અર્થ–પૂજા સામગ્રીથી તેની પૂજા કરીને યક્ષનરેન્દ્રને વિનતિ કરી કે, “તમે મહાકપનો ત્યાગ કરે. ભારી અભિમાન અને પરાક્રમવાળા દશમુખને બીજા કોઈ પ્રકારે સાધી-વશ કરી શકાતે નથી, તે પછી જેણે બહુરૂપ કરવાની વિદ્યા સાધી હોય, તેવા રાવણને તો શી રીતે વશ કરી શકાય ?
હે મહાયશ! મને દેખજે! હાલ તમે તમારા સ્થાનકે જાવ, કેપારંભ છોડી દેજે અને તમે પ્રસન્ન ચિત્તવાળા થજે.” ત્યારે પૂર્ણભદ્રે કહ્યું કે-“હવે અહીં આ નગરીમાં જેવી રીતે કેઈને પીડા ન થાય, તેવી રીતે કરજે, જીણું તણખલા જેટલું પણ અકાર્ય ન કરશે.” આ પ્રમાણે કહીને ત્યાર પછી સાધર્મિક પ્રત્યે વાત્સલ્યવાળા તે યક્ષો પરમેષ્ટિ–પદનું સમરણ કરતા પોતાના સ્થાનકે ગયા.
આ પ્રમાણે જિનેશ્વર ભગવન્તના ઉત્તમ શાસનની ભક્તિવાળા, તેને વિષે ઉત્સાહ અને દઢમનવાળા અહીં જે મનુષ્ય હોય છે, એવા ધીર પુરુષે વિમલ સિદ્ધાલયમાં જાય છે. આ લોકની સુખ-સંપત્તિને સાધી આપનાર એવી વિદ્યાથી સયું. (૫૦)
પઘચરિત વિષે “સમ્યગ્દષ્ટિ દેવની પ્રશંસા” નામના સતસમા પર્વને
ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૭]
[૬૮] બહુરા વિદ્યાની સાધના યક્ષાધિપતિને ઉપશાન્ત થએલા જાણીને દર્પ અને ગુસ્સાવાળો અંગદ સુભટ કિષ્કિલ્પિદંડ નામના મહાગજવર ઉપર આરૂઢ થયે. તેની સાથે વિવિધ આયુધોને હાથમાં ગ્રહણ કરીને, વિવિધ વાહનો પર આરૂઢ થએલા કુમુદ, ઈન્દ્ર, નીલ વગેરે સુભટે લંકાપુરી તરફ આગળ વધવા લાગ્યા. કેસર–ચન્દનના કરેલા અંગરાગવાળા, વિવિધ પ્રકારના અલંકારથી શોભાયમાન કરેલા શરીરવાળા, વિષમ રીતે ઠેકીને વગાડાતાં વાજિંત્રના શબ્દો જેમાં ફેલાઈ રહેલા છે, એવા પરાક્રમી અને આકરા કુમારસિંહે પણ સાથે ચાલ્યા. દવજ, છત્રથી વિશેષ સમજજવલ શોભાવાળા, પૂર્ણ સેના સહિત અંગદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org