________________
* ૩૨૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
પત્નીના આ સમાગમ-જે વર્જન કરવા યેાગ્ય છે, તેને ત્યાગ કરે. હે દેવ! અનેક સુભટોને વિનાશ કરનાર આ યુદ્ધ કરવાનું કાઈ પ્રયોજન નથી. બે હાથની અંજલિ મસ્તકે ચડાવીને તમને વિનંતિ કરી તમારા પગમાં પડું છું કે, “તમે યુદ્ધને આગ્રહ છોડો.” હસીને તે વીરે કહ્યું કે-હે કૃશદરિ! તું ઉભી થા, હે પ્રસન્નનેત્રવાળી! વાસુદેવના નામથી તું ભય ન પામ, આ ભરતક્ષેત્રમાં બલદેવો અને વાસુદેવ ઘણું થઈ ગયા, તેથી તેના નામમાત્રથી શું સિદ્ધિ પ્રાપ્ત થાય ખરી? રથનું પુર નગરપતિ ઈન્દ્ર બેચરાધિપતિને જેમ મેં અનિવૃત્તિ-અશાંતિ પમાડ્યો, તેમ આ નારાયણ-લક્ષમણને પણ એકદમ વિનાશ કરું, તે તું જેજે.” આ વચન કહીને મન્દોદરી સાથે તેણે રતિગૃહમાં પ્રવેશ કર્યો, તે સમયે સૂર્ય અસ્ત થ અને સંધ્યા સમય થયે, એટલે સૂર્યવિકાસી કમલ બીડાઈ ગયાં અને ચક્રવાક-યુગલોને વિગ થયે. પ્રદોષ સમય થયે અને રત્નદીપિકા સમાન ચન્દ્રોદય થયે, ત્યારે મેરુપર્વતની ચૂલિકાની જેમ લંકાપુરી ભવા લાગી. કામિની પ્રિયતમાઓને શણગારવા માટે યુવતીઓને મેકલી, રતિગૃહ સજજ કરવામાં આવ્યાં, મદિરાપાન કરી પ્રસન્ન થએલી પ્રિયાએ સાથે વિષયકીડા-સુખ ભોગવ્યાં. ચન્દ્ર સરખા મુખવાળી કોઈ શ્રેષ્ઠ યુવતી પતિને આલિગન કરીને કહેવા લાગી કે, “હે સ્વામી! એક રાત્રિ તે હું તમારી સાથે રતિક્રીડાસુખ માણીશ. વળી મદિરાપાન કરી મદોન્મત્ત બનેલી ઉત્તમ પુ૫-સુગન્ધની અતિશય ઋદ્ધિવાળી નવીન કુંપળના સમાન કોમળ અંગવાળી બીજી યુવતીએ પતિના ખેાળામાં પડતું મૂકવું. કેઈક અપાકટ બુદ્ધિવાળી બાલકુમારીને પતિએ મદિરાપાન કરાવ્યું, એ તત્કાલ પ્રૌઢપણું પામી અને પ્રેમક્રીડા કરવા લાગી. જેમ જેમ મદિરાનો મદ વૃદ્ધિ પામતે જાય છે, તેમ તેમ વિરહના ભયથી આકુલ બનેલી કામિનીના હૃદયમાં કામરાગની વૃદ્ધિ થાય છે અને લજજાનો સર્વથા ત્યાગ કરે છે. દરરોજ માન કરનારી કેટલીક કામિનીઓ પ્રભાતમાં સંગ્રામ થવાનો છે-એમ જાણીને “હવે લાંબા સમયને વિરહ થશે” તેવા ભયભીત હૃદયવાળી પિતાના પતિને અતિનેહથી સજજડ આલિંગન કરવા લાગી.
વૃદ્ધિ પામેલા સનેહાનુરાગવાળાં વિદ્યાધરોનાં યુગલે પોતાની ઇચ્છાનુસાર ઘરે ઘરે એવી ક્રીડા કરવા લાગ્યાં કે, જાણે ઉત્તરકુરુના યુગલિયાએ હોય, તેવો ત્યાં દેખાવ જણાવા લાગ્યો. વિણા, બંસી, ત્રણ તારવાળી સારંગી, તમ્બરા, વિવિધ પ્રકારના ગીત અને વાજિંત્રના મધુર સ્વર અને લોકોના કરેલા કોલાહલના શબ્દથી લંકાનગરી જાણે બેલતી હોય, તેમ સજીવ બની ગઈ. તે સમયે મદોત્સવની જેમ લોકો તાબૂલ, ફૂલે, સુગન્ધી પદાર્થો, શરીર પર વિલેપન કરવા યોગ્ય વિલેપને અને શુંગારોત્તેજક સેંકડો પદાર્થોની પરસ્પર આપ-લે કરવા લાગ્યા. મહાતમા લંકાધિપ-રાવણે પણ પોતાના સમગ્ર અંતઃપુરને અને વિશેષ પ્રકારે મર્દોદરી દેવીને રતિક્રીડાથી સન્માની આ પ્રમાણે સુખમાં રાત્રિ પસાર થઈ અને અરુણોદય થયે, ત્યારે લંકામાં ઘરે ઘરે સંગીત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org