________________
: ૩૨૪ :
પઉમચરિય–પદ્મચરિત્ર
સ્વામી ! હે મહાયશ! દુઃખજળથી ભરપૂર અને ભયંકર એવી વિરહનદીમાં હું તણાઈ રહેલી છું, તો હે નાથ ! સ્નેહરૂપી હસ્તાવલંબન આપી મને નદી પાર ઉતારે. હે સ્વામિ ! જે મનથી મારું વચન સાંભળવાની ઈચ્છા ન હોય, તો પણ એક બીજી વાત સાંભળે! કડવું ઔષધ પરિણામે હિતકારી થાય છે, તેમ આ મારી વાત તમને ન પણ ગમતી હોય, તો પણ ભાવમાં હિતકારી થશે. સંશયવાળા અને શાશ્વતા
નેહી આત્માની યથાર્થ પરીક્ષા કરીને ઉભાગ તરફ જતા તમારા ચિત્તને મર્યાદામાં ધારી રાખો. હે નાથ ! તમારું શ્રેષ્ઠ–ઉંચું કુળ છે, તો પોતાના આત્માનું કુશળ થાય તેવું પ્રશંસાપાત્ર આચરણ કરે, કજિયાના મૂળસમાન તેવી આ ભૂમિ પર ચાલનારી પારકી સ્ત્રીને પાછી અર્પણ કરી દે. વૈરી કે પિતાના મરણના કારણે આ યુદ્ધ થાય છે, તેનું હૃદયમાં સમરણ કરીને યુદ્ધમાં લડવું જોઈએ, તે આમાં તેની સાથે યુદ્ધ કરવાનું કયું કારણ છે?
માટે રામની પત્ની સીતાને સોંપી દે અને મુનિ પાસે ગ્રહણ કરેલ વ્રતનું યથાર્થ પાલન કરે. ભલે દેવતાઓ તમારી તહેનાતમાં રહેતા હોય અને ભરતરાજાની સમાન પણ તમે છે તે પણ પારકી નારીના સહવાસથી અપકીર્તિને અધિકારી થાય છે. અજ્ઞાન અને મૂઢતાથી જે પરનારીના વિષે રતિક્રીડા કરે છે, તે ઉગ્ર તેજવાળા આશીવિષ સર્પની સાથે કીડા કરનારે સમજ. તત્કાલ મારી નાખનાર હાલાહલ જેવાં ઉત્કટ ઝેરની જેમ, અતિશય પ્રજવલિત અગ્નિની મહાજવાલા, ભયંકર વાઘણ, જેમ વિષમશિલા-આ સર્વ જેમ દૂરથી વર્જવા લાયક છે, તેમ પારકી પત્નીઓને અધિકપણે
ત્યાગ કરે. નીલકમલ અને મેઘ-સમાન શ્યામ વર્ણવાળા રાવણે ગર્વગર્ભિત હાસ્ય કરતાં મદરીને કહ્યું કે, “હે ચન્દ્ર સરખા આલાદક વદનવાળી! તું ભય પામેલી હોય તેવી કેમ દેખાય છે? હું તે રવિકીર્તિ નથી કે, અશનિષ વિદ્યાધર નથી, અથવા તો કઈ હું સામાન્યજન નથી કે, તું આમ બોલે છે. શત્રુરૂપી વૃક્ષ માટે અગ્નિ-સરખે હું લંકાને અધિપતિ અને અત્યન્ત પ્રતિકૂલ છું-એમ ચન્દ્રમુખી સીતાને અર્પણ કરીશ નહીં, નાહક તું ભયની શંકા ન કર.” આ પ્રમાણે કહ્યા પછી ઈર્ષા પામેલી મન્દોદરી કહેવા લાગી કે, હે સ્વામી ! શું સીતા સાથે રતિસુખ કરવાની અભિલાષા થઈ છે? ત્યાર પછી ઈર્ષ્યાપ કરતી, કાનના ઉત્પલકમલથી પતિને મારતી કહેવા લાગી કે, ગુણોને અનુરૂપ કયું સૌભાગ્ય તેમાં દેખ્યું છે? કળાવિહીન ભૂમિ પર ચાલનારી ઉપર આટલો ગાઢ સ્નેહ-સંબંધ બાંધીને શું અધિક મેળવવાના છે? હે પ્રભુ! વિદ્યાધરીઓની સાથે સ્નેહાનુરાગને સંબંધ ભોગવે. હે સ્વામી ! આપ મને આજ્ઞા કરે કે, તમને હદયવલ્લભ હું કેવી રીતે થઈ શકું? શું સમગ્ર કમળની શોભા સરખી થાઉં કે, સુરેન્દ્રની ઈન્દ્રાણી સરખી થાઉં?” મજોદરીએ આમ કહ્યું, એટલે તરત નીચું મુખ કરી શરમાએલો તે ચિત્તવવા લાગ્યો કેપારકી સ્ત્રીઓમાં આસક્ત બનેલે હું અપયશ પામે અને સ્ત્રીઓ પણ મારી લઘુતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org