________________
દિ૯] રાવણની ચિન્તા
: ૩૧૯ :
સ્તન પરથી ખસી ગએલા વસ્ત્રને જે બરાબર ઠીક કરતી હતી. જેના નેત્રમાંથી અશ્રુજળ વહી રહેલાં છે, એવી તે પિતાના પતિના ભુજા-વિવરમાં–બગલમાં પ્રવેશ કરવા લાગી. “હે નાથ! મારું રક્ષણ કરે, આ પાપી વાનર મને લઈ જાય છે. હે મહાયશ! દીનતા અને કરુણતાથી વિલાપ કરતી મને તમારી સમક્ષ અપહરણ કરે છે. આ તમારા ઉપવાસ અને ધ્યાનથી શું લાભ થવાનો છે? હે પ્રભુ! તમારા ચન્દ્રહાસ ખર્શથી આનું મસ્તક ન છે, તે પછી ઉપવાસ અને ધ્યાન નિરર્થક થશે. આ અને તેવા બીજા કરુણ વિલાપ કરતી, દડદડ આંસુ પાડતી મન્દાદરી અત્યન્ત રુદન કરવા લાગી, છતાં પણ તે ધીર રાવણ અતિશય ધ્યાનારૂઢ થયો, સર્વ ઈન્દ્રિયોને ગેપવેલ હોવાથી બીજું કાંઈ પણ સાંભળતો નથી કે જેતો નથી, માત્ર વિદ્યા સાધવામાં એકાન્ત તત્પર બનેલો છે, તેથી મન, વચન અને કાયા–એમ ત્રણે યોગની એકાગ્રતાવાળો બની ગયો છે. રામ જેમ સીતાને એકાગ્ર મનથી ચિત્તવે છે, તેમ મેરુની માફક અડોલ, સાગર માફક અક્ષોભ્ય આ મહાત્મા રાવણ એક માત્ર વિદ્યાનું સ્મરણ કરતો હતે.
આ દેશ-કાલ સમયે સર્વ દિશાઓને પ્રકાશિત કરતી જયશબ્દની ઉષણા કરતી બહુરૂપા નામની વિદ્યા આવી પહોંચી. મહાવિદ્યાએ કહ્યું કે, હું તને સિદ્ધ થએલી છું, હું તારી સાધનાથી પ્રસન્ન થઈ છું, માટે તે સ્વામી ! મને આજ્ઞા આપો. સમગ્ર ત્રણે લોક મને સ્વાધીન છે. હે પ્રભુ! એક માત્ર ચક્રવર્તીને છોડીને સમગ્ર ત્રિભુવનને હું જલદી વશ કરી શકું છું, તે પછી રામ અને લક્ષ્મણ સરખાની શી ગણતરી? રાવણે કહ્યું કે, “હે વિદ્યાદેવી! તમે કહો છો, તેમાં સદેહ નથી, પરંતુ હે ભગવતિ!
જ્યારે હું તમને યાદ કરું કે, તરત તમારે હાજર થવું. જેટલામાં સમાપ્ત નિયમ– વાળે રાવણ વિદ્યાદેવીને પ્રણામ કરીને તથા શ્રીશાન્તિનાથ ભગવન્તના જિનાલયને ત્રણ વખત પ્રદક્ષિણા આપીને વિમલ કીર્તિ ધારણ કરનાર મદરીને છેડીને તરત રામની સભા વિષયક જરૂરી મન્ત્રણા કરવા માટે પહોંચી ગયો. (૫૦)
પદ્મચરિત વિષે “બહુરૂપ વિઘા–સાધના' નામના અડસટ્ટમાં પવનો
ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૬૮]
[૧૯] રાવણની ચિન્તા
હવે રાવણની ૧૮ હજાર અથુપૂર્ણ નેત્રવાળી પત્નીઓ રાવણના ચરણમાં પ્રણામ કરીને કહેવા લાગી કે, “હે સ્વામી! આપ અમારી વીતક કહાણ સાંભળો. “હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org